પ્રેમ પ્રકરણ, તાંત્રિક વિદ્યા અને આર્થિક સંકડામણે યુવકનો ભોગ લીધો, 1 વર્ષ બાદ આત્મહત્યાનો ભેદ ખૂલ્યો

એક વર્ષ બાદ યુવકના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. સ્યુસાઈડ નોટ અને મોબાઈલ ની ચેટ સામે આવતા પરિવારજનોને પોલીસ પણ ચોકી ઉઠી. તાંત્રિક વિદ્યા, પ્રેમ પ્રકરણ અને આર્થિક સંક્રમણે યુવકનો ભોગ લીધો. અસલાલી પોલીસે મૃતકના મિત્રની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

પ્રેમ પ્રકરણ, તાંત્રિક વિદ્યા અને આર્થિક સંકડામણે યુવકનો ભોગ લીધો, 1 વર્ષ બાદ આત્મહત્યાનો ભેદ ખૂલ્યો
પોલીસે મિત્રની કરી ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 17, 2024 | 3:52 PM

અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલાં એક યુવકે આપઘાત કર્યો હતો. શરૂઆતમાં યુવકે અંગત કારણોસર આપઘાત કર્યો હોવાનું અનુમાન હતું. જોકે હવે એક વર્ષ બાદ મૃતક યુવકની બહેનને યુવકના કપડાં માંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. સાથે જ મૃતકનો મોબાઈલ ચેક કરતા ચોકાવનારી ચેટ પણ મળી આવી છે.

આમ જેના દ્વારા યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું કારણ સામે આવતા સમગ્ર કિસ્સો પોલીસ મથક પહોંચ્યો હતો. પોલીસ પણ સમગ્ર હકીકત સાંભળી ચોંકી ઊઠી હતી.પોલીસે હવે એક વર્ષ બાદ સામે આવેલા ખુલાસાને લઈ તપાસ શરુ કરી છે.

એક વર્ષ બાદ ભેદ ખૂલ્યો

લાંભા વિસ્તારમાં એક રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો દર્શન કાછીયા નામના યુવકે એક વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. હિંચકાના કડા સાથે દુપટ્ટો બાંધી યુવક દર્શન કાછીયાએ આપઘાત કર્યો હતો. જેને લઈ અસલાલી પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરી હતી.

Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ
Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત

જોકે પ્રાથમિક તપાસમાં દર્શન આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી હોવાનું સામે આવ્યું હતું. હવે એક વર્ષ બાદ સમગ્ર મામલાની હકીકત સામે આવતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. એક વર્ષ બાદ દર્શનના જે તે સમયના રાખેલા કપડાં માંથી તેની બહેનને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં માતા-પિતાને સંબોધીને આ સ્યુસાઈડ નોટ લખી હતી અને પોતે ક્રેડિટ કાર્ડ તેમજ લોનનાં હપ્તા ભરી શક્યો ન હતો તેવો ઉલ્લેખ કર્યો હતો.

મોબાઈલે વધુ ભેદ ખોલ્યા

આ સ્યુસાઈડ નોટમાં અન્ય એક વ્યક્તિને અપશબ્દ બોલી સંબોધન કરવામાં આવ્યું હતું. તેના કારણે મારે પૈસા ભરાયા નહિ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરિવારે સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી. સ્યુસાઈડ નોટ પરથી પોલીસ અને પરિવારને એવું લાગ્યું હતું કે આર્થિક સંકડામણને કારણે દર્શને આપઘાત કર્યો છે. જેની વધુ તપાસ પોલીસે શરૂ કરી હતી.

પોલીસ અને પરિવારજનોની વધુ તપાસ દરમિયાન મૃતક દર્શનનાં મોબાઈલ માંથી અમુક શંકાસ્પદ ચેટ મળી આવી. મોબાઇલ ડિટેઈલ પૂર્વક ચેક કરતા તેમાંથી એક વ્યક્તિ સાથેની ચેટ મળી આવતા સ્યુસાઈડ નોટમાં નામ વગર થયેલા યુવકની ડિટેઈલ મોબાઈલમાંથી મળતા આખરે પોલીસે એક વર્ષ બાદ પ્રેરણાનો ગુનો નોંધી આ વ્યક્તિની ધરપકડ કરી છે.

વશીકરણના બહાને પૈસા પડાવ્યા

પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે મૃતક દર્શન એક યુવતી સાથે એક તરફથી પ્રેમ હતો. જોકે આ યુવતી દર્શનને પ્રેમ કરતી ન હતી, જેને કારણે દર્શનના એક મિત્ર લલિત ગુપ્તાએ આ વાતનો ફાયદો ઉઠાવી દર્શન પાસેથી પૈસા પડાવવા માટે દર્શનને યુવતીનું વશીકરણ માટે તાંત્રિક વિદ્યા કરવા માટે જણાવ્યું હતું. મિત્ર લલિત ગુપ્ત તાંત્રિક વિદ્યા જાણતો હોય અને યુવતીને વશીકરણ કરી તેના પ્રેમમાં ફસાવવા વિદ્યા કરવા માટે જણાવ્યું હતું.

તાંત્રિક વિદ્યા માટે મિત્ર લલિત ગુપ્તાએ મૃતક દર્શન પાસેથી ટુકડે ટુકડે ચાર થી પાંચ લાખ જેટલા રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે તાંત્રિક વિદ્યા ન થઈ શકતા અને આ યુવતી દર્શનના પ્રેમમાં નહીં પડતા આખરે દર્શને સ્યુસાઈડ કર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક દર્શને તેના મિત્રને તાંત્રિક વિદ્યા માટે જે ટુકડે ટુકડે રૂપિયા આપ્યા હતા તે અલગ અલગ લોન તેમજ ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે.

મિત્રની કરાઈ ધરપકડ

આ ઉપરાંત દર્શન અને લલિત ની વ્હોટસેપ ચેટમાં અમુક મોર્ફ કરેલા ફોટો પણ મળી આવ્યા છે. જોકે દર્શનના સ્યુસાઈડ અને આ ફોટોને કોઈ લાગતું વળગતું નહીં હોવાનો પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટ અને મોબાઇલમાં મળી આવેલી ચેટનાં આધારે મૃતક દર્શનના મિત્ર લલિત ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે તાંત્રિક વિદ્યા તેમજ આર્થિક સંકડામણ અને યુવતીના પ્રેમમાં મળેલી નિષ્ફળતાને લઈને દર્શને આપઘાત કર્યો છે. આ ઉપરાંત અન્ય કોઈ કારણ દર્શનનાં આપઘાત પાછળ જવાબદાર છે કે કેમ અને સમગ્ર કેસમાં લલિતની વધુ કઈ પ્રકારની ભૂમિકાઓ છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">