અમદાવાદમાં જંત્રીના વિરોધમાં બિલ્ડર્સ લોબી રસ્તા પર ઉતરી, રેલી યોજી કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર- Video

|

Dec 09, 2024 | 7:31 PM

રાજ્ય સરકારે જાહેર કરેલા સૂચિત જંત્રીના વધારા સામે રાજ્યભરમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વધારા સામે રાજ્યભરના બિલ્ડર દ્વારા આજે શહેર દર શહેરમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં કલેક્ટરને નવા જંત્રી દર સામે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

અમદાવાદમાં આજે સૂચિત જંત્રીના વધારા સામે ક્રેડાઈ ગાહેડના હોદ્દેદારો અને બિલ્ડર એસોસિએશનની વિશાળ રેલી યોજાઈ હતી. જે બાદ તમામ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. બિલ્ડર એસોસિએશનનું કહેવુ છે કે જો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી જંત્રીનો અમલ થશે તો તેની સીધી અસર અર્થવ્યવસ્થા પર થશે. મધ્યમ વર્ગના વ્યક્તિનું ઘરનું ઘર ખરીદવાનું સપનું રોળાશે, સરકાર દ્વારા 200 થી 2000 ગણા વધારા સામે બિલ્ડર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વધારો તદ્દન અવૈજ્ઞાનિક હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

જંત્રીના થયેલા વધારાથી સામાન્ય માણસ માટે ઘરનું ઘર મોંઘું બનશે

જો આ સૂચિત જંત્રીનો અમલ થશે તો અમદાવાદના 4596 સહિત રાજ્યના 14,736 પ્રોજેક્ટને સીધી અસર થવાની ક્રેડાઈના હોદ્દેદારોએ ભીતિ વ્યક્ત કરી છે. જંત્રીના સાયન્ટિફિક વધારા સામે પણ ડેવલપર્સ અને જનતા વધારાના વિરોધમાં વાંધા સૂચનો રજૂ કરૂ રહી છે. આ વધારા મુદ્દે આજે રાજ્યમાં ઠેર ઠેર રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્ચા છે. બિલ્ડર્સ એસોસિએશનનું કહેવુ છે કે સરકાર પારદર્શક સર્વે બાદ નિયમ મુજબ જંત્રી વધારે તો રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે આમ લોકોને પણ આર્થિક નુકસાન સહન નહીં કરવુ પડે.

એપ્રિલ 2025 થી લાગુ થનાર જંત્રીનો બિલ્ડરો કરી રહ્યા છે વિરોધ

ક્રેડાઈના પ્રેસિડેન્ટ દિપક પટેલે tv9 સમક્ષ જણાવ્યુ કે અમે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે 4 મુખ્ય રજૂઆતો કરી હતી. જેમા જંત્રીમાં વાંધા સૂચનો મગાવવાની મુદ્દત 31 માર્ચ સુધી વધારી આપવામાં આવે. તેમજ વાંધા અરજી ન માત્ર ઓનલાઈન પરંતુ ઓફલાઈન પણ સ્વીકારવામાં આવે. જો કે આ રજૂઆતો પછી જંત્રીના સૂચિત દરો ત્રણ મહિના પાછા ઠેલાવાની શક્યતા છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

સૂચિત જંત્રી લાગુ થશે તો પ્રોપર્ટી માં 30 થી 40 ટકા ભાવ વધારો થશે:ક્રેડાઈ

ક્રેડાઈ ગાહેડના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે tv9 સમક્ષ જણાવ્યુ કે નવા દરથી સૌથી વધુ બોજો તો ગ્રાહકો પર, ખાસ કરીને મધ્યમ વર્ગ પર પડવાનો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે જંત્રીમાં વધારાથી સીધા પ્રોપર્ટીના ભાવ વધવાના છે આથી આમાં ડેવલપર્સનું કામ પણ વધી જવાનું છે. સરકાર પાસેથી કોઈ ડેટા મળવાનો નથી, આથી શહેરના ખૂણેખૂણાનો ડેટા જાતે એકત્રિત કરવો પડે જે આટલા મર્યાદિત સમયમાં શક્ય નથી. જેને લઈને જ 31 માર્ચ સુધીની અવધિ વધારવાની માગ કરાઈ છે.

મુખ્યમંત્રી અને મહેસુલના અધિકારીઓ સાથે બિલ્ડરોની સંયુક્ત મિટિંગની માંગ

ક્રેડાઈ અમદાવાદ ગાહેડના અમદાવાદના હોદ્દેદારોએ જણાવ્યુ કે સૂચિત વધારાને કારણે અમદાવાદમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં સ્ટેમ્પ ડ્યુટીની અસર તો થશે પણ પ્રોપર્ટીના ભાવમાં જંગી ઉછાળો આવશે. જે પ્રોપર્ટીના બાનાખત થઈ ગયા છે તેના દસ્તાવેજ સમયે સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં થયેલા વધારાનો બોજો કોણ ભોગવશે? તેને લઈને પણ ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે તકરાર થવાની શક્યતા છે. જેને લઈને મહેસૂલના અધિકારીઓ સાથે બિલ્ડર્સની સંયુક્ત મિટીંગની પણ માગ કરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article