AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના ઉંદરો બની ગયા ચરસી, પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા CAG ના રિપોર્ટમાં ચોંકાવનાર ખૂલાસો થયો છે. પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ થયો હોવાનો ખૂલાસો થયો છે અને આ ડ્રગ્સ ગાયબ થવા મામલે ગૃહવિભાગ દ્વારા કેગને જે ત્રણ કારણો આપવામાં આવ્યા છે તે તો સૌથી વધુ ચોંકવનારા છે. 

ગુજરાતના ઉંદરો બની ગયા ચરસી, પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 7:42 PM
Share

જો અમે એવુ કહીએ કે ગુજરાતના ઉંદરો હવે ચરસી બની ગયા છે. નશેડી બની ગયા છે તો શું તમે માનશો? વાત જરા વિચીત્ર લાગશે પરંતુ ગુજરાત વિધાનસભામાં હજારો કિલોનું ડ્રગ્સ ગાયબ થવા મામલે જે CAG દ્વારા જે રિપોર્ટ રજૂ કરાયો છે તેમા તો આ જ વાત કહેવાઈ છે. કેગ દ્વારા પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ થવા મામલે ચોંકાવનારો ખૂલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા CAG રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ કસ્ટડીમાંથી 2332 કિલો માદક પદાર્થોનો જથ્થો ગાયબ થયો છે, જે માટે ગૃહ વિભાગે ઉંદરો અને ભેજને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, CAG એ આ કારણો પર શંકા વ્યક્ત કરી છે.

છેલ્લા પાંચ વર્ષની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2022થી જુલાઈ 2023 દરમિયાન જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી 35 ટકા જથ્થો ગાયબ થયો છે. આ દરમિયાન 6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો, જે પૈકી બાદ 4177.86 કિલો માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો હતો.

હવે પકડાયેલા અને નાશ કરાયેલા માદક પદાર્થના જથ્થામાં 2332.68 કિલોનો તફાવત સામે આવ્યો છે. કૂલ પકડાયેલા ડ્રગ્સના જથ્થામાંથી 35 ટકા જથ્થો ગાયબ છે. ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવા પાછળ CAGને 3 કારણો આપ્યા.

  • અંદાજિત 144.180 કી. લો. ગાંજાની ચોરી થઈ ગઈ: ગૃહ વિભાગ
  • યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા નાશ: ગૃહ વિભાગ
  • ગાંજો અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજન ઓછું થયું: ગૃહ વિભાગ

જો કે ગૃહવિભાગ દ્વારા 35 ટકા માદક પદાર્થોનો જથ્થો ગાયબ થવાના કારણો ઉપર CAG દ્વારા પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Input Credit- Ronak Varma- Ahmedbad

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">