AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાહપુર વોર્ડમાં આ વખતે રસપ્રદ જંગ જામે તો નવાઈ નહીં. કોંગ્રેસે શાહપુરથી વોર્ડથી રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2026 | 5:03 PM
Share

એકતરફ કોંગ્રેસમાં જ્યાં અંદરખાને જ ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જોવા મળી, ક્યાંક નારાજગી જોવા મળી તો વળી ક્યાંક ટિકિટ વેચીને ટિકિટની ફાળવણી કરાઈ હોવાની પક્ષના અંદરના લોકો દ્વારા આક્ષેપબાજી પણ જોવા મળી. ત્યારે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે શાહપુર વોર્ડમાંથી સાવ જુદુ જ ચિત્ર ઉપસ્યુ છે. કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા આશાબેન દંતાણીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે.

કોંગ્રેસમાંથી શાહપુર જેવા વોર્ડનું ચૂંટણી લડવા માટેનું મેન્ટેડ મળતા આશા બહેન અત્યંત ખુશખુશાલ અને ચૂંટણી લડવા માટે ઉત્સાહિતછે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક આપતા તેમણે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુ છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના માર્ગદર્શન હેઠળ તેમનુ ફોર્મ ભરાઈ ગયુ છે.

કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુંઃ આશા દંતાણી

આશાબેન છેલ્લા 25 વર્ષથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિ અશ્વિન દંતાણી 25 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આશાબેનનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પાર્ટી પાસે ટિકિટની માગણી કરી નથી. પાર્ટીએ જાતે જ તેમની વફાદારીને જોઈને ટિકિટની આપી છે. સાથોસાથ જે ચૂંટણી લડવા માટે, પ્રચાર માટે જે પણ આવશ્યક મદદની જરૂર હશે તે કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે.

 કોર્પોરેટર બની ગયા તો રમકડા વેચવાનું ચાલુ રાખશે?

શાહપુર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી જશે અને કોર્પોરેટર બની જશે તો રમકડાનો વેપાર ચાલુ રાખશે કે બંધ કરી દેશે એવા સવાલ પર આશાબેને જણાવ્યુ કે તેઓ રમકડા વેચવાનો તેમનો બિઝનેસ તો શરૂ જ રાખશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે ગમે તેટલી મોટી કેમ ન બની જઉ મારા જૂના દિવસો ભૂલી જઉ એ ન બની શકે.

ઉલ્લેખનિય છે કે આશાબેનની ટક્કર ભાજપના રિપીટ ઉમેદવાર રેખાબેન ચૌહાણની સામે થવાની છે. ભાજપે તેમને શાહપુરથી રિપીટ કર્યા છે ત્યારે જોવુ રહ્યુ કે શાહપુરની જનતા કોના પર પસંદગી ઉતારે છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાઓના આવા જ રસપ્રદ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">