AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA WON : ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કર્યો કમાલ, ટીમ ઈન્ડિયાના વિજયનો અમદાવાદ, વડોદરામાં જશ્ન, જુઓ Video

ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ટીમ ઇન્ડિયા સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે સતત બીજી ICC ટુર્નામેન્ટ જીતી.

INDIA WON : ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કર્યો કમાલ, ટીમ ઈન્ડિયાના વિજયનો અમદાવાદ, વડોદરામાં જશ્ન, જુઓ Video
| Updated on: Mar 09, 2025 | 10:55 PM
Share

ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 76 રનની ઇનિંગ રમી. ભારતે અગાઉ 2002 માં શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરી હતી, જ્યારે 2013 માં ધોનીની કેપ્ટનશીપમાં તેણે ટાઇટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની. આ જીતને ગુજરાતના GCA સેક્રેટરી અનિલ પટેલે પણ શુભકામના પાઠવી હતી.

ભારતે સતત બીજી વખત ICC ટ્રોફી જીતી છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 5 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અપરાજિત રહી અને ચેમ્પિયન બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 252 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવીને જીત મેળવી હતી. આ જીતની ઉજવણી વડોદરામાં પણ કરવામાં આવી હતી.

ભારતે 10 મહિના પહેલા ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે પણ રોહિત કેપ્ટન હતો. રોહિત અને વિરાટ માટે આ ચોથી ICC ટ્રોફી છે. ફાઇનલમાં રોહિતનું બેટ જોરથી બોલ્યું. તેમણે ભારતને ઝડપી શરૂઆત આપીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો. આ પહેલા ભારતે 2002માં શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરી હતી, જ્યારે 2013માં ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશીપમાં આ ટ્રોફી જીતી હતી.

252 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ પહેલી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી. શુભમન ગિલ 50 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સેન્ટનરની બોલિંગમાં ગ્લેન ફિલિપ્સે તેનો કેચ આઉટ કરાવ્યો. આ સમગ્ર મેચ દરમ્યાન ભારતના પ્રદર્શને ચાહકોનું દિલ જીતી લીધું હતું.

આ પછી વિરાટ કોહલી આવ્યો પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. કોહલી બીજા જ બોલ પર LBW આઉટ થયો. કેપ્ટન રોહિત શર્મા 83 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર 48 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે અક્ષર પટેલે 29 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ 34 રન બનાવીને અણનમ રહ્યા જ્યારે જાડેજા 9 રન બનાવીને અણનમ રહ્યા. કિવી ટીમ તરફથી સેન્ટનર અને બ્રેસવેલે બે-બે વિકેટ લીધી.

g clip-path="url(#clip0_868_265)">