AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનેક ફેકચર અને હાડકાની ગંભીર બીમારીથી પિડાતી કેરળની 18 મહિનાની હાથણી માયાને અદ્યતન સારવાર માટે એર લિફ્ટ કરીને વનતારામાં લવાઈ

2 જુલાઈ, 2026ના રોજ અંદાજે 15 મહિનાની માયા રમતા રમતા લપસી પડી હતી, જેના કારણે તેના જમણા ખભામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેની સારવાર, ફિઝિયોથેરાપી, સ્પ્લિન્ટ્સ તેમજ કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ આપવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો નહોતો. ઓક્ટોબરના અંત સુધીમાં માયાની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તે ઊભી પણ થઈ શકતી નહોતી અને માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકે છે.

અનેક ફેકચર અને હાડકાની ગંભીર બીમારીથી પિડાતી કેરળની 18 મહિનાની હાથણી માયાને અદ્યતન સારવાર માટે એર લિફ્ટ કરીને વનતારામાં લવાઈ
| Updated on: Nov 06, 2026 | 4:11 PM
Share

કેરળના અભયારણ્યમાં ઉછરેલી 18 મહિનાની બીમાર હાથણી ‘માયા’ને વધુ સારી અને વિશેષ તબીબી સારવાર આપવા માટે જામનગર સ્થિત વનતારા ખાતે ખસેડવામાં આવી છે. કેરળના મુખ્ય વન્યજીવ વોર્ડન ડૉ. પી. પુગાઝેંધીના આદેશ બાદ, ગઈકાલ 5 નવેમ્બર, 2026ના રોજ માયાને કેરળથી એરલિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માયા અનેક ફ્રેક્ચર અને હાડકાં અત્યંત નબળાં થઈ જવાની ગંભીર સમસ્યાથી પીડાઈ રહી છે.

જન્મ સમયે જ માતાથી વિખૂટી પડી હતી માયા

મળતી માહિતી મુજબ, 19 એપ્રિલ, 2025ના રોજ કેરળના મલયાટ્ટૂર ડિવિઝનના કપ્રીક્કાડ નજીક નદી પાર કરીને હાથીઓનું ટોળું આગળ વધી ગયું હતું. આ દરમિયાન નવજાત હાથણી માયા પાછળ રહી ગઈ હતી. તે સમયે માયા અત્યંત નબળી અને ગંભીર રીતે ડિહાઇડ્રેશનનો ભોગ બનેલી હતી. તેને માતાનું પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) પણ મળ્યું નહોતું.

માતા પરત ના ફરતાં વન વિભાગે માયાનો બચાવ કર્યો હતો અને તેને અભયારણ્યમાં લાવવામાં આવી હતી. બાળકીમાં દૂધ ચૂસવાની કુદરતી ક્ષમતા પણ ના હોવાથી વન વિભાગના કર્મચારીઓ અને સંભાળ રાખનારાઓએ સતત દેખરેખ હેઠળ હાથેથી તેનો ઉછેર કર્યો હતો. સહાયક વન પશુચિકિત્સા અધિકારી ડૉ. બિનોય સી. બાબુ અને તેમની ટીમે એક વર્ષથી વધુ સમય સુધી તેની સારવાર અને દેખભાળ કરી હતી. ત્યારબાદ આ હાથીની બાળકીનું નામ માયા રાખવામાં આવ્યું હતું.

રમતી વખતે પડી જતાં ગંભીર ઈજા થઈ

2 જુલાઈ, 2026ના રોજ અંદાજે 15 મહિનાની માયા રમતા રમતા લપસી પડી હતી, જેના કારણે તેના જમણા ખભામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેની સારવાર, ફિઝિયોથેરાપી, સ્પ્લિન્ટ્સ તેમજ કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ આપવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો નહોતો. ઓક્ટોબરના અંત સુધીમાં માયાની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તે ઊભી પણ થઈ શકતી નહોતી અને માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકે છે.

24 ઓક્ટોબરના રોજ પૂકોડે સ્થિત કોલેજ ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સના ડૉ. દિનેશ પી.ટી. દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં માયાના ડાબા પગના હાડકામાં ફ્રેક્ચર, જમણા આગળના પગના હાડકાંમાં અનેક ફ્રેક્ચર, હાડકાં પાતળાં અને નબળાં થઈ જવાની ગંભીર સમસ્યા, છાતીમાં ચેપ તેમજ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં પડી રહેવાને કારણે શરીર પર ઘા થયાનું સામે આવ્યું હતું.

તબીબી બોર્ડે ઈચ્છામૃત્યુની ભલામણ કરી હતી

29 ઓક્ટોબરના રોજ તબીબી બોર્ડે તપાસ કરતાં માયાનાં હાડકાં અત્યંત નબળાં હોવાનું જણાયું હતું. તેની પાછળ જન્મજાત ખામી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. માયા સંપૂર્ણ સ્વસ્થ થઈ શકશે કે કેમ તે અંગે ગંભીર શંકા વ્યક્ત કરીને તબીબી બોર્ડે તેને વધુ પીડામાંથી મુક્તિ આપવા ઈચ્છામૃત્યુની ભલામણ કરી હતી.

જોકે, કેરળના મુખ્ય વન્યજીવ વોર્ડને આ નિર્ણય લેતા પહેલાં વધુ નિષ્ણાતોનો અભિપ્રાય મેળવવાનું નક્કી કર્યું હતું. 1 નવેમ્બરના રોજ વનતારાની વેટરનરી ટીમે વીડિયો કન્સલ્ટેશન મારફતે માયાના મેડિકલ રેકોર્ડ, એક્સ-રે અને બ્લડ રિપોર્ટની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ 4 નવેમ્બરના રોજ તબીબી બોર્ડ, વન વિભાગના અધિકારીઓ અને આસામના જાણીતા હાથી નિષ્ણાત તથા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. કુશલ કુંવર શર્માની બેઠક યોજાઈ હતી. ડૉ. શર્માએ માયાની બીમારી પાછળ પેરાથાઇરોઇડ ગ્રંથિ સંબંધિત સમસ્યા હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સમસ્યામાં સારવારથી અમુક અંશે સુધારો થઈ શકે તેમ હોવાનું જણાવી તેમણે વંતારામાં વિશેષ સારવાર આપવાની ભલામણ કરી હતી. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરના મુખ્ય પશુચિકિત્સક ડૉ. યદુરાજ ખડપેકરે પણ આ અભિપ્રાય સાથે સહમતી દર્શાવી હતી.

તમામ સભ્યોની સહમતી બાદ 5 નવેમ્બરે માયાને જામનગરના વનતારા ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો

વનતારામાં 24 કલાક તબીબી દેખરેખ હેઠળ સારવાર અપાશે

વનતારા દ્વારા માયા માટે વિશેષ તબીબી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 24 કલાક પશુચિકિત્સકોની દેખરેખ, પીડા નિયંત્રણ માટેની સારવાર, બીમારીનું મૂળ કારણ જાણવા માટે આધુનિક તપાસ અને તેને સુરક્ષિત રીતે ખસેડવા માટે હાઇડ્રોલિક લિફ્ટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. તબીબી રીતે યોગ્ય જણાશે તો હાઇડ્રોથેરાપી પણ આપવામાં આવશે.

માયાને એરલિફ્ટ કરતી વખતે લાઇફ સપોર્ટ સિસ્ટમ અને સતત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વનતારાના ત્રણ હાથી નિષ્ણાત પશુચિકિત્સકો, પેરાવેટ્સ અને સંભાળ રાખનારાઓની ટીમ તેની સાથે રહેશે. આ ઉપરાંત ઇમરજન્સી દવાઓ અને જરૂરી લાઇફ સપોર્ટ સાધનો પણ સાથે રાખવામાં આવશે.

કેરળ વન વિભાગ તરફથી સહાયક વન પશુચિકિત્સા અધિકારી ડૉ. બિનોય સી. બાબુ અને માયાની અગાઉથી સંભાળ રાખતા નિખિલ બાબુ પણ તેની સાથે રહેશે. સારવાર દરમિયાન માયાનો પરિચિત સંભાળ રાખનાર તેની સાથે જ રહેશે, જેથી નવા વાતાવરણમાં તેને અસ્વસ્થતા ન અનુભવાય.

સારવાર બાદ ફરી કેરળના અભયારણ્યમાં પરત લવાશે

માયાની સારવાર અને સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવા માટે કેરળના વન વિભાગ દ્વારા મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીના અધ્યક્ષ તરીકે કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ, સોશિયલ ફોરેસ્ટ્રી, સેન્ટ્રલ રિજન રહેશે. માયાની સારવાર પૂર્ણ થયા બાદ વંતારા દ્વારા તેને ફરી કેરળના અભયારણ્યમાં પરત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

હાલ માયાની તબિયત અંગેનું પૂર્વાનુમાન અનિશ્ચિત છે અને તેની સાજા થવાની પ્રક્રિયા પડકારજનક બની શકે છે. જોકે, વધુ એક તક આપવાના હેતુથી કેરળ વન વિભાગ અને વનતારા સંયુક્ત રીતે તેની સારવાર માટે પ્રયાસ કરી રહ્યાં છે.

Nita Ambani Diwali Look : નીતા અંબાણીએ દિવાળીની ઉજવણી માટે ‘રામાવલી’ સાડી પહેરી, જેના બનાવવા 5 મહિના લાગ્યા જુઓ ફોટો

Follow Us
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
g clip-path="url(#clip0_868_265)">