AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pravasi Gujarati Parv 2022 : અમદાવાદના આંગણે આજથી ત્રણ દિવસિય પ્રવાસી ગુજરાતી પર્વનો પ્રારંભ, ગૃહ પ્રધાન અમિત શાહ કરશે ઉદ્ઘાટન

આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. તો 30 મેગા કોન્કલેવ અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Pravasi Gujarati Parv 2022 : અમદાવાદના આંગણે આજથી ત્રણ દિવસિય પ્રવાસી ગુજરાતી પર્વનો પ્રારંભ, ગૃહ પ્રધાન અમિત શાહ કરશે ઉદ્ઘાટન
Pravasi Gujarati Parv 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 1:40 PM
Share

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…’ દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓ (Gujarati) હવે એક છત હેઠળ એકઠા થઇ રહ્યા છે.  ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં  (gujarat) ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ–2022’ની (Pravasi Gujarati Parv 2022) શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતીઓ સામેલ થશે. તો સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના (Amit SHah) હસ્તે ‘પ્રવાસી ગુજરાતી પર્વ’નો પ્રારંભ થશે.

ગગનમાં ગુજરાતનું નામ ગુંજતું કરનારા ગુજરાતીઓની ગાથા

તો TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસ સ્વાગત ઉદ્દબોધન કરશે. આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધીઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થશે. પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહેશે. જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે.  ‘પ્રવાસી ગુજરાતી પર્વ’માં 200થી વધુ દિગ્ગજ હસ્તીઓ, 30 જેટલા બિઝનેસ ટાયકૂન્સ અને 80થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 30 મેગા કોન્કલેવ (Conclave) અને કોન્ફરન્સિસ તેમજ 50 જેટલા કલાકારો સાથેના મલ્ટિમીડિયા શોનું (multimedia show)  પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવાસી ગુજરાતી પર્વનો અમિત શાહના હસ્તે પ્રારંભ

ઇવેન્ટના પ્રારંભે ગૃહપ્રધાન અમિત શાહ, અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર પ્રણવ અદાણી, એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પાન નલિન અને BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી સંબોધિત કરશે. પ્રથમ સેશનમાં UKના સાંસદ લોર્ડ ભીખુ પારેખ, મારા ગ્રુપના સ્થાપક આશિષ ઠક્કર સંબોધિત કરશે. બીજા સેશનમાં સવજી ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ ઉદબોધન કરશે. ત્રીજા સેશનમાં ક્રિકેટરો રવિન્દ્ર જાડેજા (Cricketer Ravindra jadeja) અને ચેતેશ્વર પુજારા ચર્ચામાં જોડાશે. તો ચોથા સેશનમાં ડિરેક્ટર્સ અસિતકુમાર મોદી, અનિસ બઝમી, અબ્બાસ મસ્તાન તેમજ વિખ્યાત લેખક જય વસાવડા વિચારોનું આદાનપ્રદાન કરશે.

જાણો સમગ્ર કાર્યક્રમ

16 ઓક્ટોબરે ઇવેન્ટના બીજા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, (C R Patil) કોટક મહિન્દ્રાના નિલેશ શાહ, ટોરેન્ટના સુધીર મહેતા પ્રાસંગિક સંબોધિત કરશે. જે બાદ પ્રથમ અને બીજા સેશનમાં યુવા ઉદ્યમીઓ તેમજ ભારતીય રાજદૂતો જોડાશે.  ત્રીજા સેશનને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સંબોધિત કરશે. તો ચોથા સેશનમાં ગુજરાતની ગૌરવવંતી મહિલાઓ અદાણી ફાઉન્ડેશનના પ્રીતિ અદાણી તેમજ અભિનેત્રી અરૂણા ઇરાની જોડાશે. પાંચમાં સેશનમાં ઓસ્કર એવોર્ડ (Oscar Award) માટે નોમિનેટ થનારી ફિલ્મ છેલ્લો શોના ડિરેક્ટર ફિલ્મમેકર પાન નલિન સાથે વાર્તાલાપ થશે, તો છઠ્ઠા સેશનમાં ધર્મગુરૂઓ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ દ્વારકેશલાલજી માર્ગદર્શન આપશે. જ્યારે કે અંતિમ સેશનને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સંબોધિત કરશે. આમ પ્રવાસી ગુજરાતી પર્વમાં ઉદ્યોગપતિઓથી લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે હાજર રહેશે. જે ગુજરાત માટે અનન્ય, વિરલ અને યાદગાર ઘટના બની રહેશે.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">