Pravasi Gujarati Parv 2022 Day 2 Highlights : વિશ્વમાં ડંકો વગાડનાર ગુજરાતીઓએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કહી ગરવા ગુજરાતીઓની ગાથા

Mamta Gadhvi
| Edited By: | Updated on: Feb 03, 2024 | 1:40 PM

Pravasi Gujarati Parv 2022 Day 2 : સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં લગભગ 40% ભારતીય સમુદાય છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત ચરિતાર્થ કર્યું છે. ગુજરાતી જ્યાં પણ ગયા છે ત્યાં સફળતાની સિદ્ધિઓ હાંસલ કરી છે.

Pravasi Gujarati Parv 2022 Day 2 Highlights : વિશ્વમાં ડંકો વગાડનાર ગુજરાતીઓએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કહી ગરવા ગુજરાતીઓની ગાથા
Pravasi Gujarati Parv 2022

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ની (Pravasi Gujarati Parv 2022) ગઈકાલે શરૂઆત થઈ. કાર્યક્રમનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના(Amit Shah)  હસ્તે થયો હતો. આ મંચના માધ્યમથી આજે દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે. પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી (Film Industry) માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે જોવા મળશે. જે ગુજરાત (Gujarat) માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Oct 2022 07:41 PM (IST)

    વિશ્વમાં ગુજરાતી સમુદાય આશા, અપેક્ષા અને સફળતાની દીવાદાંડી : ભૂપેન્દ્ર પટેલ

    ભારત દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સિદ્ધિના શિખરો મેળવી રહ્યું છે. આ પર્વના આયોજન માટે હું બધાને શુભેચ્છા પાછવું છું. ગુજરાતી સમુદાય આશા, અપેક્ષા અને સફળતાની દીવાદાંડી છે. સમગ્ર વિશ્વમાં લગભગ 40% ભારતીય સમુદાય છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત ચરિતાર્થ કર્યું છે. ગુજરાતી જ્યાં પણ ગયા છે ત્યાં સફળતાની સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત આજે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં અગ્રણી છે. ગુજરાતમાં આજે વિશ્વ કક્ષાનું ઈન્ફાસ્ટ્રક્ચર છે. રાજ્યમાં હવે વિશ્વ કક્ષાની આરોગ્ય સેવાની વ્યવસ્થા છે. ગુજરાત સરકારની નીતિ સૌનો સાથ અને સૌનો વિકાસની છે તેમાં પ્રવાસી ગુજરાતી ઓ પણ સામેલ થયા છે. ગુજરાત સરકારે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સેવાનો ત્રિ-સ્તરીય અભિગમ અપનાવ્યો છે.

  • 16 Oct 2022 07:29 PM (IST)

    પૂરણપોળી, છુટી દાળ અને કઢીનું કોમ્બિનેશન થાય એટલે એક પાક્કો ગુજરાતી : રમેશભાઈ ઓઝા

    જે રીતે આઈક્યુ છે એવી રીતે ઈક્યુ હોય છે એવી જ રીતે લાગણી હોય છે. લાગણી હિન માણસ ભાવના હિન માણસ આગળ વધી વિકસી શકશે પણ સમાજ સાથે જોડાઈ નહીં શકે. રૂપિયા કેમ કમાવા એની આવડત મારામા આવે, ગુજરાતીમાં જીનેટીકલ બીજ છે જેમા વેપાર છે,જ્યાં જ્યાં ઉગે છે ત્યાં ત્યાં પુગે છે ભારતના લોકો એમ કહે આપણું સમાજ, આપણો ધર્મ એનાથી હવે બધા આગળ વધ્યા છે, નહી તો પહેલા સમાજમાંથી લોકોને બહાર કાઢવામાં આવે. પૂરણપોળી, છુટી દાળ અને કઢીનું કોમ્બિનેશન થાય એટલે એક પાક્કો ગુજરાતી. ધર્મને કારણે મનુષ્ય અન્યપ્રાણીઓ કરતા જુદો પડે છે, ધર્મ અને અદ્યાત્મા વચ્ચે ફર્ક સમાજતા કહે છે કે ધર્મ વ્યાયામ છે અને આધ્યાત્મિકતા ધર્મથી પ્રાપ્ત થતુ સ્વાસ્થય છે.

  • 16 Oct 2022 07:12 PM (IST)

    દ્વારકેશ લાલજી મહારાજે પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કર્યું સંબોધન

    પ્રેમ યજ્ઞ, સમન્વય યજ્ઞ, સંવાદ યજ્ઞનું સમાયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતીઓનું ગૌરવપૂર્વક ખૂબ જ સમ્માન થઈ રહ્યું છે. સંસ્કાર, સંસ્કૃતિઓ અને સભ્યતાઓ સમય સમય પર મહાનવિભુતિઓ તત્વવિધાનમાં પ્રેરણાથી સમય સમય પર નવા નવા કલેવરોને આત્મસાદ કરતું રહેવું છે. આપણાં ગુજરાતના કલ્ચર અને સંસ્કૃતિની વાત કરીયે તો એક ગુજરાતી બિઝનેસ દેશ અને વિદેશમાં કરી શકે છે. ગુજરાતી સમુદાયને ઈશ્વરે આપી છે એક વિશેષ કળ આપી છે, તે પોતાની જાતને જે ભાષામાં હોય, જે પ્રાંતમાં રહેતા હોય ત્યાં એકરસ થઈ જાય છે. ગુજરાતી લોકોના સંસ્કારની વાત કરીયે તો તે મહેમાનને આવકાર નથી આપતા પરંતુ પરિવારનું અંગ માને છે. ગોત્રની વાત કરીયે તો જે અપણું ગોત્ર છે તે ઋષિના આપણે સંતાનો છે.

  • 16 Oct 2022 06:06 PM (IST)

    ફિલ્મ, ફ્રેન્ડ્સ, ફૂડ એન્ડ ફેમિલી વેટિંગ ફોર ધ ફ્યુચર : પેન નલિન

    પેન નલિન એ નલિનકુમાર પંડ્યા તરીકે જાણીતા છે. તેમની ફિલ્મ છેલ્લો શો આ વખતે ઓસ્કાર એવોર્ડ માટે પસંદ થઈ છે. પેન નલિને વાત કરતા કહ્યું છેલ્લો શો ફિલ્મ ગુજરાતીમાં જ બનાવીશ તો જ તે વાસ્તવિક લાગશે અને તો જ જોવાની મજા આવશે. વિષયો અનેક હતા પણ પ્રોડક્શન કોસ્ટ હાઈ હતી. તેથી એવી સ્ટોરી શોધતો હતો જેમ ઓથેન્ટિક સ્ટોરી હોય અને તેના ડીએનએ મુજબ જ બનાવવા આવે તો જ તો જ લોકોને તે જોવી ગમશે. મારી ફિલ્મ છેલ્લો શો કાઠિયાવાડની આસપાસ ફરે છે. આ ફિલ્મની વાર્તામાં સમય નામનું કેરેક્ટર છે તેને ફિલ્મ જોવાની ઈચ્છા બહુ છે. પરંતુ તેની પાસે નાણાં નથી. જ્યારે તેની ફિલ્મ પ્રોજેક્શન કરતાં વ્યક્તિ સાથે મિત્રતા થાય છે. તેમજ તે તેને મફતમાં પ્રોજેક્શન રૂમમાંથી ફિલ્મ જોવા દે છે. ફિલ્મ, ફ્રેન્ડ્સ, ફૂડ એન્ડ ફેમિલી વેટિંગ ફોર ફ્યુચર એ પેન નલિને કહ્યું કારણ કે આ ફિલ્મ તેના પર આધારિત છે. અમને લાગતું ન હતું કે ફિલ્મ છેલ્લો શોને બધા તરફથી આટલો પ્રેમ મળશે, તેના વિશે મેં આટલું વિચાર્યું ન હતું. બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને દેશ-વિદેશમાંથી આ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળ્યો. ભગવાન છે કે નહિ તે સમજાવતા મારી મમ્મીએ મને કહ્યું, જમતી વખતે બધા ચર્ચા કરતા ભગવાન છે કે નહિ ત્યારે મારી મમ્મી ચૂપ બેસતી અને અંતમાં તે કહેતી તમે રસોઈ બનાવવામાં માનો છો. તો આ દુનિયા પણ કોઈએ બનાવવી છે તે ભગવાન છે. ફિલ્મ છેલ્લો શો પરથી વિદેશમાં ઈટાલીયન અને જાપાનીઝ ભાષામાં રેસિપી બુક બહાર પડશે. વિદેશમાં ફિલ્મમાં કામ કરવા માટે તેમને ભાષામાં તકલીફ પડતી નથી તેના જવાબમાં પેન નલિને કહ્યું જ્યાં પણ જવું ત્યાંની ભાષા અલગ હશે પણ સિનેમાની ભાષા એક જ છે.

  • 16 Oct 2022 05:27 PM (IST)

    મારે ગુજરાત પાસેથી ઘણું લેવું છે અને મારે ગુજરાતને ઘણું આપવું છે : અરુણા ઈરાની

    500 ફિલ્મ કરેલી અરુણા ઈરાનીએ વાત કરતા કહ્યું મને ગુજરાતીઓ આપણાં લાગે છે, ગુજરાતી લોકો બધું જ કરી શકે છે. દિલીપ કુમારે મને ફિલ્મી ટિકીટ આપી છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ જ કેમ કરો છો તે વિશે વાત કરતા કહ્યું મારે ગુજરાત પાસેથી ઘણું લેવું છે અને મારે ગુજરાતને ઘણું આપવું છે. જીવનમાં આગળ વધવા માટે તમારે એક એક ડગલું આગળ આવવું પડશે અને એના માટે તમારા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. રાજ કપૂર વિશે વાત કરતા કહ્યું જ્યારે એક એક્ટર જ એક ડાયરેક્ટર હોય તો તે આપણાને વધુ સમજી શકે છે અને તે આપણાને બીજા કરતા વધુ સમજાવી શકે છે. ગુલઝાર વિશે વાત કરતા કહ્યું તે ગંભીર લાગે છે પરંતુ તે બિલકુલ ગંભીર નથી. તમે જે છો તો રહો તો તમે આગળ વધશો.

  • 16 Oct 2022 05:13 PM (IST)

    વિદેશમાં તહેવારો અને ભોજનની ખૂબ જ યાદ આવે છે : હેલી મહેતા

    હેલીએ મુંબઈના સ્લમ વિસ્તારમાંથી શરૂઆત કરી હતી. તે હાલમાં વર્લ્ડ બેન્કમાં કામ કરી રહી છે. હું મારા ઘરને ખૂબ જ યાદ કરું છું. સંસ્થા સાથે જોડાયને હું જે વિદ્યાર્થીઓને ફાઈનાશિયલી સપોર્ટની જરૂર છે તેમને સપોર્ટ કરીયે છીએ. હેલીને વિદેશમાં તહેવારો અને ભોજનની ખૂબ જ યાદ આવે છે.

  • 16 Oct 2022 05:00 PM (IST)

    હું ગુજરાતી જેવી લાગતી નથી, પરંતુ હું એક ગુજરાતી જ છું : તરિના પટેલ

    મારો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે, પરંતુ મારી બોલવાનો લેહેકો ગુજરાતી છું. ભલે હું ગુજરાતી જેવી લાગતી નથી, પરંતુ હું એક ગુજરાતી જ છું.

  • 16 Oct 2022 04:44 PM (IST)

    સ્પોર્ટસ બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રી થઈ ગઈ છે : આસિફ યુસુફ કરીમ

    આસિફ યુસુફ કરીમ (જન્મ ડિસેમ્બર 15, 1963, મોમ્બાસામાં) કેન્યાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ ODI કેપ્ટન છે. આસિફે કહ્યું આજે પણ અમે ગુજરાતી કલ્ચર ફોલો કરી રહ્યા છે અમારા માતા-પિતાનું કલ્ચર ફોલો કરી રહ્યા છીએ. આજે આપણે ગુજરાતની પ્રગતિ તમામ જગ્યાએ થાય છે. ભારતીયો કેન્યા ગયા પછી સૌથી વધુ લોકો સ્પોર્ટમાં જોડાયા. કોઈ પણ વ્યક્તિ શાળા પછી સ્પોર્ટ એક્ટિવિટીમાં જોડાવા લાગી. સૌથી વધુ લોકો ક્રિકેટમાં જોડાયા. ભારત માટે તકો ઘણી છે તેના માટે યોગ્ય પર્યાવરણની જરૂર છે. સ્પોર્ટસ બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રી થઈ ગઈ છે. હેલ્થ માટે સારું છે તેમાં પૈસો પણ છે.

  • 16 Oct 2022 04:24 PM (IST)

    ભારતીયોને ફીઝી જવા માટે વિઝાની જરૂર નથી : યોગેશ પૂંજા

    અમારા માટે ગુજરાતી ફંક્શનમાં જવું હોય તે એક ચેલેન્જ છે. મારો જન્મ ફીઝીમાં થયો છે, અમારી પાંચ છેલ્લી પેઢીઓનો જન્મ ફીઝીમાં થયો છે. મારાં વિચારોમાં એક ગુજરાતી રહેલો છે. ફીઝીથી લોકો ભારતમાં હાયર એજ્યુકેશન માટે આવે છે. ભારતીયોને ફીઝી જવા માટે વિઝાની જરૂર નથી.

  • 16 Oct 2022 04:18 PM (IST)

    દુનિયાની તમામ સરકાર ગુજરાતીઓને બિરદાવે છે : રોહિત વઢવાણા

    રોહિત વઢવાણા 2010માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસ અને લંડનમાં ભારતના હાઈ કમિશનમાં રાજદ્વારી હોદ્દા પર રહ્યા છે. તેમણે ગલ્ફ ડિવિઝનમાં અન્ડર સેક્રેટરી તરીકે વિદેશ મંત્રાલય, નવી દિલ્હીમાં પણ સેવા આપી છે, રોહિત વઢવાણા પાસે કાયદામાં સ્નાતકની ડિગ્રી અને પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ છે. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફારસી ભાષામાં નિપુર્ણ છે. રોહિત કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે કાર્યરત છે

    ગુજરાતી લોકો પોતાનું કલ્ચર અને પરિવારને સાથે લઈને જાય છે. ગુજરાતી લોકો પોતાની સાથે પોતાના રીતિ-રિવાજો લઈને જાય છે. ગુજરાતી જરૂર પડે ત્યારે ફાફડાં જેવા અને જરૂર પડે ત્યારે જલેબી જેવા બની જાય છે. દુનિયાની તમામ સરકાર ગુજરાતીઓને બિરદાવે છે. યુકેમાં ભારતના સૌથી વધુ રોકાણકારો છે. દુનિયામાં ગુજરાતી લોકો કોમર્સ, કલ્ચર અને ચેરિટીનું સમ્માન કરે છે.

  • 16 Oct 2022 04:13 PM (IST)

    અમે હજુ કાઠિયાવાડી છીએ : નીમિષા વાધવાણી

    નિમિષા વાધવાણી વિશ્વભરમાં રાજદ્વારી તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરીને યુગાન્ડા માટે એક નેતા સુધી મહિલાઓની પ્રેરણા બની છે, તેમની વૃદ્ધિ, સામાજિક કલ્યાણ અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવાની પ્રતિબદ્ધતા, તમને વૈશ્વિક સ્તરે તમામ મહિલાઓ માટે પ્રેરણાદાયી આઇકન બનાવે છે. તે પહેલાં પેરિસ સ્થિત ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને યુનેસ્કોમાં યુગાન્ડાની રાજદૂત હતી.

    નીમિષા વાધવાણીએ વાત કરતા કહ્યું તમે બધા આવતા વર્ષે દિવાળી સેલિબ્રેટ કરવા માટે બધા યુગાન્ડા આવશો. અમારો પરિવાર હજુ ગુજરાતી ભોજન જમે છે. અમે હજુ કાઠિયાવાડી છીએ. બધા દેશોમાંથી લોકો ત્યાં બિઝનેસ કરવા યુગાન્ડા આવે છે. શાહરુખ ખાનના યુગાન્ડાની ક્રિકેટ ટીમને પોરબંદર લાવીને ટીમને શીખવાડે છે. મણિપુરી ડાન્સિંગ યુગાન્ડાની છોકરીઓ પોરબંદર આવીને શીખી છે.

  • 16 Oct 2022 03:08 PM (IST)

    નવી પેઢી અને જુની પેઢીના વિચારોને સાથે લઈને આગળ વધાય: મુંજાલ શાહ

    તો મુંજાલ શાહે ભારતની ધરતી પર જ રહીને નવા વિચારોને જગ્યા આપવા શું કર્યુ તે અંગે ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ના મંચ ઉપર પોતાના અનુભવો દર્શાવ્યા. તેમણે જણાવ્યુ કે, આજના યુવાનોમાં જલ્દીમાં જલ્દી પોતાના ધ્યેય સુધી પહોંચવાનો અને સપના પુરા કરવાનો જુસ્સો હોય છે. ત્યારે જુની પેઢી અને આજની યુવા પેઢીના વિચારો સાથે મિક્સ એન્ડ મેચ કરીને આગળ વધી શકાય છે. મુંજાલ શાહે જણાવ્યુ કે મને કામમાં આ સફળતા મળશે તેના વિશે પહેલા ક્યારેય વિચાર્યુ પણ નહોતુ. પણ જે મળ્યુ છે તેને હું આશીર્વાદ સમાન માનુ છુ. જો કે ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે. ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી વિકસી રહી છે. પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજી સાથે દેશ માટે અનન્ય અને મજબૂત સંરક્ષણ પ્રસ્તાવો બનાવવાથી લઈને, યુવા વૈશ્વિક નેતા તરીકે પ્રેરણારૂપ બનવા સુધીનું કામ મુંજાલ શાહે કર્યુ છે. તો નિલેશ મકવાણા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન ઉદ્યોગસાહસિક છે. નિલેશે માઈક્રોસોફ્ટ ગોલ્ડ પાર્ટનર નામની ટેક ફર્મની સ્થાપના કરી છે. ટેક ફર્મ ઉપરાંત, તેણે તેના બિઝનેસ પાર્ટનર વિન્સેન્ટ લેમ સાથે ઓસ્ટ્રેલિયામાં ઈલુમિનેન્સ સોલ્યુશન્સની સ્થાપના કરી છે.

  • 16 Oct 2022 02:41 PM (IST)

    વિદેશની ધરતી પર પોતાનું સ્થાન બનાવવાનો પડકાર: નિલેશ મકવાણા

    પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના મેનેજીંગ ડિરેક્ટર મુંજાલ શાહ અને ગ્લોબલ એવોર્ડ વિનિંગ ટેકનોલોજી કંપની ઇલ્યુમિનેટ સોલ્યુશનના CEO નિલેશ મકવાણાએ ‘પ્રવાસી ગુજરાતી પર્વ 2022’ના મંચ ઉપર હાજરી આપી. નિલેશ ભાઇએ સેશનમાં જણાવ્યુ હતુ કે, તમે જ્યારે કોઇ પણ નવો બિઝનેસ કે વેન્ચર ચાલુ કરો છો. ત્યારે ગાંધીજીનું એક વાક્ય યાદ આવે છે કે, પહેલા લોકો તમારો વિરોધ કરશે અને પછી તમારી વાતને સાંભળશે. પછી તમારી વાતમાં જોડાશે અને પછી તમને તે ફોલો કરશે. એટલે કે તમે જ્યારે પણ નવુ કામ ચાલુ કરશો ત્યારે મુશ્કેલી તો આવશે. તેમણે જણાવ્યુ કે મે વિદેશની ધરતી પર જઇને બિઝનેસ પર ધ્યાન આપ્યુ હતુ. જોબ પર નહીં. જો આપણે ભારતની ધરતીના મહાન વ્યક્તિઓના વિચારોને અનુસરીએ તો સફળ થઇ શકીએ છીએ તેમ જણાવ્યું હતું.

    વિદેશી ધરતી પર આવેલા પડકારોમાં નિલેશ મકવાણાએ જણાવ્યુ હતું કે તમે તમારુ ભોજન, તમારો પોતાનો દેશ, આપણું પોતાનું વાતાવરણ, આપણી ભાષાથી દુર રહેવાના પડકારોનો સામનો કરવો પડે છે. તેનાથી મોટુ ચેલેન્જ કોન્ફીડન્સનું છે. ત્યાં તમને બિઝનેસ ચાલુ કરવામાં એક ડર જેવુ લાગે છે. જો કે આ ડરને છોડીને ગુજરાતીઓ વિશ્વમાં દરેક જગ્યાએ છે તેવુ માનીને ચાલીએ તો આપણે બિઝનેસમાં સફળ થઈ શકીએ છીએ.

  • 16 Oct 2022 02:19 PM (IST)

    VIDEO : શાળા કરતાં અનુભવોએ વધુ શીખવ્યું- મેન્ટાલિસ્ટ સુહાની શાહ

    સુહાની શાહ એક મેન્ટાલિસ્ટ છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે, તેણે ટીવીમાં એક  વખત જાદુ જોયા બાદ જુસ્સાને આગળ વધારવા માટે તેણે 2 ધોરણમાં જ અભ્યાસ છોડી દીધો. સમગ્ર વિશ્વમાં તેના સતત પ્રવાસને કારણે તેણે ઘરે જ શાળા બનાવી હતી. સુહાનીએ ક્યારેય ઔપચારિક શિક્ષણ લીધું ન હતું. તેમણે કહ્યું હતુ કે, "શાળા જે કરતાં અનુભવોએ વધુ શીખવ્યું છે". તમને જણાવી દઈએ કે, તેમણે તેનો પહેલો સ્ટેજ શો અમદાવાદમાં જ કર્યો હતો.

  • 16 Oct 2022 02:12 PM (IST)

    UK અને ઓસ્ટ્રોલિયામાં સ્ટોર કલ્ચર એ ભારતની દેન - પીટર કૂક

    પોતાના સંબોધનમાં UK ના ડેપ્યૂટી કમિશ્નર પીટર કૂકે કહ્યું કે, હું પણ એંગ્લો ઈન્ડિયન છુ, મારો બંગાળના કોલકતામાં જન્મ થયો હતો. તેમણે અહીંની સંસ્કૃતિની પ્રશંશા કરતા કહ્યું કે, UK અને ઓસ્ટ્રોલિયામાં સ્ટોર કલ્ચર એ પણ ભારતની દેન છે.

  • 16 Oct 2022 02:06 PM (IST)

    ગુજરાતીઓ તેમની ભાષા અને બોલચાલથી અલગ તરી આવે -જોડી મેકે

    ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ સાઉથ વેલ્સમાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા જોડી મેકેએ કહ્યું કે, ગુજરાતીઓ તેમની ભાષા અને બોલચાલથી અલગ તરી આવે છે.આ સાથે તેણે વડાપ્રધાન મોદીના પણ વખાણ કર્યા. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયન સંસદમાં સાડી પહેરનાર તેઓ પ્રથમ મહિલા હતા. તો મહિલાઓને સશક્ત બનાવવા માટે તેઓએ પ્રેરણારૂપ કામગીરી કરી છે.

  • 16 Oct 2022 01:49 PM (IST)

    TV9 ગુજરાતી અને AIAN ને આ પહેલ બદલ અભિનંદન - હર્ષ સંઘવી

    ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ સાથે TV9 ગુજરાતી અને AIANA ને આ પહેલ બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, આ ચેનલે માત્ર પ્રજાનો પ્રશ્ન નથી ઉઠાવ્યો પરંતુ આ ધરતીને ગુજરાતીઓ સાથે જોડ્યા છે.

  • 16 Oct 2022 01:47 PM (IST)

    વિદેશમાં વસતા NRI હંમેશા ગુજરાતીઓની પડખે ઉભા રહ્યા છે - હર્ષ સંઘવી

    અમદાવાદ એરપોર્ટથી ઉતરો ઉતર ગુજરાત સુધી જાવ ત્યારે પોલીસને કારણે ઘણી તકલીફ પડતી હતી. પરંતુ છેલ્લા બે મહિનામાં અમે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઉભી કરીશુ, ગુજરાતમાં 2002થી 2022થી લઈ સહકારથી લઈને સંઘર્ષની યાત્રામાં NRI મિત્રો પણ હંમેશા ગુજરાતીઓની પડેખે ઉભુ રહ્યા છે. તો વધુમાં કહ્યું કે, કોરોના કાળમાં સૌથી વધારે મદદ પણ વિદેશી વસતા ગુજરાતીઓની મદદ મળી છે. આ સાથે TV9 ગુજરાતી અને AIAN ને અભિનંદન પાઠવ્યા.

  • 16 Oct 2022 01:44 PM (IST)

    ગુજરાતના વિકાસમાં NRI નો મહત્વનો ફાળો - હર્ષ સંઘવી

    ગૃહ મંત્રી હર્ષ સંધવીએ તેના સંબોધનમાં કહ્યું કે, વિદેશમાં વસતા ગુજરાતીઓનું અહીં સ્વાગત કરૂ છુ. આ સાથે તેઓ હળમા મૂડમાં જોવા મળ્યા તેમણે કહ્યું કે, આપણા દેશનું પોલિટિલક કલ્ચર બદલાઈ રહ્યું છે. સામે વાળાને ઉંઘ ન આવે ત્યાં સુધી માઈક ન છોડવું એ હવે બદલાયુ છે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતના વિવિધ ગામોમાં જે પ્રકારે વિકાસ કામો થયા છે, તેમાં તમારો મહત્વનો સહયોગ મળ્યો.

  • 16 Oct 2022 12:55 PM (IST)

    હું પાક્કો ગુજરાતી છું, મફતમાં મળે તો ખુશી વધુ માણી લઉં છુ - નિલેશ શાહ

    વધુમાં એક કિસ્સો શેર કરતા કોટક મહિન્દ્રાના MD નિલેશ શાહે કહ્યું કે, જ્યારે હું અમેરિકાના એક એપલ શો રૂમ માં ગયો , ત્યાં મેડ ઈન ઈન્ડિયાના બોક્સ પડ્યા હતા. ત્યાંના સેલ્સમેને કહ્યું કે, કંઈ મદદ કરૂ. મેં કહ્યું, હું પાક્કો ગુજરાતી છું... મફતમાં મળે તો ખુશી વધુ માણી લઉં છુ.

  • 16 Oct 2022 12:53 PM (IST)

    લોકલ માર્કટના આધારે ભારત આગળ વધે છે - નિલેશ શાહ

    કોટક મહિન્દ્રાના MD નિલેશ શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતનો આજે અર્થવ્યવસ્થા 5 મા નંબરે છે, 2028 માં IMF ના મતથી ભારત હજુ આગળ પહોંચી જશે. દુનિયા બીજાને ટોપી પહેરાવીને આધારે વધે છે, પરંતુ આપણે લોકલ માર્કટના આધારે આગળ વધીએ છીએ. ભારત આજે વિકાસના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

  • 16 Oct 2022 12:42 PM (IST)

    સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

    ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ગુજરાતની ચૂંટણી આ વખતે એટલા માટે મહત્વુની છે કે વડાપ્રધાન મોદીના હાથ મજબુત કરવા છે. તો વધુમાં ઉમેર્યું કે, આવનારી ચૂંટણીમાં અનેક લોકો આવ્યા છે. કાખઘોડીપર કોંગ્રેસ ઉભી થઈ રહી છે, પરંતુ હવે કોંગ્રસે પાર્ટી સિમિત થઈ ગઈ છે. માત્ર રાજસ્થાનમાં જ તેમની સરકાર છે. આ પાર્ટી મા,દિકરો અને જમાઈની પાર્ટી બની ગઈ છે. તો આ સાથે અન્ય પાર્ટી પર બોલતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં જાવ તો બાપ-દિકરાની પાર્ટી. પશ્વિમબંગાળમાં જાવ તો દીદી અને ભત્રીજાની પાર્ટી. દરેક પ્રાદેશિક પાટી મર્યાદિત થઈ ગઈ, અને તેમના પરિવારનું હિત જ જુએ છે.

  • 16 Oct 2022 12:39 PM (IST)

    ભ્રષ્ટાચારને ડામવાનો સરકારે પ્રયાસ કર્યો - સી આર પાટીલ

    તો વધુમાં કહ્યું કે, પહેલા ભ્રષ્ટાચારની બુમો પહેલા પડતી હતી, આજે ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચારને ડામી શકાયો છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ અન્ય દેશની ભ્રષ્ટાચારની તુલના થતી હશે તો તમે દુ: ખી થતા હશો, પરંતુ આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે ડામી દઈશું.

  • 16 Oct 2022 12:26 PM (IST)

    આપેલ વચન માટે ભાજપ પ્રતિબદ્ધ- સી આર પાટીલ

    વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં અંબાજી, સોમનાથ મંદિરનો વિકાસ કર્યો છે. દરેક વખતે તમે જાશો તો કંઈક નવુ દેખાશે. મંદિરોમાં સુવિધાથી લઈ અનેક વિકાસના કામો થયા છે. દેશમાં એક ટંક પણ કોઈ ભુખ્યા સુતો ન હોય તેવુ નરેન્દ્રમોદીના સમયગાળામાં નથી બન્યું. મહિલાઓથી દરેક વર્ગ માટે યોજનાઓ બનાવી અને દરેક લોકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા પણ દેખાડી. રામંદિર, 370 કલમ થી લઈ દરેક નિર્ણયો લઈને વડાપ્રધાને સાબિત કર્યું કે ભાજપે આપેલ વચન માટે તે પ્રતિબદ્ધ છે.

  • 16 Oct 2022 12:23 PM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખે નામ લીધા વગર AAP પર નિશાન સાધ્યું

    તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં હવે તો ગુજરાત વિધાનસભા ડોકિયા લઈ રહ્યું છે. તમને ચિંતા થતી હશે, પરંતુ એક ભાજપ પ્રદેશ પ્રમુખની મળેલી જવાબદારીને લઈ કહું છું કોઈ ચિંતાનુ કારણ નથી. આપના આશીર્વાદથી નાની- મોટી ચિંતાપણ દુર થઈ જશે. વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખે નામ લીધા વગર આપ પર નિશાન સાધ્યું. કહ્યું કે, લોકશાહીમાં કોઈ પણ રાજકીય પાર્ટી લડવા પોતાનો મુદ્દો રાખી શકે, પરંતુ લોકોને ગેરમાર્ગ ન દોરી શકાય.ગુજરાતમાં રહેતા લોકોને કોઈ મફતની ઓફર આપીને લોભવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ એમને કહી દઉં કે, તમે ખોટી જગ્યા પર છે. ગુજરાતીઓ આપવા માટે હાથ લંબાવે છે, માગવા માટે નહીં. વધુમાં તેમણે ઉમેર્યું કે, કોરોનાનો સમય હતો, ત્યારે પણ ગુજરાતના લોકોને ચિંતા નથી થઈ કારણ કે ગુજરાતીઓ બચત કરે છે.

  • 16 Oct 2022 12:19 PM (IST)

    ગુજરાતીઓને સહાનુભુતિની જરૂર નથી હોતી -સી આર પાટીલ

    આ સાથે તેમણે ઉમેર્યું કે, ગુજરાતીઓ પહેલા વેપાર અને ધંધોમાં આગળ હતા, હવે તો અનેક ક્ષેત્રોમાં ગુજરાતીઓ મહત્વનું સ્થાન નિભાવે છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પોતાનું આગવુ સ્થાન ઉભુ કર્યું છે. ગુજરાતી ક્યારેય નબળા નથી હોતા, એમને કોઈની સહાનુભુતિની જરૂર નથી હોતી.

  • 16 Oct 2022 12:17 PM (IST)

    ગુજરાતીઓ હંમેશા મદદ માટે હાથ લંબાવે - સી આર પાટીલ

    વધુમાં સી આર પાટીલે કહ્યું કે, મને લોકસભામાં અલગ-અલગ પ્રદેશના સાંસદ પુછે છે કે, ગુજરાત અને ગુજરાતીઓ શું છે...? મેં કહ્યું એના માટે તમારે ગુજરાત રહેવુ પડે...પરંતુ શબ્દોમાં વર્ણન કરુ તો ગુજરાતીઓ હાથ લંબાવે તો આપવા માટે, માગવા માટે નહીં.

  • 16 Oct 2022 12:08 PM (IST)

    ગુજરાતીઓએ ટેલેન્ટ અને સાહસવૃતિથી અલગ ઓળખ ઉભી કરી - સી આર પાટીલ

    પોતાના સંબોધનની શરૂઆત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આપ પાટીલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યલાય કમલમમાં ગઈકાલે ભોજનનો કાર્યક્રમ હતો. પરંતુ મારી વ્યસ્તતાને કારણે હું જોડાઈ શક્યો નહી, એના માટે હું માફી માગુ છુ. અહીં ઉપસ્થિત ગુજરાતીઓ વિદેશ ગયા અને આ દેશોમાં ટેલેન્ટ અને સાહસને કારણે ગુજરાતીઓની વિશેષ ઓળખ ઉભી થઈ. આપ સૌનું વિદેશના વિકાસમાં પણ યોગદાન છે.

  • 16 Oct 2022 12:01 PM (IST)

    સી આર પાટીલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ.

  • 16 Oct 2022 11:46 AM (IST)

    ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'

    ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... ’ દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓ આજે એક છત હેઠળ એકઠા થઇ રહ્યા છે.

  • 16 Oct 2022 10:27 AM (IST)

    માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો પ્રયાસ

    ગુજરાત એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જૂ છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો આશરે 30 ટકા છે. વર્ષ 2021માં ભારતના GDPમાં ગુજરાતનો હિસ્સો 8.36 ટકા હતો. વાર્ષિક ઔદ્યોગિક સર્વ અનુસાર, ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18.1 ટકા હિસ્સા સાથે ટોચ પર છે. માર્ચ-2022માં રજૂ થયેલા ગુજરાતના બજેટ અનુસાર વર્ષ 2022-23 માટે ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્કટ એટલે કે GSDP 288.73 બિલિયન ડોલર અંદાજવામાં આવી છે. ગુજરાતની આ ઔદ્યોગિક પ્રગતિમાં ગુજરાત ઉપરાંત વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓનો પણ ફાળો છે અને ‘પ્રવાસી ગુજરાતી પર્વ’માં ગુજરાતના આવા જ અનેક પનોતા પુત્રો ઉપસ્થિત રહી માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરશે.

  • 16 Oct 2022 10:24 AM (IST)

    ગુજરાતીઓનો વિશ્વમાં ડંકો

    ગુજરાતીઓ દુનિયાના ભલે ગમે તે છેડે વસવાટ કરતા હોય પરંતુ તેમનું ગુજરાતીપણું એટલે કે ભાષા, ખોરાક, રહેણી-કરણી, વેશભૂષા, ઉદ્યમશીલતા અને વ્યવહાર તેમજ વર્તનથી તે આખા વિશ્વમાં અલગ તરી આવે છે. પોતાની મહેનત અને કોઠાસૂઝથી જે દેશોમાં જાય છે ત્યાં પ્રગતિના અભૂતપૂર્વ શિખરો સર કરે છે.

  • 16 Oct 2022 10:19 AM (IST)

    વિશ્વમાં ફર્યો પણ ગુજરાતનો આનંદ અલગ - અનીસ બાઝમી

    બોલિવૂડ ડિરેક્ટર અનીસ બાઝમીનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. અનીસના પત્ની મૂળ મોડાસાના છે. મોટાભાગના સંબંધી ગુજરાતી છે અને ઘરે બાળકો પણ ગુજરાતીમાં જ વાતચીત કરે છે. બોલિવુડમાં નામના મેળવનારા અનીસની ઈચ્છા ગુજરાતી ભાષા અને ગુજરાતમાં પણ એક ફિલ્મ બનાવવાની છે.

  • 16 Oct 2022 10:13 AM (IST)

    આ મહાનુભાવો આજે કરશે સંબોધન

  • 16 Oct 2022 09:36 AM (IST)

    પ્રવાસી ગુજરાતી પર્વમાં વિચારોનું આદાનપ્રદાન

    પ્રવાસી ગુજરાતી પર્વમાં વિદેશમાં વસતા અને મૂળ ગુજરાતના એવા અનેક ઉદ્યોગપતિઓ છે કે જેમનો વેપાર ભારત સાથે સંકળાયેલો છે. ભારતમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રોજગારી વધારવામાં આપણા ગુજરાતી ઉદ્યોગપતિઓનો ઘણો મહત્વનો ફાળો છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે અને અવનવા આઇડિયા થકી વતન ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન રજૂ કરશે.

  • 16 Oct 2022 09:33 AM (IST)

    ‘ગ્રોથ એન્જિન’ ગુજરાત કરશે ભારતનો બેડો પાર

    દેશ અને દુનિયામાં ‘ગુજરાત અને વિકાસ’ શબ્દ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે, ત્યારે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાન મોદીના લક્ષ્યાંકમાં ગુજરાતનો મુખ્ય રોલ રહેવાનો છે તે નિશ્ચિત છે. PM મોદીના સબળ નેતૃત્વ અને નીતિઓને કારણે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો પણ વડાપ્રધાનની વિકાસયાત્રામાં જોડાયા છે.

  • 16 Oct 2022 09:30 AM (IST)

    સચિન-જીગરની જોડીએ ઈવેન્ટને યાદગાર બનાવી

    ‘પ્રવાસી ગુજરાતી પર્વ’માં સતત 3 દિવસ સુધી ગુજરાતની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર વચ્ચે વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ ગોષ્ઠિ કરી વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવશે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યે ગીતકાર જોડી સચિન-જીગર સંગીતમય કાર્યક્રમો થકી ઇવેન્ટને યાદગાર બનાવી.

  • 16 Oct 2022 09:26 AM (IST)

    એવો એકપણ દેશ નથી જ્યાં મને ગુજરાતી ન મળ્યા હોય - ચેતેશ્વર પુજારા

    પ્રવાસી ગુજરાત પર્વમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને મુળ રાજકોટના ચેતેશ્વર પુજારાએ વતન પ્રેમ અંગે વાત કરી હતી. પુજારાએ કહ્યુ હતું કે, "એવો એકપણ દેશ નથી જ્યાં મને ગુજરાતી ન મળ્યા હોય, વિદેશમાં ગુજરાતી ભોજન મળે તો ઘર જેવું લાગે, પોતાની કારકિર્દીની વાત કરતા કહ્યુ કે, શરૂઆતમાં મારા પ્રેરણા સ્ત્રોત મારા પિતા હતા. અને દ્રવિડ, સચિન અને ગાંગુલી મારા રોલ મોડલ હતા. ખાસ કરીને 2007માં ધોનીએ T20 વર્લ્ડ કપ જીતાડ્યો ત્યારથી વધારે પ્રેરણા મળી. "

  • 16 Oct 2022 09:20 AM (IST)

    પડકારને ઝીલનારો માણસ એટલે ગુજરાતી - આસિત મોદી

    તારક મહેતા કા ઉલટા ચશ્માના ડાયરેક્ટર આસિત મોદીએ પ્રવાસી ગુજરાતી પર્વમાં ગુજરાતીઓની વિશેષતા અંગે વાતચીત કરી.  જેમાં તેમણે કહ્યુ કે, અનેક પછડાટ પછી પડકારો ઝીલીને ફરી ઉભો થાય તે ગુજરાતી હોય છે. અમારી સિરિયલમાં હરહંમેશ ગુજરાતીપણાના દર્શન થાય છે, વિદેશમાં સિરિયલ થકી બાળકોને દેશની સંસ્કૃતિ બતાવીએ છીએ જેથી દેશ-વિદેશમાં સિરિયલ ખુબ ચાલી છે. અતિથિને ભાઈ બનાવી લે તેવો ગુજરાતીનો ધર્મ હોય છે. ગુજરાતી દુનિયાના કોઈપણ ખુણે હંમેશા મોજીલો જોવા મળે છે.

  • 16 Oct 2022 09:19 AM (IST)

    ગ્લોબલ ગુજરાતીઓની ગોષ્ઠિ

    પ્રવાસી ગુજરાતી પર્વ– 2022’ની જેની થીમ ચાર ‘C’ પર આધારિત છે એ છે, કનેક્ટ... કોમ્યુનિકેટ... કોન્ટ્રિબ્યુટ અને સેલિબ્રેટ... પ્રથમ કનેક્ટની વાત કરીએ તો ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ માં કનેક્ટનો ઉદ્દેશ્ય વ્યવસાયમાં શ્રેષ્ઠ અને તેજસ્વી લોકોને જોડવા માટે તેને એક શ્રેષ્ઠ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવાનો છે. તો કોમ્યુનિકેશનમાં એક છત નીચે વિવિધ સમુદાયો અને સંસ્થાઓના પ્રભાવશાળી લોકો, જેઓ આ ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ દ્વારા એકબીજા સાથે વાતચીત કરશે અને સાથે મળીને એકબીજાના સૂચનોનું પાલન કરશે. કન્ટ્રીબ્યુટ અંતર્ગત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ગુજરાતને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે તેમના વિચારો રજૂ કરશે, કે જેથી ગુજરાત વિકાસના પંથે આગળ વધે અને અંતે સેલિબ્રેટ એટલે વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતની કળા અને સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે.

  • 16 Oct 2022 09:16 AM (IST)

    TV9 નેટવર્ક અને AIANAના સંયુક્ત ઉપક્રમે આયોજન

    TV9 નેટવર્ક અને AIANAના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વનુ આયોજન કરવામાં આવ્યુ છે. આજે બીજા દિવસે પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહેશે. જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે.

  • 16 Oct 2022 09:11 AM (IST)

    રાજકારણીથી માંડીને ફિલ્મ જગતની હસ્તીઓ એક છત હેઠળ

    પ્રવાસી ગુજરાતી પર્વના બીજા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, કોટક મહિન્દ્રાના નિલેશ શાહ, ટોરેન્ટના સુધીર મહેતા પ્રાસંગિક સંબોધિત કરશે. જે બાદ પ્રથમ અને બીજા સેશનમાં યુવા ઉદ્યમીઓ તેમજ ભારતીય રાજદૂતો જોડાશે. ત્રીજા સેશનને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સંબોધિત કરશે. તો ચોથા સેશનમાં ગુજરાતની ગૌરવવંતી મહિલાઓ અદાણી ફાઉન્ડેશનના પ્રીતિ અદાણી તેમજ અભિનેત્રી અરૂણા ઇરાની જોડાશે. પાંચમાં સેશનમાં ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થનારી ફિલ્મ છેલ્લો શોના ડિરેક્ટર ફિલ્મમેકર પાન નલિન સાથે વાર્તાલાપ થશે. તો છઠ્ઠા સેશનમાં ધર્મગુરૂઓ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ દ્વારકેશલાલજી માર્ગદર્શન આપશે. જ્યારે કે અંતિમ સેશનને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંબોધિત કરશે.

Published On - Oct 16,2022 9:00 AM

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">