AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 Special: વર્ષ 2023માં સૌથી વધુ સાયબર ફ્રોડનાં સપાટામાં ગુજરાતીઓના ખિસ્સા સાફ ! આ આંકડા ચોંકાવનારા, જુઓ Video

અત્યાર સુધી અનેક લોકોએ કે પછી કોઈ કંપની કે પેઢીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી હોવાની ઘટનાઓ તમે સાંભળી હશે પરંતુ કદી એવું સાંભળ્યું છે કે ખાલી એક ફોન કોલ કે પછી લીંક કે પછી ઓટીપી દ્વારા પણ કરોડો રૂપિયાના ફુલેકાઓ ફેરવાયા હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત 8 જ મહિનામાં ગુજરાતીઓએ કરોડો રૂપિયા ગુમાવી દીધા છે અને એ પણ ખૂબ જ નજીવી બાબતમાં.

Tv9 Special: વર્ષ 2023માં સૌથી વધુ સાયબર ફ્રોડનાં સપાટામાં ગુજરાતીઓના ખિસ્સા સાફ ! આ આંકડા ચોંકાવનારા, જુઓ Video
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 25, 2023 | 8:14 PM
Share

અત્યાર સુધી ચોર, લૂંટારાઓ ઘરમાં, ઓફિસમાં, કારખાનામાં કે અન્ય જગ્યાઓ પર ચોરી કે લૂંટ કરતા હતા પરંતુ જેમ જેમ સમય બદલાયો છે તેમ તેમ હવે લોકો સાથે ચોરી લૂટ કે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ છે સાયબર ફ્રોડ.

હવે ચોર લૂંટારાઓ કે ભેજાબાજ લોકો ઘર, દુકાન, મકાનમાં જઈને ચોરીઓ કરવાને બદલે ઓનલાઇન ચોરીઓ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. એટલે કે લોકોને અલગ અલગ માધ્યમોથી છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમનો વ્યાપ એટલો બધો વધ્યો છે કે તેના આંકડાઓ જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

એક માહિતી મુજબ છેલ્લા આઠ મહિનામાં એટલે કે ચાલુ વર્ષ 2023 માં ગુજરાતીઓએ પોતાના 300 કરોડથી પણ વધુની રકમ સાયબર ફ્રોડમાં ગુમાવી દીધી છે. ત્યારે ચોક્કસ અત્યારના તબક્કામાં લોકોને છેતરવાનો સૌથી સહેલો અને સરળ રસ્તો સાયબર ફ્રોડ છે. કોઈ પણ એક લિંક, ઓટીપી કે પછી વેબસાઈટ કે એપ્લિકેશન દ્વારા લોકોને મૂર્ખ બનાવી સાયબર ગઠિયાઓ પોતાનો શિકાર બનાવી રહ્યા છે અને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડીઓ પણ કરી રહ્યા છે.

કઈ રીતે લોકોને બનાવવામાં આવે છે સાયબર ફ્રોડનો શિકાર

સાયબર ગઠિયાઓ લોકો પાસેથી રૂપિયા પડાવવા અવનવા કીમીઓ અપનાવી રહ્યા છે. ખાસ કરીને ન્યુડ વીડિયોકોલ, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન ચેલેન્જ, બેંક લોન ફ્રોડ જેવા માધ્યમોથી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ ઓનલાઈન કોઈ વસ્તુ સર્ચ કરે છે ત્યારે પણ ઓટીપી કે પછી અન્ય ખોટી લિંક લોકોને તેના મોબાઈલ પર મોકલી તેમાંથી પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

શું કહે છે છેલ્લા ત્રણ વર્ષના સાયબર ફ્રોડના આંકડાઓ

વર્ષ 2021 અને 22 ની સરખામણીમાં વર્ષ 2023 માં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ સાયબર ક્રાઈમના લોકો ભોગ બન્યા છે. છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી સાયબર ગઠિયાઓ ખૂબ જ એક્ટિવ થઈ અને અલગ અલગ પદ્ધતિઓ દ્વારા લોકોને છેતરી રહ્યા છે, એમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી સૌથી વધુ ગુજરાતમાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને પોતાના રૂપિયા ગુમાવી રહ્યા છે.

2021 માં સાયબર ફ્રોડ અંગે પોલીસને 67779 ફોન કોલ્સ આવ્યા. જેમાંથી 28908 ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાઇ. તો લોકોએ સાયબર ફ્રોડ 147,87,64,928 રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 115,189,666 રૂપિયા પરત અપાવ્યા છે.

2022 માં સાયબર ફ્રોડ અંગે પોલીસને 282881 ફોન કોલ્સ આવ્યા. જેમાંથી 66997 ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાઇ છે. લોકોએ સાયબર ફ્રોડ 306,40,40,516 રૂપિયા ગુમાવ્યા. જેમાંથી 120,371,113 રૂપિયા પરત અપાવ્યા છે.

2023 માં સાયબર ફ્રોડ અંગે પોલીસને 369395 ફોન કોલ્સ આવ્યા. જેમાંથી 71684 ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાઇ. જોકે આ સેમી દરમ્યાન લોકોએ સાયબર ફ્રોડમાં 368,41,46,859 રૂપિયા ગુમાવ્યા. જેમાંથી 93,869,996 રૂપિયા પરત અપાવ્યા છે.

સમગ્ર ગુજરાતમાંથી જ્યારે લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે ત્યારે તુરંત જ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરે છે અને તરત જ તેના રૂપિયા ફ્રીઝ કરાવી દેવામાં આવે છે, પરંતુ જે રીતે લોકો ફાઈનાન્સિયલ ફ્રોડનો શિકાર થઈ રહ્યા છે તેવી જ રીતે ઇન્ટરનેટની આ વિશાળ દુનિયામાં અનેક વેબસાઈટ અને એપ્લિકેશન છે કે જે ખરેખર ખોટી રીતે બનાવવામાં આવી છે. જેમાં પણ લોકો સાયબર ક્રાઇમનો શિકાર થઈ રહ્યા છે.

પોલીસે કરેલી ફેક આઈડી પરની કાર્યવાહીની વિગત

  • OLX પર 50000 ફેક આઈડી દૂર કરી
  • ફેસબુક માર્કેટ પ્લેસ પર 17713 ફેક આઈડી દૂર કરી
  • ફેસબુક પર ન્યૂડ વીડિયો કૉલની 29505 ફેક આઈડી દૂર કરી
  • ધાર્મિક કોમી લાગણી દુભાતી 3928 ફેક આઈડી અને કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યા
  • ઇન્સ્ટન્ટ લોન એપ ની 433 ફેક આઈડી દૂર કરી
  • 162 જેટલી ફેક વેબસાઇડ મળી આવી
  • 1011 ફેક વોટસએપ નંબર મળી આવ્યા
  • 178 ફેક્ upi આઈડી મળી આવી
  • 17 ફેક બેન્ક એકાઉન્ટ મળી આવ્યા
  • 153 ફેક એપ્લિકેશન મળી આવી

આ પણ વાંચો : Breaking News : કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

હાલ તો જે રીતે સ્ટેટ સાયબર ક્રાઇમ અને CID crime કાર્યવાહી કરી રહ્યું છે, લોકોને સાવચેત કરવાની પણ અપીલ કરી રહ્યું છે. તો બીજી તરફ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. કેમકે સાયબર ફ્રોડનો ભોગ સૌથી વધુ મેટ્રોસિટીના ભણેલા ગણેલા શિક્ષિત લોકો બની રહ્યા છે. લોકોએ પણ સાવચેતી રાખી ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ વેબસાઈટ કે એપ્લિકેશનની ખરાઈ કરી ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો હિતાવહ બન્યું છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">