અમદાવાદના ઇસમને શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ પડી મોંઘી, સાયબર ગઠિયાએ 1 કરોડ 97 લાખ 40 હજાર ઉસેલી લીધા

|

Jun 01, 2024 | 12:25 AM

એક ટોળકીના ઇસમોએ અમદાવાદના ઈસમ પાસે 1 કરોડ 97 લાખ 40 હજાર નું રોકાણ કરાવ્યુ. આ રોકાણ સામે 5 કરોડ કમાયાનું ઓનલાઈન વેબસાઈટમાં દર્શાવ્યું. 5 કરોડ મેળવવા માટે વિવિધ ટેક્સની રકમ ભરવી પડશે કહી ઠગાઈ કરી stock vanguard નામની કમ્પની ઉભી કરી app.alicexa.com વેબસાઇટ થકી ઠગાઈ કરવામાં આવતી હતી. 

અમદાવાદના ઇસમને શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ પડી મોંઘી, સાયબર ગઠિયાએ 1 કરોડ 97 લાખ 40 હજાર ઉસેલી લીધા

Follow us on

stock vanguard નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરી તેમને જુદા જુદા ગ્રુપમાં લોકો ને એડ કરી શેરબજારમાં રોકાણની ટીપ આપી મોટો નફો કરાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીના સાગરીતને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડયા છે.

app.alicexa.com નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી શેરનુ ખરીદી, વેચાણ કરાવવામાં આવતું હતું
બનાવટી એપ્લીકેશનમાં ઊંચું વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવી લેવામાં આવતા હતા

stock vanguard નામની કંપની ઉભી કરી

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધાયેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઈસમ ની કરાઈ ધરપકડ
ઠગ ટોળકી એ ફેબ્રુઆરી-2024 થી stock vanguard નામની કંપની ઉભી કરી ઠગાઈ ની ઓનલાઈન દુકાન શરૂ કરી હતી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મેસેજ ઉપર સંપર્ક કરી કૌભાંડ

stock vanguard કંપનીના સંચાલક કરણવીર ધિલોનના નામે તેમજ સુનીલ સિંધાનીયાના નામે જુદા જુદા મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ દ્વારા લોકો નો મેસેજ ઉપર સંપર્ક કરી તેમને જુદા જુદા શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કરાવી આપશે તેવી લાલચ આપી અમદાવાદ ના ઈસમ સાથે 1,97,40,000/-(એક કરોડ સતાણૂ લાખ ચાલીસ હજાર) ની ઠગાઈ કરી હતી.

ફરીયાદી રૂપિયા પાંચ કરોડ કમાયેલ છે તેવી ખોટી હકીકત દર્શાવી

1.97 કરોડ 40 લાખ જેટલી રકમના શેરનુ ખરીદ વેચાણ કરાવી તેના થકી ફરીયાદી રૂપિયા પાંચ કરોડ કમાયેલ છે તેવી ખોટી હકીકત દર્શાવી હતી. બાદમાં રોકાણ કર્તા આ પૈસા ઉપાડવા જતા તેમને પૈસા પરત નહી આપી જુદી જુદી ટેક્ષની રકમ માંગી ફરીયાદીએ મુળ ભરેલ કુલ રૂપિયા રૂપિયા 1,97,40,000/- (એક કરોડ સતાણૂ લાખ ચાલીસ હજાર) પણ આપ્યા નહોતા

ઠગ ટોળકી એ વોડાફોન આઇડીયા કંપનીના આવેલ આઇ.પીઓ માં 11 રૂપિયાનો શેર 6 રૂપિયામાં આપવાનું જણાવી રૂપિયા 1,06,25,000-/જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકોનું પગેરું મેળવી આ ઠગ ટોળકી ના સાગરીત ફેનિલકુમાર વિનુભાઇ ગોધાણીને ટેક્નિકલ પુરાવાઓ ને આધારે ઝડપી પાડી અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે
મલેશિયા તેમજ અન્ય જગ્યાઓ પરથી બેન્ક ખાતાઓ ઓપરેટ થતા હોવાનું સાયબર ક્રાઇમ સેલ ની તપાસ માં ખુલ્યું છે.

Published On - 12:01 am, Sat, 1 June 24

Next Article