AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય, 32 જિલ્લામાં કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે

દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં (Gujarat) અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. નીચલી અદાલતોની કામગીરીનું જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદી જુદી કોર્ટમાં જરૂરી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાયા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય, 32 જિલ્લામાં કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે
Gujarat high courtImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 10:06 AM
Share

કોર્ટની કાર્યવાહી કેવી રીતે થાય છે? ન્યાયાધીશ પોતાનો ચુકાદો કેવી રીતે આપે છે? હવે ઘરે બેસીને આ બધું જોવાનું તમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. નીચલી અદાલતોની કામગીરીનું જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદી જુદી કોર્ટમાં જરૂરી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાયા છે. તેનું ટેસ્ટીંગ પણ થઈ ચૂક્યુ છે.

જો કે આ તમામ વચ્ચે મહત્વની બાબત એ પણ છે કે, કોર્ટમાં ચાલી રહેલા  લગ્નજીવન સંબંધીત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, જાતિય સતામણીના કેસ, પોક્સોના કાયદા હેઠળના કેસનું જીવંત પ્રસારણ નહીં થઈ શકે. જુવેનાઈલ જસ્ટિસ હેઠળના કેસ અને પ્રેગનન્સી એક્ટ હેઠળના કેસનું પણ જીવંત પ્રસારણ નહીં થાય. આ કેસોમાં પ્રાઇવસીના કાયદાનું ધ્યાન રાખવાનું હોવાથી આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં.

આ ઐતિહાસિક નિર્ણયને અનુલક્ષીને હાઈકોર્ટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. જે સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી દ્વારા બહાર પાડેલા મોડેલ રૂલ્સના આધારે તૈયાર કરાઈ છે. રાજ્યની તમામ નીચલી અદાલતે આ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. હાઈકોર્ટે તેની માર્ગદર્શિકામાં સ્પષ્ટ લખ્યુ છે કે કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણનું રેકોર્ડિંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ કે ઈલેક્ટ્રોનિક્સ મીડિયા આ કામગીરીનું રેકોર્ડિંગ કરી શકશે નહીં. સોશિયલ પ્લેટફોર્મ પર પણ કોઈ વ્યક્તિ આ વીડિયો મુકશે તો તેની સામે કાયદાકીય પગલા લેવાશે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં પણ આ વર્ષે જ 27 સપ્ટેમ્બરથી બંધારણીય બેંચ સમક્ષના કેસોની સુનાવણીનું લાઈવ પ્રસારણ શરુ કર્યુ હતુ. આ માટે કોર્ટે કોઈપણ થર્ડ પાર્ટી એપનો આશરો લીધો નહતો. સુપ્રીમ કોર્ટ તેના પ્લેટફોર્મ પર સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">