Jagannath 146th Rath Yatra Highlights : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન, અમદાવાદીઓ થયા ભાવવિભોર
Ahmedabad Jagannath 146th Rath Yatra Highlights in Gujarati : અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથ યાત્રા શાંતિ અને ઉત્સાહપૂર્ણ માહૌલમાં સંપન્ન થઈ છે. આવતીકાલે 21 જૂનના રોજ સવારે ભગવાનની મૂર્તિઓનો ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવશે.
Ahmedabad : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. જેને લઇને પોલીસ સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે. 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિર પહોંચીને મંગળા આરતીમાં ભાગ લીધો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) બીજી વખત જગન્નાથ મંદિર (Jagannath Temple) પહોંચી પહિંદ વિધિ કરી. તો ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રાને લઇને દર વર્ષની માફક અનેક મહત્વના રૂટ બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ નાગરિકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
LIVE NEWS & UPDATES
-
Jagannath 146th Rath Yatra Live Updates : મંહત દિલીપદાસજી ઉતારી ભગવાનની આરતી
- ત્રણેય રથ સાથે ભક્તો પહોંચ્યા મંદિરે
- સાંજે 9.30 કલાકે મંદિરના મહંત દિલીપદાસજી એ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી
- આખી રાત નિજ મંદિરમાં રથમાં બિરાજમાન રહેશે
- આવતીકાલે 21 જૂનના રોજ સવારે ભગવાનની મૂર્તિઓનો ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવશે.
-
Jagannath 146th Rath Yatra Live Updates : 146મી રથયાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન
- ત્રીજો રથ પણ પહોંચ્યો મંદિર પહોચ્યો
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન
- અમદાવાદીઓ થયા ભાવવિભોર
જુઓ Video : Ahmedabad : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન
-
-
Jagannath 146th Rath Yatra Live Updates : ત્રીજો રથ અડધો કલાક મોડો પડ્યો
- ત્રીજો રથ પણ ખમાસાથી પસાર થયો
- પૈડું તૂટવાના કારણે ત્રીજો રથ અડધો કલાક લેટ
- ત્રીજો રથ થોડીવારમાં મંદિર પહોંચશે
- સુભદ્રાજીનો રથ મંદિરમાં પ્રવેશ્યો
જુઓ ત્રીજો રથનો વીડિયો : Ahmedabad : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, પ્રથમ રથ મંદિર પહોંચ્યો, બલરામજીના રથનું પૈડું તૂટ્યું, જુઓ Video
-
Jagannath 146th Rath Yatra Live Updates : પ્રથમ રથ મંદિર પહોંચ્યો, બલરામજીના રથનું પૈડું તૂટ્યું
- પ્રથમ રથ મંદિર પહોચ્યો
- સુભદ્રાજી નો રથ જમાલપુર દરવાજા પહોંચ્યો
- Amc પાસે ભગવાન બલરામજીના રથનું પૈડું તૂટ્યું, વેલ્ડિંગ કરી રીપેરીંગ કરી રહ્યા છે કારીગરો
- પૈડું તૂટતા રથયાત્રા થોડી વાર અટકી
-
Jagannath 146th Rath Yatra Live Updates : ખમાસા પહોંચ્યા રથ, ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ નિજ મંદિર પહોંચશે
- નગરચર્યા બાદ ભગવાન જગન્નાથનું મંદિર તરફ પ્રયાણ
- ખમાસાથી રથનું મંદિર તરફ તરફ પ્રયાણ
- ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ નિજ મંદિર પહોંચશે
-
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથ માણેક ચોકથી જામા મસ્જિદ પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે હાલમાં રથ માણેક ચોકથી જામા મસ્જિદ પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : મહેસાણાના કડીમાં ભગવાન જગન્નાથની 52મી રથયાત્રા
મહેસાણાના કડીમાં ભગવાન જગન્નાથની 52મી રથયાત્રા નીકળી હતી.
-
Jagannath 146th Rath Yatra Live : દરિયાપુરમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત, મહંત અને મુસ્લિમ આગેવાનોએ સફેદ કબુતર ઉડાડી એક્તાનો આપ્યો સંદેશ
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથ ધી કાંટાથી માણેક ચોક પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે હાલમાં રથ ઘી કાંટાથી માણેક ચોક પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથ ધી કાંટા પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે હાલમાં રથ ઘી કાંટા પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથોનું ઘી કાંટા તરફ પ્રસ્થાન
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે રથોએ ઘી કાંટા તરફ પ્રસ્થાન કર્યું છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથ શાહપુર દરવાજા પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે ત્યારે હાલ રથ શાહપુર દરવાજા પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથ દિલ્હી ચકલા પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે ત્યારે હાલ રથ દિલ્હી ચકલા પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
-
Jagannath 146th Rath Yatra Live : રથ દરિયાપુર લીમડી ચોક પહોચતા મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરાયું
દરિયાપુર લીમડી ચોક પાસે મહંત દિલીપદાસજી મહારાજા સ્વાગત કર્યું. મુસ્લિમ આગેવાનોએ મહંતને ફુલહાર અને શાલ પહેરાઈને સ્વાગત કર્યું. મહંત અને મુસ્લિમ આગેવાનો વ્હાઇટ કબૂતર ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો.
-
Jagannath 146th Rath Yatra Live : સુરતના સ્ટેશન વિસ્તારથી નીકળતી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ
સુરતના સ્ટેશન વિસ્તારથી નીકળતી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. આ રથયાત્રા સ્ટેશનથી નીકળીને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે. સ્ટેશનથી રથયાત્રા શરુ થતા જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે. સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. મેયર હેમાલીબેન બોઘવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, ધારાસભ્યો તેમજ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છા પણ આપી હતી.
-
Jagannath 146th Rath Yatra Live : સુરતમાં ગુજરાતના સૌથી મોટા રથ પર સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળ્યા
સુરતમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેશન, વરાછા અને અમરોલી વિસ્તારમાંથી રથયાત્રાનો પ્રારભ થઇ ગયો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે. તો બીજી તરફ જય જગન્નાથના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું.
-
Jagannath 146th Rath Yatra Live : રથ પ્રેમ દરવાજા પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને હાલ રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને હાલ રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી છે.
-
Jagannath 146th Rath Yatra Live : વિદેશી પર્યટકે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોઈ સ્તબ્ધ થયા
વિદેશી પર્યટકે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોઈ સ્તબ્ધ થયા. સેવા કેમ્પમાં લોકોને જાંબુની પ્રસાદી આપી સેવા પણ કરી.
-
Jagannath 146th Rath Yatra Live : જગતના નાથની ભવ્ય નગરચર્યા
-
Jagannath 146th Rath Yatra Live : વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન
વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 42મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિદેશી ભક્તો જોડાયા છે. મેયર સહિતના પદાધિકારીઓએ સુવર્ણ ઝાડુથી યાત્રાનો માર્ગ સાફ કર્યો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે.
-
Jagannath 146th Rath Yatra Live : ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા
ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથ તંબુ ચોકી પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને ત્રણેય રથ તંબુ ચોકી પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : મોસાળમાં જગતના નાથનું ભવ્ય મામેરૂ
મોસાળમાં જગતના નાથનું ભવ્ય મામેરૂ ભરવામાં આવ્યું.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, ઢોલ-નગારાંના તાલે સરસપુરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે. ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે.
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરમાં ભગવાનને ખાસ વિધિથી ધરાવાય છે ભોગ, વર્ષો જૂની પરંપરા અકબંધ
સરસપુરમાં જ્યારે ભગવાન જગન્નાથજી આવે છે ત્યારે ભક્તો સાથે ભગવાનને પણ ભોગ ધરાવવામાં આવે છે. જે માટે ભગવાન જગન્નાથને ભોગ ધરાવવાની ખાસ વિધિ હોય છે. વિશેષ પ્રસાદ અને યમુનાજળથી જારી ભરવામાં આવે છે. જે પછી પુરીની યાત્રાની જેમ જ વિધિ વિધાન અનુસરી ભોગ ધરાવાય છે.
-
Jagannath 146th Rath Yatra Live : પૂ. શેરનાથ બાપુ પાસેથી જાણો કે ક્યારે થાય પ્રભુ જગન્નાથના સાચા સ્વરૂપનું દર્શન ?
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રાના અવસરને સતાધારના મહંતશ્રી વિજયબાપુ શા માટે કહે છે સનાતન ધર્મની જાગૃતિનો અવસર ?
-
Jagannath 146th Rath Yatra Live : ત્રણેય રથ મોસાળ સરસપુર પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને ત્રણેય રથ હાલમાં મોસાળ સરસપુર પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રા એટલે તો સૌથી રૂડો અવસર, પૂ.ઇન્દ્રભારતી બાપુએ પાઠવી અષાઢી બીજની શુભકામના
રથયાત્રા એટલે તો સૌથી રૂડો અવસર, પૂ.ઇન્દ્રભારતી બાપુએ પાઠવી અષાઢી બીજની શુભકામના.
-
Jagannath 146th Rath Yatra Live : પ્રથમ રથ આંબેડકર હોલ પહોચ્યો
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પ્રથમ રથ આંબેડકર હોલ પહોચ્યો છે.
-
Jagannath 146th Rath Yatra Live : ગાંધીનગર ખાતે 39મી રથયાત્રા ગાંધીનગરના પંચદેવ મંદિરથી નીકળી
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 39મી રથયાત્રા પંચદેવ મંદિર સેક્ટર 22 ખાતેથી સવારે 7:15 કલાકેથી નીકળી હતી. ભગવાન જગન્નાથ પાટનગર વાસીઓને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા.
-
Jagannath 146th Rath Yatra Live : પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો છે.
-
Jagannath 146th Rath Yatra Live : પ્રથમ રથ પાંચ કૂવા પહોંચ્યો
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પ્રથમ રથ પાંચ કૂવા પહોંચ્યો છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રામાં Bageshwar Dhamની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું
રથયાત્રામાં Bageshwar Dhamની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું છે.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથ ખાડિયા વિસ્તારમાં પહોંચ્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને રથ ખાડિયા વિસ્તારમાં પહોંચ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રાની શરૂઆતના ગજરાજ સરસપુર પહોચ્યાં
રથયાત્રાની શરૂઆતના ગજરાજ સરસપુર પહોચ્યાં છે. યાત્રાનો વચ્ચેનો ભાગ પાંચ કૂવા વિસ્તારમાં છે અને રથયાત્રાનો છેડો હજુ ઢાળની પોળમાં છે.
-
Jagannath 146th Rath Yatra Live : પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રામાં ભગવાન જગન્નાથની આરતી ઉતારી
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. વિજય રૂપાણીએ કહ્યુ કે રાજકોટની જનતા ખૂબ ધર્મ પ્રેમી છે. રાજકોટમાં રંગે ચંગે નીકળી રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. રાજકોટમાં દરેક તહેવાર અનોખા હર્ષઉલ્લાસ સાથે ઉજવાય છે.
-
Jagannath 146th Rath Yatra Live : રાજકોટના નાનામવા ખાતેના જગન્નાથ મંદિરથી નીકળી 15મી રથયાત્રા
નાનામવા ખાતેના જગન્નાથ મંદિરથી નીકળી 15મી રથયાત્રા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રાજમાર્ગો પર 22 કિલોમીટર ફરશે રથયાત્રા. 60 જેટલા ફ્લોટ્સ અને ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર. રથયાત્રામાં 1700થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથ રાયપુર ચકલા પહોંચવાની તૈયારી
રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને હાલ રથ રાયપુર ચકલા પહોંચવાની તૈયારી છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રામાં અખાડા અને કરતબો કરનારાનું આકર્ષણ
રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. રથયાત્રા દરમિયાન વિવિધ અખાડા અને કરતબ કરનારાઓનું આકર્ષણ જોવા મળી રહ્યુ છે.
રથયાત્રામાં અખાડા અને કરતબો કરનારાનું આકર્ષણ#AhmedabadRathYatra #RathYatra2023 #RathYatra #Gujarat #TV9News pic.twitter.com/O8VG3xU3wC
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : રથ ઢાળની પોળ પહોંચ્યા
ગજરાજ, ભજન મંડળી, અખાજડા પછી હવે પ્રથમ રથ ઢાળની પોળ પહોંચી ગયા છે. એટલે કહી શકાય કે હવે અમદાવાદની પોળ તરફ આ રથયાત્રા આગળ વધી રહી છે. પુરીની જેવી જ ઐતિહાસિક યાત્રા અહીં નીકળે છે. શણગારાયેલા ટ્રકોમાંથી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ભક્તો પણ પ્રસાદ લઇને ધન્ય બને છે.
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરમાં પોલીસ સતત કાર્યરત
સરસપુરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કાર્યરત છે. લોકો શાંતિ પૂર્વક ભગવાનના દર્શન કરી શકે તે માટે પોલીસ ખડપગે લોકોની સેવામાં છે.
-
Jagannath 146th Rath Yatra Live : શાંતિ સમિતિ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કરવામાં આવ્યુ
જમાલપુર નીજમંદિરેથી નીકળેલી રથયાત્રા ભક્તિમય માહોલમાં ધીમે-ધીમે આગળ વધી હતી. નિયત રૂટ પરથી પસાર થઈને રથયાત્રા દાણીલીમડા સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી હતી. જ્યાં કોર્પોરેશનના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યું હતું. મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
-
Jagannath 146th Rath Yatra Live : બાગેશ્વર ધામની ઝાંખીએ લોકોને આકર્ષ્યા
રથયાત્રામાં ગજરાજ, ટેબ્લો, ટ્રક સહિતની વસ્તુઓ લોકોનું આકર્ષણ જમાવી રહી છે. ત્યારે આ વચ્ચે બાગેશ્વર ધામની ઝાંખી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
-
Jagannath 146th Rath Yatra Live : શ્રદ્ધાળુઓ વિવિધ વિસ્તારમાં ભગવાનને આવકારવા આતુર
રથયાત્રાના વિવિધ વિસ્તારમાં ભક્તો ભગવાનને આવકારવા આતુર જોવા મળી રહ્યા છે. વિવિધ માર્ગમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રામાં સામેલ ગજરાજ રાયપુર ચકલા પહોંચ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. ભગવાનને આવકારવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રથયાત્રામાં સામેલ ગજરાજ રાયપુર ચકલા પહોંચી ગયા છે.
રથયાત્રામાં સામેલ ગજરાજ રાયપુર ચકલા પહોંચ્યા #RathYatraAhmedabad #RathYatra2023 #RathYatra #AhmedabadRathYatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/8Ovae5FKKL
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરમાં ભગવાનને ખાસ વિધિથી ધરાવાય છે ભોગ
સરસપુરમાં જ્યારે ભગવાન જગન્નાથ આવે છે ત્યારે ભક્તો સાથે ભગવાનને પણ ભોગ ધરાવવામાં આવે છે. જે માટે ભગવાન જગન્નાથને ભોગ ધરાવવાની ખાસ વિધિ હોય છે. વિશેષ પ્રસાદ અને યમુનાજળથી જારી ભરવામાં આવે છે. જે પછી પુરીની યાત્રાની જેમ જ વિધિ વિધાન અનુસરી ભોગ ધરાવાય છે.
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરમાં સર્વેલન્સ સ્કવોર્ડ સજ્જ
સરસપુરમાં સર્વેલન્સ સ્કવોર્ડ સજ્જ છે. અલગ અલગ પોઇન્ટ પર તેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ વર્ષે 25 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરમાં નાથના સ્વાગત માટે રસ્તા સાફ કરાયા
ભગવાનના મોસાળ ગણાતા સરસપુરમાં ભગવાન જગન્નાથને આવકારવા સરસપુરવાસીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સરસપુરવાસીઓ દ્વારા રસ્તાઓ પર પાણી રેડીને તેને ધોવામાં આવ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભક્તોને કરી અપીલ
રથયાત્રાને લઇને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ શ્રદ્ધાળુઓને વ્યવસ્થામાં સહયોગ આપવાની અપીલ કરી હતી.
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરવાસીઓ જોઇ રહ્યા છે ભગવાન જગન્નાથની રાહ
ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઇ રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તો સરસપુરના મંદિર આવી રહ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રામાં સુરક્ષા માટે ગોઠવાયેલા ડ્રોનની જાણો શું છે વ્યવસ્થા
અમદાવાદમાં રથયાત્રા 2023ના રૂટ પર ડ્રોન દ્વારા પોલીસ કર્મચારીઓ કડક સુરક્ષા રાખી રહ્યા છે. આ ડ્રોન ત્રણ કિલોમીટરના એરિયાને કવર કરે છે.
-
Jagannath 146th Rath Yatra Live : ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી
રથયાત્રામાં વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ વૈકલ્પિક રુટ પર વાહનચાલકો અવર જવર કરી શકશે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રાને લઇને અમદાવાદના કેટલાક રુટ પર પ્રતિબંધ
થયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રાને લઇને કેટલાક વિસ્તારમાં NO Parking ઝોન
રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમા કેટલાક વિસ્તારોમાં વાહનો પાર્ક ન કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આ પ્રમાણે છે.
-
Jagannath 146th Rath Yatra Live : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી
આમ દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌ રાજ્યમાં એકતા, શાંતિ અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રામાં સામેલ TV9ના ટ્રકે જમાવ્યું આકર્ષણ
Ahmedabad : અમદાવાદની રથયાત્રામાં સામેલ TV9ના ટ્રકે લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રાના રુટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને રથયાત્રાના રુટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રા રૂટ પર પાણીના તેમજ પ્રસાદના સ્ટોલ લાગ્યા
Ahmedabad: રથયાત્રા રૂટ પર પાણીના તેમજ પ્રસાદના સ્ટોલ લાગ્યા લાગ્યા છે. પાણીના સ્ટોલ પર કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પાણીમાં ક્લોરાઇડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. જો ક્લોરાઇડ ના હોય તો પાણીમાં તે ઉમેરવામાં આવશે. હરિભક્તોને ક્લોરાઇડયુક્ત સારું પાણી મળી રહે તે માટેનો કોર્પોરેશનનો પ્રયાસ છે.
-
Jagannath 146th Rath Yatra Live : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દિલ્હીમાં જગન્નાથ મંદિરમાં કરી પૂજા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રથયાત્રાના પર્વ પર દિલ્હીમાં જગન્નાથ મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી.
#WATCH दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने जगन्नाथ रथ यात्रा से हौज खास के जगन्नाथ मंदिर में पहुंचकर पूजा-अर्चना की। pic.twitter.com/X9HoJGdUQM
— ANI_HindiNews (@AHindinews) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. ત્યારે આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરી CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ #RathYatra2023 #RathYatraAhmedabad #RathaYatra2023 #Gujarat #TV9News pic.twitter.com/3KJiPRCbor
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : પુરીના બીચ પર રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે રેત શિલ્પ બનાવ્યુ
જગન્નાથ પુરીમાં રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે એક સુંદર રેત શિલ્પ બનાવ્યુ છે. જેને જોવા લોકો ઉમટી રહ્યા છે.
Odisha: Two Hundred fifty coconuts installed in the sand art of lord Jagannath Ratha Yatra; created by sand artist Sudarsan Pattnaik at Puri beach ahead of Jagannath Rath Yatra 2023 #RathYatra2023 #RathYatra #LordJagannath #TV9News pic.twitter.com/AioG6iEbOi
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચી ગયા છે. થોડી જ વારમાં મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોને ટ્વીટ કરીને રથયાત્રાના પર્વની શુભેચ્છા પાઠવી છે.
CM @Bhupendrapbjp greets on #RathYatra #RathYatra2023 #AhmedabadRathYatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/RHNVBZYgTm
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી રથયાત્રાની શુભેચ્છા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજનોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે.
Rath Yatra greetings to everyone. As we celebrate this sacred occasion, may the divine journey of Lord Jagannath fill our lives with health, happiness and spiritual enrichment. pic.twitter.com/ATvXmW3Yr0
— Narendra Modi (@narendramodi) June 20, 2023
-
Jagannath 146th Rath Yatra Live : મોબાઈલ CCTV કંટ્રોલ વ્હીકલ પણ બનાવાયુ
આ સાથે મોબાઈલ CCTV કંટ્રોલ વ્હીકલ પણ બનાવ્યું છે. જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે CCTV , બોડીઓન કેમેરા, ડ્રોન નો ઉપયોગ વધુ પ્રમાણમાં થશે. 250થી વધારે મહિલા DCP અને ACP દ્વારા બેઠક કરવામાં આવી હતી. કોમી એકતા માટે મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી. એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે રથયાત્રાની સુરક્ષા રહેશે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાશે
રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાવાના છે અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે. તો સુરક્ષાનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાન જગન્નાથના નવા રથની વિશેષતા
ભગવાન જગન્નાથના રથને 250 ઘન ફૂટ સવનના લાકડાથી બનાવાયો છે. ભગવાનનો રથ હાઇટેક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં આધુનિક સુરક્ષા માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. રથમાં 11 CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો છે. કારણ કે, રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે. તેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
-
Jagannath 146th Rath Yatra Live : ત્રણેય ભગવાન નવા રથમાં થયા બિરાજમાન
ચાલુ વર્ષે 146મી વખત ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નવા રથમાં શહેરની પરિક્રમાએ નીકળશે. 72 વર્ષ પછી 85 લાખના ખર્ચે 6 પૈડાંવાળા ત્રણેય રથ નવા બનાવવામાં આવ્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : સરસપુરમાં 14 થી વધુ પોળમાં રસોડા શરૂ કરાયા
ભગવાન જગન્નાથજીને રંગે ચંગે આવકારવા સરસપુરવાસીઓએ તડામાર તૈયારી કરી છે. સરસપુર ખાતે ઉત્સવ જેવો માહોલ છે. ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે. વિવિધ પોળના લોકો એક સંપ થઈને પ્રસાદી બનાવવાનું કાર્ય ઉપાડે છે. સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.
-
Jagannath 146th Rath Yatra Live : થ્રિડી મેપિંગ મારફતે ડેટા તૈયાર
અમદાવાદની રથયાત્રામાં આ વખતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. થ્રિડી મેપિંગ મારફતે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને આ ડેટા લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં આ રથયાત્રાનું પ્લાનિંગ કરવું સરળ બની જશે.
-
Jagannath 146th Rath Yatra Live : આધુનિક થ્રી ડી મેપિંગના લાઈવ મોનિટરીં દ્વારા થશે નિરીક્ષણ
ટેકનોલોજીના આધારે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રાનો ડેટા તૈયાર કરાયો છે, જેથી ભવિષ્યમાં યોજાનારી રથયાત્રામાં પણ પ્લાનિંગ કરવું પોલીસ માટે સરળ બની રહેશે. થ્રીડી મેપિંગમાં પોલીસની વ્યવસ્થા, ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર વ્યવસ્થા અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓના પોઇન્ટ સહિતની તમામ માહિતી રાખવામાં આવી છે. સાથે જ મોબાઈલ સીસીટીવી કંટ્રોલ વ્હીકલ પણ રથયાત્રામાં તૈનાત રહેશે, જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે સીસીટીવી કેમેરા બોડીવોર્ન કેમેરા અને ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ થશે, સાથો સાથ એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
-
Jagannath 146th Rath Yatra Live : ભગવાનને ધરાવાશે ખીચડાનો પ્રસાદ
આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાશે. 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે. ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે. ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.
-
Jagannath 146th Rath Yatra Live : પોલીસ વિભાગે સુરક્ષાનો ચાંપતો અને હાઈટેક બંદોબસ્ત ગોઠવ્યો
અમદાવાદની રથયાત્રામાં પોલીસ વિભાગે સુરક્ષાનો ચાંપતો અને હાઈટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. રથયાત્રામાં પ્રથમવાર તીથર ડ્રોનનો ઉપયોગ કરાશે. જેમાં હાઈરિઝોલ્યુશન કેમેરા ફિટ કરેલા છે. આ હાઈટેક ડ્રોન 10 કલાકથી વધુ સમય હવામાં ઉડવા સક્ષમ છે. કેબલથી હવામાં ઉડતું ડ્રોન આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં ચાંપતી નજર રાખવા સક્ષમ છે. આ ઉપરાંત ડ્રોનથી રથયાત્રામાં કોઈ જોખમ ન સર્જાય તે માટે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પણ પ્રથમવાર તૈનાત કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર ચાલુ વર્ષે પોલીસની મંજૂરી સિવાયના અન્ય કોઈ ડ્રોન નહીં ઉડી શકે.
-
Jagannath 146th Rath Yatra Live : CM ભૂપેન્દ્ર પટેલ કરશે પહિંદ વિધિ
રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. ગત વર્ષે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. જ્યારે કે એ પહેલા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.
-
Jagannath 146th Rath Yatra Live : નવા રથમાં સવાર થઇ નાથ નગરચર્યાએ નીકળશે
આ વખતની રથયાત્રા ખરા અર્થમાં અનેક રીતે ખાસ બની રહેશે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી એમ ત્રણેય નવા રથમાં બિરાજમાન થઇને નગરની યાત્રા કરશે. રથયાત્રાને લઇને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથની એક ઝલક મેળવવા ભક્તો આતૂર બન્યા છે.
-
Jagannath 146th Rath Yatra Live : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં જોડાયા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પહોંચી ગયા છે. અમિત શાહએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા છે. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા છે અને આરતીમાં જોડાયા છે.
-
Jagannath 146th Rath Yatra Live : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં લેશે ભાગ
દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે. વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાશે. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
-
Jagannath 146th Rath Yatra Live : રથયાત્રાને લઇને કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલીસ તેમજ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રાને લઇને દર વર્ષની માફક અનેક મહત્વના રૂટ બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ નાગરિકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા – જમાલપુર ફૂલ બજારનો રૂટ મોડી રાત્રે 2 વાગ્યાથી લઇને રથયાત્રા પૂર્ણ થશે ત્યાં સુધી બંધ રહેશે. જ્યારે કે રાયખડ ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજા સુધીનો રૂટ પણ સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. તેમજ સાંજે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.
Published On - Jun 20,2023 3:48 AM