TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા એટલે કે AIANA દ્વારા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વસતા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે. હિન્દી ફિલ્મ નિર્માતા વિપુલ શાહ પણ હાજર રહેવાના છે.
2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા પ્રવાસી ગુજરાતી પર્વ તૈયાર છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. જો કે બમણા ઉત્સાહ સાથે આયોજીત આ પર્વના ક્લવેર અને ફ્લેવર સૌને પસંદ પડશે.
વિપુલ અમૃતલાલ શાહ હિન્દી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. તેઓ સંખ્યાબંધ ગુજરાતી નાટકોના ભાગ/દિગ્દર્શક હતા, જેમાંથી કેટલાકને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેણે 90ના દાયકાના અંતમાં ગુજરાતી ફિલ્મ દરિયા છોરૂથી તેની શરૂઆત કરી હતી, જેમાં જેડી મજેઠિયા મુખ્ય ભૂમિકામાં હતા.
Thrilled to announce the presence of acclaimed film producer Vipul Shah at Pravasi Gujarati Parv 2024!
Join us for an unforgettable opportunity to hear from this industry titan and celebrate the remarkable contributions of Gujaratis to the world of cinema.
Lights, Camera and… pic.twitter.com/UElbodSWtq
— Tv9 Gujarati (@tv9gujarati) February 9, 2024
વિદેશમાં રહેતા હજારો ગુજરાતી કે જેમના હ્રદયમાં માદરે વતનની ખુશ્બુ મહેકે છે, તેવા ગૌરવશાળી ગ્લોબલ ગુજરાતીઓ એક છત હેઠળ ફરી મળશે. 40 દેશો, 20 રાજ્યોના 3000થી વધુ પ્રતિભાશાળી લોકો તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં એકત્રિત થશે. રાજકીય, આધ્યાત્મિક, કળા, સાહિત્ય, ફિલ્મ, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રના તેજસ્વી ગુજરાતીઓ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. એટલે જ ગુજરાતી પ્રવાસી પર્વને લઇને મહેમાનોમાં ઉત્સુકતાનો પણ કોઇ પાર નથી.