Amreli : ડાલામથ્થાના ગઢ ગણાતા અમરેલીમાં એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત થવા પાછળના શું છે કારણો-વાંચો

Amreli: સાવજોના ગઢ એવા અમરેલીમા સિંહોના એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત થયા છે. એક મહિનામાં 11 સિંહોના મોતથી સિંહપ્રેમીઓ અને વનવિભાગમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે ત્યારે સિંહોના મોત કેમ થયા તે સૌથી મોટો સવાલ છે, શું સાવજો કોઈ જીવલેણ રોગમાં સપડાયા છે કે જાળવણીના અભાવે મોત થઈ રહ્યા છે. કોણ છે આખરે સિંહના દુશ્મન વાંચો અહીં

Amreli : ડાલામથ્થાના ગઢ ગણાતા અમરેલીમાં એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત થવા પાછળના શું છે કારણો-વાંચો
Follow Us:
| Updated on: Feb 06, 2024 | 10:37 PM

Amreli : સૌરાષ્ટ્રની શાન અને ગુજરાતની ઓળખ એવા અમરેલી અને ગીરના સાવજો ભારતની શાન છે. આ સિંહોને આજકાલ લાગી ગઈ છે. નજર. ગુજરાતી સાહિત્યમાં પણ આ સિંહો વિશે ઘણુ લખાયુ છે. રાષ્ટ્રીય શાયરનું જેમને બિરુદ અપાયુ છે એ ઝવેરચંદ મેઘાણીએ ગીરના આ સિંહ વિશે કહે છે કે,

ભૂહરી લટાળો , પોણા પોણા હાથની ઝાંકું , થાળી થાળી જેવડા પંજા , સાડા અગિયાર હાથ લાંબો, ગોળા જેવડું માથ, ગેંડાની ઢાલ જેવડી છાતી, કોળીમાં આવે એવી કડ્ય, દોઢ વાંભનું પૂંછડું – એ નો ઝંડો માથે લઈ હાલયો આવે., પોણા ગાઉ માથેથી વિસ્સેક ભેંસુની છાશ્ય ફરતી હોય એમ છાતી વગાડતો આવે.. જેની ઘડીએ પગની ખડતાળ મારે તે ઘડીએ ત્રણ ત્રણ ગાડાં ધૂળ ત્રણેક નાડાવા જાય એવો સિન્હ સામે આવતો હોય . . . .

તાજેતરમાં જ આપણે 10 ઓગષ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી ત્યારે આજે ગુજરાતના સિંહ વિશે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત થયા છે. જેનાથી સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે અને સૌથી મોટો સવાલ એ થાય કે આખરે આ સિંહોના દુશ્મન છે કોણ? શું બેદરકારીને કારણે સિંહોના મોત થઈ રહ્યા છે. શું જાળવણી અને વ્યવસ્થાના અભાવે સિંહોના અકાળે મોત થઈ રહ્યા છે?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 એક મહિનામાં 11 સિંહોના અકાળે મોત, જવાબદાર કોણ?

ગુજરાતના આ સિંહો એ સૌરાષ્ટ્રનું ઘરેણુ છે. સૌરાષ્ટ્રના આ સિંહો સમગ્ર દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે પરંતુ આ જે જંગલનો આ રાજા, આ ડાલામથ્થા, ગુજરાતનું ગૌરવ એવા સાવજો મરણપથારી પડ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.

અમરેલી જિલ્લાને ડાલામથ્થાનું ગઢ માનવામાં આવે છે. અહીં ખેતરોમાં કે સીમમાં જતી વેળાએ તમને સિંહનો ભેટો ન થાય તો જ નવાઈ. પણ આ સિંહોના જ ગઢમાં હવે તેઓ અસુરક્ષિત બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ડાલામથ્થાના આ ગઢમાં સિંહની પાછળ જાણે મોત પડ્યુ છે. માત્ર એક મહિનામાં 11 સિંહોના ટપોટપ મોત થયા છે. જેમા ક્યારેક કૂવામાં પડવાથી, ક્યારેક ઈનફાઈટમાં, ક્યારેક અવસ્થા તો ક્યારેક ટ્રેનની અડફેટે આવતા સિંહો મોતને ભેટી રહ્યા છે. આ 11 સિંહોના મોતની વાત કરીએ તો

  • ત્રણ સિંહોના ટ્રેનની અડફેટે આવતા મોત થયા છે
  • ત્રણ સિંહબાળના આંતરિક લડાઈમાં મોત થયા છે
  • એનિમીયા નામના રોગથી એક સિંહબાળ અને એક સિહણનું મૃત્યુ થયુ
  • કુવામાં પડવાથી 1 સિંહનું મોત થયુ
  • ઉંમરના કારણે એક સિંહનું મોત થયુ
  • બીમારીના કારણે એક સિંહનું મોત થયુ

સિંહોમાં દેખાયો એનિમિયા નામનો રોગ, 2 સિંહોનો લીધો ભોગ

અમરેલીમાં કેટલાક સિંહો એનિમિયા નામના રોગની ઝપેટમાં આવતા મોત થયા હોવાનું સામે આવ્યુ છે. બગસરાના શેલાણા અને હામાપરના સીમ વિસ્તારમાં 4 વર્ષની સિંહણનું એનિમિયા નામના રોગથી મોત થયુ. આ ઉપરાંત જાફરાબાદના નાગેશ્રીમાં 4 મહિનાના સિંહબાળનું પણ એનિમિયા નામના રોગથી મોત થયુ છે. બીમારીને કારમે સિંહોના મોત થતા વનવિભાગ અને સિંહપ્રેમીઓ ચિંતાગ્રસ્ત બન્યા છે. બીમારીને કારણે સિંહોના થતા મોતથી વનવિભાગ અને સિંહપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સિંહપ્રેમીઓએ વનવિભાગે આમા ગંભીરતા બતાવી તાત્કાલિક સચોટ તપાસ કરવી જોઈએ તેવી માગ કરી છે.

વર્ષ 2018માં CDV રોગથી 35 સિંહોના મોત

સિહોના એકસાથે આટલી મોટી સંખ્યામાં મોત થયા હોય તેવુ આ પ્રથમવાર નથી. વર્ષ 2018માં કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસે હાહાકાર મચાવ્યો હતો. જેમણે 35થી વધુ સિંહનો ભોગ લીધો હતો. વર્ષ 2020માં બેબસિયા નામના રોગને કારણે 30 સિંહના અકાળે મોત થયા હતા. એ વખતે અમરેલીના એકલા ખાંભા રેંજમાં જ 18 સિંહ મોતને ભેટ્યા હતા. સિંહોના આ મોતનો સિલસિલો અહીં જ નથી એટક્તો બેબસિયા રોગની તપાસ માટે કેન્દ્રમાંથી દિલ્હીની ટીમ પણ આવી હતી અને સિંહના સેમ્પલ પણ લેવાયા હતા. માહિતી એવી પણ સામે આવી હતી કે સક્કરબાગમાં ખાનગી રાહે બેબસિયાગ્રસ્ત જાનવરોની સારવાર પણ થઈ હતી.

શું છે કેનાઈન ડિસ્ટેમ્બર વેક્સિન (CDV)?

શ્વાનની લાળ દ્વારા નીકળતા આ વાયરસને કારણે આ રોગ વન્ય જીવોમા ફેલાય છે અને તે ઘણો જ ખતરનાક ગણાય છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાયરસ પ્રવેશે છે અને એક જ સપ્તાહમાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક સપ્તાહમાં જો તેની સારવાર ન કરવામાં આવે તો આ વાયરસ સતત દ્વીગુણ રૂપાંતરિત બમણી ઝડપે શરીરમાં પ્રસરીને જીવલેણ બની જાય છે.

CDV રોગના લક્ષણો

આ રોગ લાગુ પડ્યા પછી પ્રથમ ત્રણ દિવસ દરમિયાન સિંહો સુસ્તી અનુભવે છે તેમની પ્રવૃતિ હલનચલન ઘટી જાય છે. આંખોમાં બળતરા લાલાશ વર્તાય છે. પાંચ દિવસ દરમિયાન તેમને ભારે તાવ આવે છે, હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસરણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાયરસની અસર મગજ સુધી પહોંચે છે ત્યારે સિંહનું મોત થાય છે.

આ પણ વાંચો: Cyclone Biparjoy: સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર, સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ

ભૂતકાળમાં કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ અને બેબસિયા રોગ સિંહનો ભોગ લઈ ચુક્યા છે. જો કે એવુ નથી કે માત્ર બેબસિયા રોગ અને કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસને કારણે જ સિંહના મોત થાય છે. ઈનફાઈટ, કૂવામાં પડવાથી, ટ્રેનની અડફેટે આવવાથી કે અન્ય અપ્રાકૃતિક રીતે અને કુદરતી કારણોસર પણ સિંહોના મોત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની શાન અને ગુજરાતના ગૌરવ સમા આ સિંહોની જાળવણીમાં ક્યાંકને ક્યાંક વનવિભાગની બેદરકારી પણ સામે આવી છે અને સરકાર પણ જાળવણીમાં ઉણી ઉતરતી હોય તેવુ લાગી રહ્યુ છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">