Ahmedabad Crime: એપ્લિકેશનથી ઈન્સ્ટન્ટ લોન લેતા હોવા તો ચેતજો, લોન ફ્રોડ અને બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક ઝડપી પાડ્યું, જુઓ Video
એપ્લિકેશન માધ્યમથી લોન લેતા હોય તો ચેતી જજો. કારણકે તમારા ડેટાની ચોરી કરીને તમને બ્લેકમેઈલીંગ નો ભોગ બની શકો છો. આવી જ એક ગેંગને સાયબર ક્રાઇમની ટીમે નોઈડા અને પુનાથી બે લોકોની ધરપકડ કરી છે. જે ચાઈનામાં બેઠલા એક ભારતીય નાગરિક દ્વારા આ લોન ફ્રોડનું નેટવર્ક ચાલતું હોવાનું ખુલાસો થયો છે. કેવી રીતેમાં લોન ફ્રોર્ડના નામે લોકો પાસે પૈસા પડાવતા હતા. વાંચો આ અહેવાલ.

પૈસાની જરૂરિયાત માટે મોબાઇલ એપ્લિકેશનથી ઈન્સ્ટન્ટ લોન લેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમની ટીમે લોન ફ્રોડ અને બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક ઝડપીને બે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલો એવો હતો કે દેશભરમાં એપ્લિકેશન થી ઈન્સ્ટન્ટ લોન મેળવ્યા બાદ લોકોને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતી ગેંગની અનેક ફરિયાદો સામે આવી રહી હતી જેમાં અમદાવાદમાં પણ અનેક લોકો આ ગેંગનો ભોગ બની રહ્યા હતા. જેથી સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસ્ટ દ્વારા કોલિંગ કરનાર સર્વિસ અને ડેટાનું સર્વર શોધીને નોઈડા અને પુનામાં રેડ કરી આખું નેટવર્ક ઝડપયું હતું.
આ ગેંગના બે આરોપી પુનાથી વિજયકુમાર કુંભાર અને નોઈડાથી ગૌરવસિંગની ધરપકડ કરવામાં આવી છે. તેમની તપાસમાં આ નેટવર્ક ચાઈનાથી ઓપરેટ થતું હોવાનું ખુલ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી ચાર મોબાઇલ અને બે લેપટોપ કબ્જે કરી તેમની પાસે રહેલો 50 ટીબી ડેટા મળી આવ્યો છે. જે ડેટામાં કરોડોની સંખ્યામાં લોકોના નામ અને સરનામાં સાથેની આખી પ્રોફાઈલ વાળા ડેટા મળી આવ્યા છે.
એપ્લિકેશનમાં ચાલતી ઈંસ્ટન્ટ લોન નેટવર્કનું સિસ્ટમ ચાઈનાથી ઓપરેટ થતું હતું જ્યારે તેનું મેનેજમેન્ટ ભારતમાં જુદા જુદા શહેરોમાં કોલ સેન્ટર દ્વારા થતું હતું. પરતું જે કોલિંગ માટેનું સર્વર આખું પુના અને નોઈડાથી ઓપરેટ કરાવામાં આવતું હતું. જેનો માસ્ટર માઈન્ડ વિજયકુમાર કુંભાર હતો જે આઇટી કંપની આડમાં સર્વર મેનેજ કરતો હતો. જે સર્વર સિસ્ટમનું કનેક્શન નોઈડાના ગૌરવસિંગ પાસે રહેતું હતું અને આરોપી ગૌરવસિંગ વેબ વર્ક્સ ડેટા સેન્ટરની આડમાં સર્વર ચલાવતો હતો.
આ સર્વરનું ઓપરેટ સિસસ્ટમ ચાઈનામાં બેઠેલો ભારતીય નાગરિક કરતો હતો. જેની સાથે બે ચાઈનીઝ વ્યક્તિ પણ સંડોવાયેલા છે. તેઓ લોન લેનાર વ્યક્તિના પ્રોફાઈલ ડેટા ચોરી કરીને તેમના ફોટો પરથી અશ્લીલ ફોટો મોર્ફ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતા હતા. જેમાં અનેક લોકો બ્લેકમેઇલ થવાથી આપઘાત પણ કરી ચુક્યા હોવાની ઘટના સામે આવી છે. જોકે આ સિસ્ટમનું માસ્ટર માઈન્ડ ચાઈનામાં બેસી ચલાવી રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણીતા સ્વીટ માર્ટમાં હાથ ધરાયુ ચેકિંગ, જુઓ Video
પૂછપરછમાં સામે આવ્યું હતું કે પકડાયેલ બે આરોપી છેલ્લા બે વર્ષથી આ સર્વર ઓપરેટ કરતા હતા. જેમાં બે લાખ સુધીનો પગાર ચૂકવામાં આવતો હતો. સાયબર ક્રાઈમની ટીમે લોન નેટવર્ક સર્વર પકડયું છે પરતું તેનુ કનેક્શન દેશના જુદાજુદા શહેરોમાં કોલ સેન્ટર થકી લોકોને ફોન કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે ત્યારે બ્લેકમેઇલ ના પૈસા પર ભારત થી ચાઈના ક્રિપટો કરન્સીમાં પહોંચી રહ્યા છે. જેને પકડવા માટે પણ સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે લોન ફ્રોડનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે.