AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્માર્ટ સિટી અમદાવાદમાં કૌભાંડ ? ચાલુ થાંભલાની બાજુમાં નવા લાઈટ પોલ ઉભા કરાયા, જુઓ Video

અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લાઈટના થાંભલા બદલવામાં મોટા પાયે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. કાર્યરત થાંભલાઓની બાજુમાં જ નવા પોલ ઊભા કરાતા પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે.

સ્માર્ટ સિટી અમદાવાદમાં કૌભાંડ ? ચાલુ થાંભલાની બાજુમાં નવા લાઈટ પોલ ઉભા કરાયા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2026 | 6:28 PM
Share

અમદાવાદ, જેને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, ત્યાં હવે સ્માર્ટ કૌભાંડની ચર્ચાઓ તેજ બની છે. શહેરના રસ્તાઓ પર લાઈટના થાંભલાઓના ઇન્સ્ટોલેશનને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. ચાલુ હાલતમાં રહેલા લાઈટના થાંભલાઓ કાઢીને અથવા તેમની બાજુમાં જ નવા થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે.

આ પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ નવી ડિઝાઈનના નામે થઈ રહ્યો છે, જે પ્રજાના પૈસાનો બેફામ વપરાશ હોવાના આક્ષેપોને જન્મ આપે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના લાઈટ વિભાગની કામગીરી અને તેની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે.

અમદાવાદ શહેરમાં અંદાજે 2,300 જેટલા નવા લાઈટના થાંભલા લગાવવામાં આવ્યા છે. મૂળભૂત હેતુ શહેરને પ્રકાશિત કરવાનો અને નાગરિકોને સુવિધા આપવાનો હતો, પરંતુ હવે આ થાંભલા AMCના કેટલાક અધિકારીઓ માટે કમાણીનું સાધન બની ગયા હોવાના આક્ષેપો છે. શહેરના અનેક વિસ્તારોમાં એક-બે વર્ષ પહેલાં જ લગાવવામાં આવેલા થાંભલા હજુ પણ ચાલુ હાલતમાં હોવા છતાં, નવી ડિઝાઈનના નામે તે જ જગ્યા પર નવા થાંભલા લગાવવામાં આવી રહ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે જૂના થાંભલા દૂર પણ કરવામાં આવતા નથી, જેના કારણે એક જ રસ્તા પર એકસાથે બે-બે થાંભલા જોવા મળે છે. નાગરિકો આ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે જૂના થાંભલા બરાબર કામ કરી રહ્યા છે ત્યારે નવા લગાવવાની શું જરૂર છે અને શું જૂના થાંભલાનું સમારકામ શક્ય નહોતું? તેઓ આને જાહેર ધનના દુરુપયોગ તરીકે જુએ છે.

AMCમાં જાણે એક જ કામ પર વારંવાર ખર્ચ કરવાની પરંપરા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ફૂટપાથ સારી હોવા છતાં નવા બનાવવાની, રોડ સારા હોવા છતાં ખોદીને ફરી બનાવવાની અને હવે લાઈટના થાંભલા બદલવાની આ જ પ્રવૃત્તિ શરૂ થઈ છે. દસ્તાવેજોમાં જૂના થાંભલાને નડતરરૂપ દર્શાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં તેમને દૂર કરવાને બદલે તેમની બાજુમાં જ નવા થાંભલા ઊભા કરી દેવાય છે. આઈસનપુરના ભૈરવનાથ રોડ પર આવા કિસ્સા સ્પષ્ટપણે જોવા મળ્યા છે, જ્યાં કાર્યરત સ્માર્ટ પોલની બાજુમાં નવા પોલ સ્થાપિત કરાયા છે.

છેલ્લા દસ વર્ષમાં અમદાવાદમાં લાઈટના થાંભલાની પેટર્ન ઘણીવાર બદલાઈ છે: ટ્યુબ લાઈટ, સોડિયમ લાઈટ, મર્ક્યુરી લાઈટ, મેટલ લાઈટ, એલઇડી, હેરીિટેજ પોલ અને હવે સ્માર્ટ પોલ. દરેક નવી ટીમ, નવા અધિકારીઓ અને નવી ચૂંટાયેલી પાંખ સાથે થાંભલાની નવી ડિઝાઈન પણ આવી જાય છે. સૌથી મોટો સવાલ એ છે કે આટલી ઝડપથી પેટર્ન બદલવાની ખરેખર શું જરૂર છે? શું જૂના થાંભલા ખરેખર બિનઉપયોગી બની ગયા હતા, કે પછી કરોડોના કોન્ટ્રાક્ટ આપવાનો આ એક ખેલ ચાલી રહ્યો છે?

અમદાવાદમાં હજુ પણ ઘણા રસ્તાઓ એવા છે જ્યાં લાઈટના થાંભલા નથી, અનેક વિસ્તારો અંધકારપટમાં છે, અને ક્યાંક લાઈટના થાંભલા બંધ હાલતમાં છે. તેમ છતાં, AMC ને જૂના થાંભલા સુધારવામાં રસ નથી, પરંતુ નવા લગાવવામાં વધુ રસ દેખાઈ રહ્યો છે. લાઈટ વિભાગમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદો મોટી સંખ્યામાં નોંધાય છે, પરંતુ બંધ લાઈટો શરૂ કરવાને બદલે નવા થાંભલા લગાવવાની પ્રક્રિયા વધુ ઝડપથી ચાલી રહી છે. મુખ્ય માર્ગો પર કરોડોના સ્માર્ટ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં લોકો આજે પણ અંધારામાં જીવવા મજબૂર છે. આ સવાલ હવે માત્ર ખર્ચનો નહીં, પરંતુ પ્રાથમિકતાનો પણ છે.

એક અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઈસનપુરની અંદર જે હાલનો થાંભલો છે અને તેની બાજુમાં નવો થાંભલો લગાવવામાં આવ્યો છે તે બાબતે તેમણે પોતાના એડિશનલસી અને સ્ટાફને તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જો કંઈ તકલીફ જણાશે અને બહુ નવો જ થાંભલો બદલ્યો હશે, તો સ્થળના સંબંધિત અધિકારીઓ સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.

AMCનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી સુવિધાઓમાં પ્રમાણસર વધારો જોવા મળતો નથી. જૂની સેવાઓને વધુ સારી બનાવવા કરતાં નવી ડિઝાઈન અને નવા પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટીનો અર્થ માત્ર ચમકતા પોલ અને નવી ડિઝાઈન નથી, પરંતુ શહેરના દરેક વિસ્તારમાં સમાન સુવિધા પહોંચાડવી પણ એટલું જ જરૂરી છે. જ્યાં આજે પણ અનેક વિસ્તારોમાં લોકો અંધારામાં રહેવા મજબૂર હોય અને બીજી તરફ ચાલુ હાલતમાં રહેલા થાંભલા બદલી નવા નાખવામાં આવે, ત્યારે સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા

Follow Us
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
g clip-path="url(#clip0_868_265)">