અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 48 બાંગ્લાદેશીઓ ઝડપાયા, ઘૂસણખોરી કરી આવ્યા હોવાની આશંકા, 100થી વધુ ઠેકાણા પર શરૂ કરાઈ તપાસ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 48 જેટલા બાંગ્લાદેશીઓ કે જેઓ ગેરકાયદે રીતે અમદાવાદમાં વસવાટ કરે છે તેને ડીટેઇન કરવામાં આવ્યા છે. જોકે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમુક વિસ્તારોમાં સેટેલાઈટની મદદ લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 48 બાંગ્લાદેશીઓ ઝડપાયા, ઘૂસણખોરી કરી આવ્યા હોવાની આશંકા, 100થી વધુ ઠેકાણા પર શરૂ કરાઈ તપાસ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 25, 2024 | 7:19 PM

અમદાવાદમાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશની મહિલા અને સગીર યુવતીને ગેરકાયદેસર રીતે નોકરીની લાલચ આપી બાંગ્લાદેશથી અમદાવાદ લાવી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાની ઘટનાનો પર્દાફાશ થયો હતો. જે કેસમાં બનાવટી દસ્તાવેજો બનાવી આપનાર તેમજ મહિલાઓને અમદાવાદ લાવનાર ફારુક મંડળ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે જગ્યા પર સગીર છોકરીઓને રાખવામાં આવી હતી ત્યાં તેમજ અન્ય 100 જેટલી શંકાસ્પદ જગ્યાઓ પર પણ તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક તપાસ કરતા એવી મહિલાઓ પણ સામે આવી હતી કે જેમને પ્રથમ દ્રષ્ટિએ વેશ્યાવૃતિ માટે દમણ કરવામાં આવ્યું હતું અને તેમના પૈસા બાંગ્લાદેશ ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતા હતા.

આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી
Bigg Boss 18 માંથી બહાર થઈ 25 વર્ષીય આ અભિનેત્રી, જુઓ ફોટો
કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણીએ
દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચંડોળા તળાવ, નરોડા, સરદારનગર સહિતના વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી કે જ્યાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય તેવી જગ્યાઓ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 150 થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તો 48 બાંગ્લાદેશીઓ કે જેઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેને ડીટેઈન કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસે કોઈપણ પુરાવા નહીં હોવાથી તેઓની વધુ તપાસ શરૂ કરાય છે. આ ઉપરાંત બાંગ્લાદેશીઓ અમદાવાદમાં ગેરકાયદેસર વસવાટ કરી અહીં કમાયેલા પૈસાને બાંગ્લાદેશ પહોંચાડે છે. સમયાંતરે બાંગ્લાદેશની મહિલાઓ સાથે લગ્ન કરી તેમને અમદાવાદ લાવી દેહવૃતિના ધંધામાં ધકેલી આપે છે.

હાલ તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 48 જેટલા બાંગ્લાદેશીઓને ડીટેઇન કરવામાં આવ્યા છે અને તેમને ફરીથી બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજી પણ 150 થી વધુ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં સુધી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને ડીટેઈન કરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસની કામગીરી શરૂ રહેશે.

આ ઉપરાંત જે બનાવટી દસ્તાવેજો સામે આવ્યા છે તે કઈ જગ્યા પર બનાવવામાં આવ્યા છે તેમજ કોના દ્વારા બનાવવામાં આવ્યા છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ દ્વારા વર્ષ 2015 અને વર્ષ 2024ની સેટેલાઈટ ઇમેજ ઉપરથી પણ કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો થયા છે તેની પણ તપાસ શરૂ કરી છે, ત્યારે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પોલીસની કાર્યવાહીનો ખ્યાલ આવતા અમુક બાંગ્લાદેશીઓ પોતાનો રહેણાંક વિસ્તાર છોડી નાસી ગયા હોવાનો પણ પોલીસના ધ્યાને આવ્યું છે જેની શોધખોળ શરૂ કરાઇ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">