AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ રેલવે સ્ટેશન પર બાળકોનું રાખજો ધ્યાન, એક નિ:સંતાન દંપતી 10 મહિનાની બાળકીને ઉઠાવી થયુ ફરાર

સામાન્ય રીતે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર ચોરી, પોકેટમારના બનાવો વધુ બનતા હોય છે પરંતુ અમદાવાદના મુસાફરોથી સતત ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યાંથી એક નિ:સંતાન દંપતી 10 મહિનાના બાળકનું અપહરણ કરીને ફરાર થઈ ગયુ. આ સમગ્ર ઘટનામાં અન્ય બે લોકોએ પણ તેની મદદગારી કરી હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર બાળકોનું રાખજો ધ્યાન, એક નિ:સંતાન દંપતી 10 મહિનાની બાળકીને ઉઠાવી થયુ ફરાર
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 09, 2024 | 12:59 PM
Share

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી ચોરીના તો અનેક બનાવો સામે આવતા હોય છે પરંતુ થોડા દિવસ પહેલા બાળક ચોરીની ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. પ્રાપ્ત વિગતો અનુસાર એક નિ:સંતાન દંપતીએ 10 મહિનાના બાળકનું અપહરણ કર્યુ હતુ. આ સમગ્ર ઘટના રેલવેસ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીની મદદથી શહેર કોટડા પોલીસે આ કેસમાં રાજસ્થાનથી ચાર આરોપીની ધરપકડ કરી છે.

માતાની બાજુમાં સુતેલી 10 મહિનાની બાળકીનું થયુ અપહરણ

અપહરણ કરનાર દંપતી રાહુલ માલી અને પત્ની કવિતા માલી છે. આ ઉપરાંત તેની સાથે પૂનમ સોલંકી અને રૂબિનાબાનું પઠાણની પોલીસે ધરપકડ કરી છે. 10 માસની બાળકીના અપહરણ કેસમાં પોલીસે આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો કાલુપુર મેટ્રો સ્ટેશન નજીક ફૂટપાથ પર રહેલી રૂકસાના બાનુ પોતાની 10 માસની દીકરી સાથે 30 જૂનનાં રાત્રે ફૂટપાથ પર સૂતી હતી ત્યારે આરોપીઓ બાળકીનું અપહરણ કર્યું. બાળકીનાં અપહરણને લઈને શહેરકોટડા પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે વોટ્સએપ ગ્રૃપમાં બાળકીના અપહરણને લઈને માહિતી વાયરલ કરવામાં આવી હતી.

પોલીસે રાજસ્થાનથી આરોપીઓને દબોચી અપહ્યત બાળકીને છોડાવી

જેમા ગુનાની ગંભીરતા ને આધારે ઝોન -3 એલ.સી.બી અને શહેરકોટડા પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પાસેના સીસીટીવી ચેક કરતા બાળકીનું અપહરણ કરી અજાણ્યા મહિલા અને પુરુષ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું. આરોપી રાજસ્થાનની કાશીગુડા લાલગઢ એકસપ્રેસમાં જઈ રહ્યા હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી 10 માસની બાળકીને હેમખેમ છોડાવી.

નિ:સંતાન હોવાથી 10 મહિનાની બાળકીને ઉઠાવી ગયા હોવાનું આરોપીઓનું રટણ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપી કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 12 પાસે ફૂટપાથ પર રહેતા હતા. જેમાં પતિ રાહુલ માલી અને પત્ની કવિતા માલી નિસંતાન હતા. જેથી પોતાનું બાળક મેળવવા માટે રૂકસાનાબાનુંની બાળકીનાં અપહરણનું ષડયંત્ર રચ્યું હતું અને તેઓએ રૂબિનાબાનું અને પૂનમને પણ આ ષડયંત્ર સામેલ કર્યા હતાં. આ આરોપીઓ બાળકનું અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી લીધા હતા. જેમાં આરોપી રાહુલ માલી વિરુદ્ધ જયપુરમાં રેલવે સ્ટેશનમાં લોખંડ ચોરી કેસમા વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસે રાહુલ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ હતું. આ આરોપીઓ નિસંતાન હોવાના કારણે અપહરણ હતું કે હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ સાથે સંકળાયેલા છે,તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">