બાલવાટિકા શરૂ કરવાના સરકારના નિર્ણયને શાળા સંચાલક મંડળે નકાર્યો, 6 વર્ષના નિયમમાં થોડી બાંધછોડની જરૂર, નવી શિક્ષણ નીતિ મુજબ શૈક્ષણિક સત્ર શરૂ કરવું મુશ્કેલ

|

Jan 13, 2023 | 6:04 PM

New Education Policy: નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રિ-પ્રાયમરી ત્રીજું વર્ષ ઉમેરવાની સરકારની યોજનાને શાળા સંચાલક મંડળે નકાર્યો છે. નવી શિક્ષણનીતિ અનુસાર જૂન 2023થી 6 વર્ષ પુરા ન કરનારા બાળકોને ધોરણ 1માં પ્રવેશ નહીં મળે અને તેમણે એક વર્ષ બાલવાટિકામાં ભણવાનુ રહેશે. આ નિર્ણયને કારણે રાજ્યના 3 લાખ બાળકોને અસર થશે.

બાલવાટિકા શરૂ કરવાના સરકારના નિર્ણયને શાળા સંચાલક મંડળે નકાર્યો, 6 વર્ષના નિયમમાં થોડી બાંધછોડની જરૂર, નવી શિક્ષણ નીતિ મુજબ શૈક્ષણિક સત્ર શરૂ કરવું મુશ્કેલ
બાલવાટિકા સામે વિરોધ

Follow us on

રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. વર્ષ 2020, 2021, 2022 અને 2022-23 એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને 6 વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ અપાયો છે. હવે જૂન 2023થી આ નિયમ ફરજિયાત અમલી થવાનો છે.

જેને લઈને વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છૂટ આપવા અને આ વર્ષ પુરતુ 1 લી જૂને 6 વર્ષ પુરા થયા ન હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ આપવાની માગ કરવામાં આવી છે. જો કે નિયમમાં કોઈ છૂટ કે ગ્રેસિંગ આપવાની સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

આ નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પુરા ન કરનારા બાળકો માટે સ્કૂલોમાં બાલવાટિકા શરૂ કરવાના નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. શાળા સંચાલક મહામંડળે બાલવાટિકાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખે કહ્યું કે સરકારે બાળકનું વર્ષ બચાવવા કંઈ કર્યું જ નથી. બાલવાટિકાના નામે માત્ર વચ્ચેનો રસ્તો આપવાનું કામ કર્યું.

સાથે જ કહ્યું કે સરકારે એક વર્ષ માટે ગ્રેસિંગ પિરિયડ આપવાની જરૂર હતી. જો 6 વર્ષના નિયમમાં થોડા દિવસની બાંધછોડ કરવામાં આવે તો મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થઇ જાય એમ છે. આ અંગે શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ જણાવે છે કે સરકાર નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે બાલવાટિકાની વ્યવસ્થા કરવા માગે છે તે અંતર્ગત કોઈપણ રીતે શરૂઆતના ત્રણ વર્ષ તો બાળકોએ બાલમંદિર કેજીના જ કરવા પડશે.

જેમા પહેલા ત્રણ વર્ષ કેજીના અને પહેલુ, બીજુ ધોરણ એ જે પાંચ વર્ગોનો સ્લેબ છે. સરકારની આ બાલવાટિકાવાળી વ્યવસ્થામાં પણ બાળકોને ધોરણ 1માં તો પ્રવેશ મળતો જ નથી. જેનો સીધો અર્થ તો બાળકોને કેજી રિપિટ કરાવવુ જ પડશે. જેમા કંઈ નવુ જણાતુ નથી. નવુ એ હોઈ શકે કે શિક્ષણ એ રાજ્ય સરકારનો વિષય છે અને રાજ્ય સરકારે એક વર્ષ પૂરતી જોગવાઈ આમા વિચારવી જોઈએ તેવુ શાળા સંચાલક મંડળનું પણ કહેવુ છે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

Next Article