ગુજ. યુનિ. વિદેશી વિદ્યાર્થી પર હુમલા કેસમાં વિદેશ વિભાગે કહ્યું, સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરી રહી છે

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગઈકાલે શનિવારે રાત્રે નમાઝ અદા કરવાના મુદ્દે સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણ પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

ગુજ. યુનિ. વિદેશી વિદ્યાર્થી પર હુમલા કેસમાં વિદેશ વિભાગે કહ્યું, સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરી રહી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2024 | 6:21 PM

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગઈકાલે શનિવારે રાત્રે નમાઝ અદા કરવાના મુદ્દે સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણ પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

ગઈકાલ શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર નમાઝ અદા કરવાના મુદ્દે થયેલા હુમલાની વિદેશ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી છે. આજે રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ગઈ કાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના કો-ઓર્ડિનેટરને હટાવાયા

દરમિયાન ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના મામલે, સત્તાવાળાઓએ યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના કોઓર્ડિનેટરને પદ પરથી દૂર કર્યા છે. વિદેશના વિદ્યાર્થીઓની હોસ્ટેલ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના કાર્યક્ષેત્રમાં આવે છે. હાલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને, નવી તૈયાર કરેલી હોસ્ટેલમાં પણ શિફ્ટ કરવામાં આવશે. વિદેશના વિદ્યાર્થીઓને નવી તૈયાર કરેલી હોસ્ટેલમાં ખસેડવામાં આવશે. હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશ લેતાં લોકોની ગતિવિધિ અંગે નોંધ રાખવા પણ સૂચના અપાઈ છે.

Cctv ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે ટોળામાં સામેલ આરોપીઓને શોધવા કવાયત

દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ ઘટનાને ગંભીરતાથી લેતા જણાવ્યું છે કે, સમગ્ર મામલાની તપાસ માટે અલગ અલગ નવ ટીમ બનાવવામાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ, ઝોન-1 LCB, અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની બનેલી 9 ટિમો જુદી જુદી દિશાઓમાં કાર્યરત છે. યુનિવર્સિટી કેમ્પસ અને યુનિવર્સિટી હોસ્ટેલની આસપાસ લાગેલા cctv ફૂટેજની તપાસ અને ચકાસણી ચાલી રહી છે. Cctv ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે ટોળામાં સામેલ આરોપીઓને શોધવાની કવાયત કરવામાં આવી છે. બાઇક સહિતના વાહનોના નંબરોના આધારે આરોપીઓનું પગેરું મેળવવા પોલોસ કવાયત કરી રહી છે.

રાત્રે જ નોંધાઈ છે FIR

પોલીસ કમિશનર જી એસ મલેકે કહ્યું હતું કે, ગુજરાત યુનિ.માં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગઈકાલ રાતે કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હતા તે સમયે 25 માણસોનું ટોળુ આવ્યુ હતુ. વિદેશી વિદ્યાર્થીઓ અને અન્યોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. સરકારે અને પોલીસે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. ગઈકાલ રાતે 10.51 એ પોલીસ કંટ્રોલમાં ફરિયાદ થઈ હતી. 5 મિનિટમાં જ PCR વાન અને PI પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા.

5 DCP અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામગીરી કરી રહી છે. હુમલો કરનારા આરોપીની ઓળખ થઈ છે. આરોપી કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે. પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોતા રાતે જ FIR નોંધી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને ધ્યાને લીધા છે. પોલીસે 20-25 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">