અમદાવાદઃ મ્યુનિસીપલ કમિશનર નહેરા થયા હોમ ક્વૉરન્ટાઈન, કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ લીધો નિર્ણય
કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. મુકેશકુમાર અગાઉ પણ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ […]
કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. મુકેશકુમાર અગાઉ પણ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. તો રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે.
આ પણ વાંચો: વીજ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો કરાયો ઘટાડો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો