AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથના ગીર ગઢડામાં મધરાત્રે સિંહોએ નાખ્યા ધામા, હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આખો સાવજ પરિવાર આવી ચઢતા હાહાકાર

ગીર સોમનાથના ગીર ગઢડામાં મધરાત્રે સિંહોએ નાખ્યા ધામા, હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આખો સાવજ પરિવાર આવી ચઢતા હાહાકાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 6:48 PM
Share

ગીર ગઢડાના રહેણાંક વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સિંહોના પરિવારે ધામા નાખતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હાઉસિંગ બોર્ડ કોલોનીમાં મધરાત્રે 1:20 વાગ્યાની આસપાસ સિંહોનું આખું ટોળું શિકારની શોધમાં ઘુસી આવ્યું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં વનરાજાઓ હવે જંગલ છોડી માનવ વસાહતો તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાત્રે ગીર ગઢડાના વ્યસ્ત હાઉસિંગ બોર્ડ કોલોની વિસ્તારમાં સિંહોના પરિવારે એન્ટ્રી કરી હતી. રાત્રિના અંદાજે 1:20 વાગ્યે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે સિંહોનું આખું ટોળું રસ્તાઓ પર લટાર મારતું જોવા મળ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ પરિવાર કોઈ પણ ડર વગર કોલોનીના રસ્તાઓ પર આંટાફેરા કરી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં સિંહોના આ રીતે ખુલ્લેઆમ ભ્રમણને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહોએ જાણે આખી કોલોનીને બાનમાં લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને સ્થાનિકો રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા માટે એકબીજાને સાવચેત કરી રહ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ: દિલીપ મોરી )

ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે પરમાણુ રેડિયેશન લીક થશે તો આ 8 દેશમાં મચશે હાહાકાર, શું ગુજરાત પર થશે અસર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">