Anand : ઉત્તરાયણ પર્વે પક્ષીઓના જીવ બચાવવા વન વિભાગનું અભિયાન, સંભાળ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

Dharmendra Kapasi

|

Updated on: Jan 07, 2023 | 6:05 PM

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વન વિભાગે શરૂ કરેલ "જીવો અને જીવવા દો" ની જીવદયા ભાવના સાથેના આભિયાનમાં ઉત્તરાયણ પર્વના સમયગાળા દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર થઈ શકે તે માટે જાણકારી આપવા હેતુથી વોટસએપ નંબર તથા હેલ્પ લાઇન નંબર સેવા શરૂ કરવામાં આવી છે.

Anand : ઉત્તરાયણ પર્વે પક્ષીઓના જીવ બચાવવા વન વિભાગનું અભિયાન, સંભાળ કેન્દ્રો  શરૂ કરવામાં આવ્યા
Save Bird Campaign

ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદથી ઉજવીએ એની સાથે સાથે અબોલ અને નિર્દોષ પક્ષીઓના અમુલ્ય જીવને બચાવવાની આપણી નૈતિક ફરજ પણ છે. વર્ષ 2022 માં 9000 થી વધારે પક્ષીઓ ઉત્તરાયણના સમયે ઘાયલ થયા હતાં, જેમાથી 750 પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. તેથી વન વિભાગ અને સ્વૈચ્છીક સંસ્થાઓ અને સ્વયંમ સેવકોના સાથ અને સહકારથી “કરૂણા અભિયાન ” અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામા આવ્યુ છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે વન વિભાગે શરૂ કરેલ “જીવો અને જીવવા દો” ની જીવદયા ભાવના સાથેના આભિયાનમાં ઉત્તરાયણ પર્વના સમયગાળા દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર થઈ શકે તે માટે જાણકારી આપવા હેતુથી વોટસએપ નંબર તથા હેલ્પ લાઇન નંબર સેવા શરૂ કરવામાં આવી છે.

પક્ષીની સારવાર માટે તુરંત જ નજીકના સારવાર-બચાવ કેન્દ્રનો સંપર્ક સાધવો

વન વિભાગની માર્ગદર્શીકા મુજબ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જેમકે ફકત ઉત્તરાયણના દિવસે જ અને તેમાં પણ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક દરમિયાન જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખવો, ચાઇનીઝ કે સિંથેટીક દોરીનો ઉપયોગ ન જ કરવો, ઘાયલ પક્ષીને જોતા એના મોઢામાં પાણી કે ખોરાક ન મુક્વો કે જાતે જ સારવાર કરવાનો પ્રયત્ન ના કરવો, પરંતુ પક્ષીની સારવાર માટે તુરંત જ નજીકના સારવાર-બચાવ કેન્દ્રનો સંપર્ક સાધવો, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાકી બાસ્કેટ કે કાણાવાળા પુઠા રાખી સત્વરે પક્ષીને સારવાર કેન્દ્રમાં લઈ જવુ અને ઘરના ધાબા કે આજુ-બાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરી અને ગુચડાનો નિકાલ કરવો જોઇએ. આ પાવન પર્વના દિવસ દરમિયાન ફટાકડાં ફોડવાનુ અને લાઉડ સ્પીકર વગાડવાનું સદંતર ટાળવુ જોઇએ.

વન વિભાગ કંટ્રોલરૂમને ઘાયલ પક્ષીઓની જાણકારી આપી શકાશે

ઘાયલ પક્ષીની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સના ટોલ-ફ્રી નંબર – 1962 ઉપર ફોન કરીને સંપર્ક કરવાથી અને હેલ્પ લાઇન વોટસઅપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર કરૂણા (Karuna)મેસેજ ટાઇપ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રની માહિતી મળી રહેશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર ફોન નં. ૦૨૬૯૨-૨૬૪૮૫૫ ઉપર પણ સંપર્ક કરવાથી પણ વન વિભાગ કંટ્રોલરૂમને ઘાયલ પક્ષીઓની જાણકારી આપી શકાશે.

આ ઉપરાંત ઘાયલ પશુઓની સારવાર અને ત્યારબાદની સંભાળ માટેના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આણંદ તાલુકામાં (૯૫૮૬૪૦૪૧૭૧), આંકલાવ (૯૮૯૮૨૭૬૪૬૫), બોરસદ (૯૫૧૦૪૯૨૧૩૭), ખંભાત (૯૯૨૫૮૯૧૫૪૧), પેટલાદ (૯૦૩૩૯૭૧૬૦૬), ઉમરેઠ (૭૦૬૯૩૨૪૭૨૭), સોજીત્રા (૯૦૩૩૯૭૧૬૦૬), તારાપુર (૭૦૨૦૩૦૩૯૬૬) ઉપર પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંપર્ક કરી શકાશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati