આણંદ : અમૂલના 14 ડિરેક્ટરરો પર લાગેલા આક્ષેપોના ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કેવા ખુલાસા કરાયા

|

Jan 21, 2022 | 6:46 PM

અમૂલ ડેરી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તે સમાચાર પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. જેને,તેઓ અને તેમના ચુંટાયેલા સભ્યો ધરમૂળથી વખોડી નાંખતા હોવાની વાત કરી છે. તેમજ, સંઘનાં ડિરેક્ટરોને વસુલાત માટેનાં કોઇજ આદેશ ગુજરાતનાં સહકારી રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલ નથી તેવો ખુલાસો આપવામાં આવ્યો.

આણંદ : અમૂલના 14 ડિરેક્ટરરો પર લાગેલા આક્ષેપોના ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કેવા ખુલાસા કરાયા
Anand-Amul Dairy (file)

Follow us on

ખેડા (Kheda) જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. અમૂલ ડેરીએ (AMUL) 1946માં જીલ્લાનાં પશુપાલકોનાં આર્થીક હિત માટે સ્થપાયેલ સંસ્થા છે. ત્યારબાદ પશુપાલકોનાં પશુની તંદુરસ્તી જળવાઇ રહે અને દૂધ ઉત્પાદક્તામાં સતત વધારો થાય જેથી પશુપાલનનો ધંધો આર્થીક રીતે પોષણક્ષમ બની રહે તે હેતુથી સંઘ દ્વારા અમૂલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એશોસીયેશન (ARDA)ની વર્ષ 1964માં સ્થાપના કરવામાં આવી હતી. જે અંતર્ગત, આરડા દ્વારા સંઘ કાર્યક્ષેત્રમાં પશુ સ્વાસ્થય, પશુ સંવર્ધન અને આરોગ્ય રક્ષણ આપવાનાં હેતુસર કામગીરી કરવામાં આવે છે. આરડા દ્વારા દર વર્ષે પશુ સારવાર, કૃત્રિમ વિર્યદાન, ઓલાદ સુધારણા, વંધ્યત્વ નિવારણ કેમ્પ, સામૂહિક ચરમનાબુદી, સામૂહિક રસીકરણ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે.

સંઘ સાથે સંયોજિત તમામ સહકારી મંડળીઓ આરડાની સભ્ય છે. જેઓ પાસેથી આરડાઉપકર તરીકે ૦,૩૦ પૈસા પ્રતિ લિટર સેસ લેવામાં આવે છે.જેની આરડાની સાધારણ સભામાં હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરી સંમત્તિ આપવામાં આવેલ છે. જેની જાણ દરેક મંડળીઓને સંઘ તરફથી વખતો વખત દૂધભાવનાં પરીપત્રમાં દર્શાવીને કરવામાં આવે છે. આજ દિન સુધી કોઇપણ દૂધ મંડળી તરફથી આરડા ઉપકરની કપાત બાબતે કોઇપણ પ્રકારની અસંમત્તિ દર્શાવેલ નથી. આમ, તમામ મંડળીઓની સંમત્તિ છે જ.

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સાથે સંયોજિત તમામ સહકારી મંડળીઓ આરડાની સભ્ય છે. આ દરેક કામગીરી તથા સભાસદની નોંધણી સંઘ, આરડા અને મંડળીઓનાં પેટાનિયમો ધારાધોરણોને અનુસરીને જ કરવામાં આવે છે.અને આરડા દ્વારા સભ્ય મંડળીઓને તેમજ મંડળીઓનાં સભાસદોને (દૂધ ઉત્પાદકો ને) પુરી પાડવામાં આવતી સુવિધાઓ (સેવાઓ)નું મુલ્ય નાણાંમા નકકી થઇ શકે તેમ નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આરડા દ્વારા ગત વર્ષથી ઉચ્ચ ટેક્નોલોજી જેવીકે સેક્સ સીમેનનો ઉપયોગ ,ભૃણ પ્રત્યારોપણ અને ડીઝીટલ ટેગનો ઉપયોગ હાથ ધરવામાં આવેલ છે. કાર્યક્ષેત્રમાં 1500 થી વધુ પાડી- વાછરડીઓનો જન્મ થયેલ છે, બઝારમાં આ વીર્ય ડોઝની કીંમત રૂા. 900- થી વધુ છે, કે જે અમૂલ સભાસદોને માત્ર રૂા. 50/- માં આપવામાં આવે છે.

આરડા દ્વારા બમણાં દૂધ ઉત્પાદનનું લક્ષ્યાંક રાખી ઘણી બધી યોજનાઓનો અમલ ખુબજ મોટા પાયે કરવામાં આવેલ છે. જે વિષે જણાવું તો, પાડી – વાછરડાનાં જન્મથી લઇ તેઓનું વિયાણ થાય ત્યાં સુધીની યોજનાંઓ આરડા પ્રોજેક્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

પશુદાણની વાત કરવામાં આવે તો અમૂલ દ્વારા સભાસદોને આપવામાં આવતું દાણ, મિનરલ મિક્ષચરયુક્ત છે. જેનાં કારણે પશુની તંદુરસ્તીમાં સુધારો જોવા મળેલ છે. વખતો વખત આરડા ઉપકરમાં સુધારો સામાન્ય સભાનાં ઠરાવથી જ થયેલ છે, અને તમામ ઉપકરની રકમનો વપરાશ પશુપાલનલક્ષી કાર્યમાં જ થયેલ છે. તેમાં અમૂલ ડેરી દ્વારા કોઇપણ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ નથી.

આરડાની શરૂઆત ત્રિભુવનદાસ પટેલ તથા ડો. કુરીયનનાં નેતૃત્વમાં કરવામાં આવેલ, અને જે વ્યવસ્થિત માળખાં પેટા નિયમ થકી ચલાવવામાં આવે છે. અમૂલમાં આવતાં સઘળા દૂધ સંપાદનનો શ્રેય આરડા થડી ચાલતી પ્રવૃત્તિઓને જાય છે,, પ્રતિ લિટર 0.30 પૈસાનાં ઉપકરની રકમની સામે સભાસદ પશુપાલકોને સારી ગુણવત્તાની વેટરનરી સેવાઓ ખુબજ નજીવી કિંમતે ઘેરબેઠા અને ત્વરીત ઉપલબ્ધ થાય છે. જેથી સભાસદ પશુપાલકોનાં પશુઓનાં સારા આરોગ્યની જાળવણી પણ થાય છે. જેનાં કારણે પશુઓનાં વધુ દૂધ ઉત્પાદન ને કારણે તેઓને પણ આર્થીક લાભો વધુ પ્રાપ્ત થાય છે. આરડાનાં ડોક્ટરની એક વિઝીટ પાછળ જેટલો ખર્ચ થાય છે જેની સામે સભાસદો પાસેથી ખુબજ નજીવી રકમ લેવામાં આવે છે. આરડાને સભાસદ તરફથી પ્રતિ લિટર 0.30 પૈસા મળે છે, જેની સામે આરડાને પ્રતિ લિટર 0.65 પૈસા ખર્ચ થાય છે. આપડાને આ તફાવતની આર્થીક સહાય સંઘ ઘ્વારા જ પુરી પાડવામાં આવે છે.

સંઘનાં હિસાબોનાં ઓડિટ માટેની ગાઇડલાઇનમાં જણાવ્યા મુજબ, આરડા (સંશોધન અને વિકાસ મંડળ) ની નાણાંકીય જરૂરીયાતો દૂધ સંધ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમની આવકમાંથી પુરી પાડી શકે છે.

રાજયનાં અન્ય કેટલાંક જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘોમાં પણ સંશોધન અને વિકાસ મંડળો કાર્યરત છે. આ સંશોધન અને વિકાસ મંડળોમાં પણ દૂધ મંડળીઓનાં દૂધ બીલમાંથી પ્રતિ લિટરે નકકી કરેલ રકમની ઉપકર તરીકે કપાત કરી સદર નાણાં જે તે સંશોધન અને વિકાસ મંડળને જમા આપવામાં આવે છે.

આરડા ઉપકર થકી અમૂલ ડેરી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તે સમાચાર પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. જેને,તેઓ અને તેમના ચુંટાયેલા સભ્યો ધરમૂળથી વખોડી નાંખતા હોવાની વાત કરી છે. તેમજ, સંઘનાં ડિરેક્ટરોને વસુલાત માટેનાં કોઇજ આદેશ ગુજરાતનાં સહકારી રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલ નથી તેવો ખુલાસો આપવામાં આવ્યો.

આ પણ વાંચો : Beach Soccer : સુરત- દેવભૂમિ દ્વારકા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન બીચ સૉકર ટુર્નામેન્ટ યોજવા આતુર

આ પણ વાંચો : Vadodara : એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ, વિધાર્થીઓ અને સ્ટાફ સહિત 105 લોકો કોરોના સંક્રમિત

Next Article