અમદાવાદ વાસીઓ RTO જાઓ તો ચેતજો, સસ્તા ચલણના નામે નકલી રસીદ પકડાવતો આરોપી ઝડપાયો

|

Jul 04, 2024 | 8:52 PM

અમદાવાદમાં વસ્ત્રાલ આર. ટી. ઓ  ખાતે એક ઈસમને મેમોની ખોટી રસીદ બનાવવાની ફાવટ આવી ગઈ કે તેણે મેમોની રકમ ઓછી કરવાના બહાને અનેક લોકોને છેતર્યા. જોકે આખરે તે પોલીસના હાથે ઝડપાયો છે.

અમદાવાદ વાસીઓ RTO જાઓ તો ચેતજો, સસ્તા ચલણના નામે નકલી રસીદ પકડાવતો આરોપી ઝડપાયો

Follow us on

અમદાવાદની વસ્ત્રાલ આરટીઓ બહાર આરટીઓના ચલણની બોગસ રસીદ બનાવનાર એજન્ટ ઝડપાયો છે. આરટીઓનો મેમો આવ્યો હોય તેવા ચાલકોને આરટીઓ મેમો ઓછી કિંમતમાં ભરી આપવાની લાલચ આપી આરોપી ચલણ મેળવી નકલી રસીદ બનાવી પૈસા પડાવતો હતો. જે મામલે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરી છે.

ફોનમાં આરટીઓની નકલી રસીદ બનાવી આરોપી પડાવતો પૈસા

ખોખરા પોલીસની કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ સમીર અન્સારી છે. બાપુનગરનો રહેવાસી આરોપી વસ્ત્રાલની આરટીઓ બહાર ઘણા વર્ષોથી એજન્ટ તરીકે કામ કરે છે. આ આરોપીએ જે વાહનચાલકોને આરટીઓના ચલણ મળ્યા હોય તેવા લોકોને શોધીને ચલણની રકમ ઓછી કરી આપવાની લાલચ આપી તે ચલણ મેળવી પોતાના ફોનમાં આરટીઓની નકલી રસીદ બનાવી પૈસા પડાવતો હતો. જે મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો, જેના આધારે પોલીસે આ આરોપીને પકડી પાડ્યો છે. જોકે તેનો સાથે RTO નો કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે પુછપરછ શરૂ કરાઇ છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ભરવાડ નામના આરટીઓના જુનિયર ક્લાર્ક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 21 મી જૂન 2024ના સવારના સમયે તેઓની પાસે એક વાહન ચાલક આવ્યો હતો અને તેણે આરટીઓના દંડ ભર્યાની રસીદ અને અન્ય ડોક્યુમેન્ટ આપ્યા હતા. જે જોતા તે રસીદમાં ગુજરાતીમાં સિક્કો મારેલો હતો અને સહી કરેલી હતી.

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

આરોપીએ 4,500 લઈને ખોટી સહી સિક્કા કરીને નકલી રસીદ પકડાવી

જોકે આરટીઓમાં ગોળ અંગ્રેજીમાં સિક્કો હોય જેથી તેઓને શંકા જતા તેઓએ પૂછતા તે રસીદ બાપુનગરના સમીર અબ્દુલ હમીદ અન્સારી નામના યુવકે બનાવી આપી હોવાનુ જણાવ્યું હતું. જે વ્યક્તિ આરટીઓના ચલણની દંડની રકમ ભરવા આવ્યો હતો, તેમાં અંદાજે 8000 રૂપિયાનો દંડ ભરવાનો થતો હતો, જોકે આરોપીએ 4,500 લઈને ખોટી સહી સિક્કા કરીને નકલી રસીદ બનાવી હોવાનું સામે આવતા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

2015 થી આરટીઓ એજન્ટ તરીકે કરે છે કામ

આ ઘટનાને લઈને ખોખરા પોલીસે સમીર અન્સારી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને વર્ષ 2015 થી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધી માટે ચારથી પાંચ વખત આવા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હોય અને હાલમાં જ પાસા કાપીને બહાર આવ્યો હતો. પૈસાની જરૂર હોવાથી તેણે છેલ્લા 20 દિવસમાં 15 થી 20 લોકો પાસેથી આ રીતે નકલી ચલણ બનાવી પૈસા પડાવી લીધા હતા. જેથી આ સમગ્ર મામલે તેની પાસેથી સિક્કો અને અન્ય મુદ્દામાલ કબજે કરી તેની વધુ તપાસ ખોખરા પોલીસે હાથ ધરી છે.

Published On - 8:52 pm, Thu, 4 July 24

Next Article