ઓનલાઈન ખરીદી કરતા પહેલા ચેતજો, તમે બની શકો છે સાયબર ફ્રોડનો શિકાર, લોકોને ફસાવનાર સાયબર ગઠિયા ગેંગનો થયો પર્દાફાશ- વાંચો

જો તમે ઓનલાઈન ખરીદી કરવાના આદી હો અને દરેક વસ્તુ ઓનલાઈન સર્ચ કરતા હો તો તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. ઓનલાઈન ખરીદી કરનારાઓ પર હવે સાયબર ગઠિયાઓએ જાળ બિછાવી છે અને તમારી દરેક ખરીદી, ઓર્ડર,  રિવ્યુ પર તેમનો ડોળો મડરાયેલો રહે છે. આવો જ એક ઓનલાઈન છેતરપિંડીનો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. -વાંચો

ઓનલાઈન ખરીદી કરતા પહેલા ચેતજો, તમે બની શકો છે સાયબર ફ્રોડનો શિકાર, લોકોને ફસાવનાર સાયબર ગઠિયા ગેંગનો થયો પર્દાફાશ- વાંચો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 16, 2024 | 9:52 PM

સાયબર ગઠિયાઓ લોકોને પોતાની જાળમાં ફસાવવા કોઈપણ રીતના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક અલગ પ્રકારની ફરિયાદ નોંધાય છે જેમાં કંપનીમાંથી દવાનો ઓર્ડર કરી કેન્સલ કર્યો હોય અને ત્યારબાદ ખરાબ રીવ્યુ આપેલા હોવાનું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે.

કઈ રીતે લોકો સાથે થતો હતો સાઇબર ફ્રોડ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે તે સાયબર ક્રાઈમનાં પીએસઆઇ હેમંતસિંહ વાત કરે છે અને ફરિયાદીએ અર્બન મેટ્રો કંપનીમાં એક દવાનો ઓર્ડર કર્યો હતો જે બાદ તે ઓર્ડરને ફરિયાદીએ રિજેક્ટ કર્યો હતો અને તેના વિશે રીવ્યુમાં ખરાબ પ્રતિભાવો આપેલા હતા. જેથી અર્બન મેટ્રો કંપનીએ ફરિયાદી ઉપર કેસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદ ફરિયાદીને મોબાઇલ પર એક ખોટી નોટિસ પણ આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તેઓ જો સમાધાન કરવા માંગતા હોય તો 30,000 રૂપિયા દંડ ભરવો પડશે અથવા તો ત્રણ મહિનાની જેલની સજા ભોગવી પડશે.

જે નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો તેમાં પીએસઆઇનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. જોકે ફરિયાદીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો તો જાણવા મળ્યું કે હેમંતસિંહ નામના કોઈ પીએસઆઇ સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા નથી. જેના આધારે ફરિયાદીએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે  બે આરોપીઓની ધરપકડ કરી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આરોપીના કઈ રીતે આવ્યો આઈડિયા

પોલીસે ફરિયાદના આધારે અજય ઉર્ફે અજજુ વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અજય મૂળ યુપીનો છે અને હાલ અમદાવાદમાં રહે છે. આરોપી અજય થોડા સમય પહેલા એક આયુર્વેદિક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અજય એક વખત તેની દવાના માર્કેટિંગ મામલે કોઈ વ્યક્તિને ફોન કરેલો હતો અને તે વ્યક્તિએ અજયને જણાવ્યું હતું કે અમારા ઉપર ફ્રોડ થયું છે અને અમને નોટિસ મળેલી છે. જેથી અજયે તે નોટિસ મેળવી લીધી હતી અને તેણે તે નોટિસ ઉપરથી અન્ય લોકો સાથે ફ્રોડ કરવાની પ્રેરણા મેળવી હતી. જે બાદ અજય તેના મિત્ર હિમાંશુ સાથે મળી છેલ્લા બે મહિનાથી અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેને ધમકાવતો હતો અને ખોટી નોટીસો બનાવી તેની પાસેથી પૈસા પડાવતો હતો.

કઈ રીતે લોકો સુધી પહોંચતા હતા!

આરોપી અજય અને હિમાંશુ સાથે મળીને છેલ્લા બે મહિનાથી  પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા હતા. આરોપી હિમાંશુ જે અંકુશ આયુર્વેદિકમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો ત્યારે અંકુશ આયુર્વેદના નામે ફેસબુકમાં એક જાહેરાત ચલાવતા હતા, તે એડમાં જે ડેટા જનરેટ થતો હતો તે અજય મેળવતો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે કોઈ લોકો આયુર્વેદિક કંપની સર્ચ કરતા હોય તેનો ડેટા પણ અજય મેળવી લેતો હતો. મેળવેલા ડેટાના આધારે અજય લોકોને ફોન કરતો હતો અને ખોટી નોટિસ મોકલી ડરાવી ધમકાવી પૈસા પડાવતો હતો.

બે મહિનામાં બંને ગઠિયાએ 40થી 45 લોકોને છેતરી 5 લાખથી વધુનો કર્યો ફ્રોડ

પોલીસની તપાસ અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા બે મહિનામાં અજય અને હિમાંશુ દ્વારા 40 થી 45 લોકોને પોતાનો શિકાર બનાવી પાંચ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસને અજયના મોબાઇલમાંથી અલગ અલગ લોકોના નામની 20 જેટલી ખોટી નોટિસ મળી આવી છે તેમજ 25 જેટલી ખોટી નોટીસ અજય ડીલીટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. બંને સાથે મળીને ગુજરાત તેમજ અન્ય રાજ્યના લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે અજય અને હિમાંશુ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને વિરૂદ્ધ સરગાસણ પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે આ બંને વિરુદ્ધ અન્ય કેટલી જગ્યાઓ પર ફ્રોડની ફરિયાદ નોંધાય છે અને આ ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે રાજકોટ અને કચ્છમાં ભવ્ય રેલી સાથે ઉમેદવારોએ ફર્યા ફોર્મ, મૂરતિયાઓ હવે લગાવશે જોર- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">