Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ભગવાન જગન્નાથજીની 146 રથયાત્રાને લઈને ગૃહરાજ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા, આધુનિક થ્રી ડી મેપિંગના લાઈવ મોનિટરીં દ્વારા નિરીક્ષણ

Ahmedabad: જગતના નાથ જગન્નાથજીની 146મી રથયાત્રા પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે રથયાત્રા રૂટ પર આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બનાવાયેલ થ્રી ડી મેપિંગનું લાઈવ મોનિટરિંગ કરી નિરીક્ષણ કર્યુ હતુ.

Ahmedabad: ભગવાન જગન્નાથજીની 146 રથયાત્રાને લઈને ગૃહરાજ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા, આધુનિક થ્રી ડી મેપિંગના લાઈવ મોનિટરીં દ્વારા નિરીક્ષણ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 20, 2023 | 12:19 AM

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા લઈ ગૃહપ્રધાન ફરી એક વખત ઉચ્ચ અધિકારીઓ જોડે મીટીંગ કરી. જેમાં રથયાત્રાના રૂટ પર આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ત્યાર કરેલ થ્રીડી મેપિંગનું લાઈવ મોંનટરિંગનું ગૃહમંત્રી નિરીક્ષણ કર્યું હતું. જે રથયાત્રાને લઈને છેલ્લા બે મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા પ્રયાસ કરાયા છે. આ વખતની રથયાત્રામાં હ્યુમન સોર્સની સાથે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે,ત્યારે રથયાત્રા રૂટના થ્રીડી મેપિંગ અને 360 કેમેરા થકી સમગ્ર રૂટ ઉપર લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. ત્યારે થ્રીડી મેપિંગની કામગીરીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું.

સામાન્ય ડ્રોન કરતા પાંચ ગણું વિશેષ ડ્રોન સુરક્ષા માટે લેવાયું

ટેકનોલોજીના આધારે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રાનો ડેટા તૈયાર કરાયો છે, જેથી ભવિષ્યમાં યોજાનારી રથયાત્રામાં પણ પ્લાનિંગ કરવું પોલીસ માટે સરળ બની રહેશે. થ્રીડી મેપિંગમાં પોલીસની વ્યવસ્થા, ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર વ્યવસ્થા અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓના પોઇન્ટ સહિતની તમામ માહિતી રાખવામાં આવી છે. સાથે જ મોબાઈલ સીસીટીવી કંટ્રોલ વ્હીકલ પણ રથયાત્રામાં તૈનાત રહેશે, જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે સીસીટીવી કેમેરા બોડીવોર્ન કેમેરા અને ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ થશે, સાથો સાથ એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?

હાઈરિઝોલ્યુશન કેમેરા સાથે સતત 10 કલાકથી વધુ સમય હવામાં ઉડી શકે તેના ડ્રોનથી થશે સુરક્ષા

સાધુસંતો અને ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ યોજાશે. 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.જે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અષાઢી બીજે યોજનાર રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેતા હોય છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હસ્તે પહિંદ વિધિમાં ભાગ લેતા હોય તેને લઈને પણ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત સહિતની તમામ પ્રક્રિયાઓ ગોઠવી દેવાઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થ્રીડી મેપિંગનું નિરીક્ષણ કર્યું હતું. .સાથે જ સૌપ્રથમ વખત એન્ટી ગન ડ્રોન ઉપયોગ કરાશે. જેથી પોલીસના ડ્રોન સિવાયના અન્ય ડ્રોન ઉડતા હોય તો તે એન્ટી ગન ડ્રોનથી તોડીને નીચે પાડી દેવામાં આવે છે.

આ પણ વાંચો : Cyclone Biporjoy : દ્વારકામાં ચાર દિવસ બાદ શિખર પર ધજા ચઢાવવામાં આવી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર, જુઓ Video

ત્રણ કિમી સુધી નજર રાખી શકે એવો વિશેષ કેમેરાની રહેશે બાઝ નજર

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રાઓમાંથી એક છે, યાત્રાને આસ્થા અને વ્યવસ્થા સાથેની યાત્રા કહેવાય છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર ચર્યાએ નીકળે છે, જેમાં 26,000 પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. આ યાત્રા ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી છે. થ્રીડી મેપિંગની વ્યવસ્થા રથયાત્રા માટે ખૂબ જ કારગત નિવડશે. નવી ટેકનોલોજી નો ઉપયોગ સાથે રથયાત્રા ની સુરક્ષામાં વધારો થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">