AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીથી ભાજપે તદ્દન નવા ચહેરા પર ઉતારી પસંદગી, જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુતરીયાને આપી ટિકિટ

ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી જે 6 બેઠકો બાકી હતી તેના પર ભાજપે તેમના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. જેમા અમરેલીથી ભાજપે ભરત સુતરીયાને ટિકિટ આપી છે. ભરત સુતરીયા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત છે અને આ વખતે લોકસભા ચૂંટણીમાં તેઓ હવે કોંગ્રેસના જેની ઠુમ્મરને ટક્કર આપશે.

અમરેલીથી ભાજપે તદ્દન નવા ચહેરા પર ઉતારી પસંદગી, જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુતરીયાને આપી ટિકિટ
| Updated on: Mar 25, 2024 | 6:11 PM
Share

અમરેલી બેઠક પરથી અનેક નામો પર ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને અહીંથી ભાજપ કોઈ મહિલા પાટીદાર ચહેરાને ટિકિટ આપશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી હતી. આખરે આ તમામ અટકળોનો અંત આવ્યો છે અને ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરીયા પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે અહીંથી પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જેની સામે ભાજપે ભરત સુતરીયા પર પસંદગી ઉતારી છે.

કોણ છે ભરત સુતરીયા?

17 સપ્ટેમ્બર 1971ના દિવસે જન્મેલા ભારત સુતરીયા અમરેલી જિલ્લાના લાઠીના જરખિયા ગામના વતની છે. ભરત સુતરીયા હાલ અમરેલી જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ તરીક કાર્યરત છે. માત્ર ધોરણ 10 સુધીનુ શિક્ષણ તેમણે લીધુ છે. તેઓ 1990થી અમરેલી જિલ્લાના રાજકારણમાં સક્રિય છે અને વિવિધ પદો પર ફરજ બજાવી ચુક્યા છે. તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો

  • 2009થી 2011 સુધી લાઠી તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કામ કર્યું
  • 2010થી 2015 સુધી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા
  • 2019થી બાબરા નગરપાલિકાના પ્રભારી તરીકેની કામગીરી કરી
  • છેલ્લા 6 મહિનાથી તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે

ખેડૂત પુત્ર અને લેઉવા પાટીદાર ભરત સુતરીયાને ભાજપે આપી ટિકિટ

અમરેલીમાં ભાજપે સતત ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાને રિપીટ કર્યા બાદ આ વખતે તદ્દન નવા જ ચહેરાને મેદાને ઉતાર્યા છે. ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરીયાને લોકસભાની ટિકિટ મળતા જ સૌપ્રથમ તેમણે વડાપ્રધાન મોદી અને જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો. જે બાદ તેમણે મંદિરે જઈ ઈષ્ટદેવના આશિર્વાદ મેળવ્યા હતા. તેમના નામની જાહેરાત થતા જ તેમના ગામ લોકોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેમને વધાવ્યા હતા. સાથે તેમણે ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપના વિકાસકાર્યોથી જીત મળશે તેમા કોઈ શંકા નથી.

પાટીદાર વર્ચસ્વ ધરાવતી અમરેલી બેઠક પર કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અને પૂર્વ સાંસદના પુત્રી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જેઓ ઉચ્ચ અભ્યાસ ધરાવે છે અને લંડનમાં ભણેલા છે. તેમનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. જેની સામે ભાજપે ખેડૂત પરિવારના સંગઠનના કાર્યકર્તાને ટિકિટ આપી છે. ત્યારે બંને વચ્ચે ખરાખરીની ફાઈટ જોવા મળશે.

સતત ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયા રહ્યા સાંસદ

અમરેલી લોકસભા સીટ પરથી વર્ષ 2009 થી 2024 સુધી સતત નારણ કાછડિયા સાંસદ રહ્યા છે. તેમણે 2009માં કોંગ્રેસના નીલાબેન ઠુમ્મરને હરાવ્યા હતા. જે બાદ 2014માં કોંગ્રેસના વીરજી ઠુમ્મરને હરાવી ચુક્યા છે અને 2019માં કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવી ચુક્યા છે. જો કે આ વખતે ભાજપ પહેલેથી જ તેમને રિપીટ કરવાના મૂડમાં જણાતુ ન હતુ. આથી તેમને ટિકિટ નહીં મળે તે તો નક્કી જ હતુ અને તદ્દન નવા ચહેરાને આગળ કર્યો છે. ભાજપે 2009માં નારણ કાછડિયાને ટિકિટ આપી હતી ત્યારે તેઓ પણ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કાર્યરત હતા જેના 15 વર્ષ બાદ ફરી ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ પર ભરોસો મુક્યો છે.

આ પણ વાંચો: અમરેલી બેઠક પરથી કોંગ્રેસે શિક્ષિત, લડાયક, પાટીદાર યુવા મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મરની કરી પસંદગી 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">