કાંકરિયા ઝૂમાં ઠંડીને લઈ વિશેષ વ્યવસ્થા કરાઈ, હાથીને માટે શિળાયાના વસાણા, જુઓ

ઠંડીનો ચમકારો શરુ થયો છે અને હવે તેના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ દરમિયાન હવે લોકોએ ગરમ વસ્ત્રોનો ઉપયોગ પણ વધારી દીધો છે. તમે તો હાલમાં ઠંડીની સામે ઉપાય કરી લીધો છે, પરંતુ પશુ પંખીઓ શુ કરતા હશે. ઠંડીને કારણે તકલીફ ના પડે એ માટે પ્રાણીસંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Nov 29, 2023 | 8:58 PM

ઠંડીનો ચમકારો વધતા જ તમને હવે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવાની જરુરીયાત વધી છે. લોકો આ દરમિયાન પોતાના શરીરને સાચવવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ વિચાર એ પણ આવતો હશે કે, પશુ પંખીઓ આ દરમિયાન શુ કરતા હશે. તેમને ઠંડીમાં પડતી મુશ્કેલીમાં પ્રાણીસંગ્રહાલયમાં શું કરવામાં આવતુ હશે.

તો જેમ લોકો ઠંડીમાં હીટરનો કે વસાણાનો ઉપયોગ કરતા હોય છે એવો જ ઉપાય અહીં પણ અજમાવવામાં આવતો હોય છે. જો ઠંડી સામે રક્ષણ ન મળે તો સ્વાસ્થને નુકશાન થાય છે.પશુ-પક્ષીઓને પણ આ જ બાબત લાગુ પડે છે.ઠંડીથી રક્ષણ આપવા માટે અમદાવાદના પ્રાણીસંગ્રહાલાયમા ખાસ વ્યવસ્થા કરાઇ છે. કોલ્ડ વેવ અને હીટવેવ ને કારણે પશુ-પક્ષીઓ .સજીવોને તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રાહાલયમા સીઝન પ્રમાણે પશુ-પક્ષીઓ માટે વ્યવસ્થા કરવામા આવે છે અને આ જ કરાણે પશુ-પક્ષીઓનુ સ્વાસ્થ જળવાઇ રહે છે.

આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર

અમદાવાદના કાંકરિયામાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની પ્રકૃતિ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેમાં વાઘ, સિંહ, મગર અને સાપ થી લઈ પક્ષીઓ સુધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ હિટર, બ્રુડર સહિતની તૈયારીઓ કરવામાં આવતી હોય છે.

વાઘ, સિંહ દીપડા વગેરે જેવા પ્રાણીઓના પાંજરા પાસે હીટર મુકવામા આવ્યા છે સાથે સાથે ધાસ પાથરવામા આવ્યુ છે. ધાસ પર બેસી તેઓ ગરમી મેળવી શકે છે. પક્ષીઓના કેઝ પર બ્રુડટ લગાવામા આવ્યા છે તો સાપ, કાચબા વગેરે માટે માટલા નીચે બલ્બની વ્યવસ્થા છે. બલ્બની મદદથી તેઓ ગરમી મેળવે છે. ઠંડીની સીઝનમા માનવીને શરદી-ઉધરસ થાય છે તો પશુ-પંખી રેસ્પાઇરેટ્રી ટ્રેક ઇન્ફેકશનનો ભોગ બને છે.તેઓને જરુરી મેડિકલ સારવાર આપવામા આવે છે.

હાથીને વસાણા ખવરાવાય છે

તમને જાણીને નવાઇ લાગશે કે માનીવી જ નહી પણ પ્રાણીઓને પણ વસાણાના લાડુ ખવડાવામા આવે છે.. હાથીને એટલે કે ગજરાજને ઠંડીની અસર અન્ય પક્ષીઓના પ્રમાણમાં વધારે થતી હોય છે. હાથીના શરીરનુ તાપમાન માણસ કરતા હોય છે. આમ હાથીને માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ હાથીને શિયાળામાં ખાસ પ્રકારના વસાણા ખવડાવવામાં આવે છે. જે માટે ચારથી પાંચ કિલોના લાડુ તૈયાર કરવામાં આવે છે. જે રોજ ખોરાક સાથે 8 લાડુ ખવરાવવામાં આવે છે.

હાથી માટે રાગી,કુથલીમાંથી લાડુ બનાવાય છે. માણસનુ તાપમાન 98.6 હોય છે જ્યારે હાથીને બાદ કરતા અન્ય પ્રાણીઓનુ તાપમાન 101 હોય છે હાથીનુ શરીરનુ ઉષ્ણતામાન 96 હોય છે,આથી ઠંડીમા ગજરાજનુ બોડી ટેમ્પરેચર જળવાય તે જરુરી છે. આથી તેને વસાણામા લાડુ ખવડાવાય છે. રાગી, કુલથી, ચોખા, ગોળ, સુંઠ , ટોપરુ માથી 4થી5 કીલો વજનનો એક લાડુ તૈયાર કરવામા આવે છે. કુલથી પ્રોટીનથી ભરપુર તો રાગીમા ભરપુર માત્રામા કાર્બોહાઇડ્રેડ હોવાથી શીયાળામા શક્તીવર્ધક બને છે. કુલથીને 6થી8 કલાક પલાળી તેને બાફવામા આવે છે. ત્યારબાદ તેમા રાગીનો પાઉડર, ચોખા, ગોળ, ટોપરુ ઉમેરી લાડુ તૈયાર કરાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
g clip-path="url(#clip0_868_265)">