Surat : ઉકાઈ ડેમની સપાટી 326 ફુટને પાર, સુરત શહેર જિલ્લામાં સરેરાશ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો

સુરત (Surat )ફ્લડ કંટ્રોલના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોર સુધી શહેરમાં ઠેર - ઠેર હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં એકંદરે મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો.

Surat : ઉકાઈ ડેમની સપાટી 326 ફુટને પાર, સુરત શહેર જિલ્લામાં સરેરાશ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો
ઉકાઇ ડેમની જળસપાટીમાં વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 3:15 PM

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની (Red Alert )આગાહી વચ્ચે આજે વહેલી સવારથી સુરત (Surat ) શહેર – જિલ્લામાં સરેરાશ અડધા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બપોર સુધી મેઘરાજાએ આંશિક વિરામ લેતાં નોકરી – ધંધાએ નીકળેલા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. અલબત્ત, હજી બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.

સુરત ફ્લડ કંટ્રોલના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોર સુધી શહેરમાં ઠેર – ઠેર હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં એકંદરે મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો. આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં 10 મીમી, રાંદેરમાં 11 મીમી, કતારગામમાં 9 મીમી, વરાછા ઝોન એ અને બીમાં 14 – 14 મીમી, લિંબાયત અને અઠવામાં 11 – 11 મીમી અને ઉધના ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો છે.

બીજી તરફ જિલ્લામાં આજે બારડોલીમાં 13 મીમી, ચોર્યાસી અને કામરેજમાં 10 – 10 મીમી, મહુવામાં 17 મીમી, માંડવીમાં 7 મીમી, માંગરોળમાં છ મીમી અને પલસાણામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. કોઝવેની સપાટીમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો અને હાલ કોઝવેની સપાટી 6.70 મીટર નોંધાવા પામી છે. જોકે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદને પગલે ઈનફ્લોમાં વધુ એક વખત વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમમાં હાલ 66 હજાર ક્યુસેક ઈનફ્લો સાથે ડેમની સપાટી 326 ફુટને વટાવી ચુકી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

જોકે સુરત શહેર અને જિલ્લાને બાદ કરતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર યથાવત રહ્યું છે. ખાસ કરીને નવસારી, ડાંગ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી આવતીકાલે એટલે કે 15 જુલાઈ સુધી સુરત અને દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.

નવસારીમાં બેફામ વરસાદને કારણે ઠેર – ઠેર જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે ત્યારે નવસારી રેલવે સ્ટેશન સહિતના આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક પર વરસાદી પાણી ફરી વળતાં સ્થિતિ કફોડી થવા પામી છે. રેલવે ટ્રેક પર પાણીનો ભરાવો થવાને કારણે મોટા ભાગની ટ્રેનો મંથરગતિએ દોડતા ટ્રેનોના શિડ્યુલ ખોરવાઈ જવા પામ્યા છે. અલબત્ત, રેલવે ટ્રેકના પાણી ઓસરર્યા બાદ જ ટ્રેન વ્યવહાર પૂર્વવત્ થાય તેવી શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં નવસારીના ચીખલી ખાતે બચાવ અને રાહતની કામગીરીને ધ્યાને રાખીને એનડીઆરએફની ત્રણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">