ભારતીય હેલ્થકેર ક્ષેત્રે પરિવર્તન, અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન લોન્ચ, દુનિયામાં સૌથી મોટા કનેક્ટેડ હેલ્થ ડેટા બેંક પૈકીની એક બની

એઆઇ અને એમએલમાં લેટેસ્ટ ટેકનિકોનો ઉપયોગ કરીને વિકસાવેલું આ ટૂલ નિદાનની સચોટતામાં અસાધારણ વધારો કરીને, ડૉક્ટરની ઉત્પાદકતા વધારીને અને દર્દીનો સંતોષ એકસાથે વધારીને ભારતીય હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તન લાવવા સજ્જ છે.

ભારતીય હેલ્થકેર ક્ષેત્રે પરિવર્તન, અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન લોન્ચ, દુનિયામાં સૌથી મોટા કનેક્ટેડ હેલ્થ ડેટા બેંક પૈકીની એક બની
Apollo HospitalsImage Credit source: Apollo Hospitals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 1:02 PM

હેલ્થકેર પ્રોવાઇડર્સ પૈકીની એક અપોલો હોસ્પિટલ ગ્રૂપે આજે (6 ફેબ્રુઆરી) અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન (CIE) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે જે નૈદાનિક નિર્ણય લેવામાં મદદરૂપ ટૂલ છે, જેનો ઉપયોગ એપોલો 24|7ના પ્લેટફોર્મ પર ભારતના તમામ ડૉક્ટર્સ કરી શકશે. એઆઇ અને એમએલમાં લેટેસ્ટ ટેકનિકોનો ઉપયોગ કરીને વિકસાવેલું આ ટૂલ નિદાનની સચોટતામાં અસાધારણ વધારો કરીને, ડૉક્ટરની ઉત્પાદકતા વધારીને અને દર્દીનો સંતોષ એકસાથે વધારીને ભારતીય હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તન લાવવા સજ્જ છે.

આ પણ વાંચો: Gujarati video : અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નજીકથી ઝડપાયુ 118 ગ્રામ MD ડ્રગ્સ, ત્રણ આરોપીની ધરપકડ

ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન પેટર્ન્સ ઓળખવા હેલ્થકેર વ્યવસાયિકોને મદદરૂપ થવા મોટા પાયે ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરવા સજ્જ કરે છે, અન્યથા પેટર્નની ઓળખ ચૂકી જવાય એવું બની શકે છે. આંકડાકીય રીતે વાત કરીએ તો, ઇન્ટેલિજન્સ એન્જિન એના શબ્દોભંડોળમાં 1300થી વધારે સ્થિતિ અને 800 ચિહ્નો ધરાવે છે, જે ઓપીડીમાં રોજિંદા મિક્સ કેસના 95 ટકાને આવરી લે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

100થી વધારે એન્જિનીયર્સે બનાવેલું આ ટૂલ અપોલોમાંથી 40 વર્ષના ડેટા, 1000 ડૉક્ટર્સની સહિયારી ઇન્ટેલિજન્સની સાથે આ ક્ષેત્રના અન્ય જર્નલ્સ (પીઅર-રિવ્યૂડ જર્નલ્સ)માંથી સપોર્ટિંગ ડેટાનો ઉપયોગ કરે છે, જેથી આ દુનિયામાં સૌથી મોટું કનેક્ટેડ હેલ્થ ડેટા બેંક પૈકીની એક બન્યું છે. આનું પરીક્ષણ થયું છે અને વિશ્વની થોડી અકાદમિક સંસ્થાઓએ માન્યતા પણ આપી છે.

દક્ષિણ એશિયાના વિસ્તારના વિવિધ દેશો માટે ખાસ ડિઝાઇન થયેલું આ સ્વદેશી પથપ્રદર્શક ટૂલ અપોલોના 500થી વધારે ડૉક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટોની ઇન-હાઉસ ટીમે બનાવ્યું છે, જે જાણકારીને આધારે બનાવેલું છે અને જળવાય છે તેમજ ઇન-હાઉસ ટીમ નિયમિત સમયાંતરે તેની સમીક્ષા પણ કરે છે. એનાથી નિદાનની વિવિધ પ્રકારની સ્થિતિને મદદ અને ટેકો મળે છે, જે ડૉક્ટર્સને શ્રેષ્ઠ નૈદાનિક પરિણામો માટે ત્વરિત અને સચોટ નિર્ણય લેવા સક્ષમ બનાવશે.

અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન તમામ ડૉક્ટર્સને અર્પણ કરતાં અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “મારી વય 90 વર્ષની થઈ છે. મને એશિયાની સૌથી મોટી ઓમ્નિચેનલ હેલ્થકેર ઇકોસિસ્ટમ પૈકીની એક બનાવવાની તક મળી એ બદલ હું આ સફરમાં મને સાથ આપનાર તમામનો આભાર માનું છું. પણ ભારતને ખરાં અર્થમાં સ્વસ્થ રાષ્ટ્ર બનાવવું મારી હંમેશા ઇચ્છા રહી છે, ખાસ કરીને જ્યારે આપણે ડાયાબીટિસ, હૃદયરોગ અને કેન્સર જેવા બિનચેપી રોગો (એનસીડી)ની સુનામીનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે.

જ્યારે મારી ટીમે ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિનની વિભાવના વિકસાવી હતી, ત્યારે હું જાણતો હતો કે, આ પથપ્રદર્શક ટૂલ હતું, જે હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તન લાવશે. CIE અપોલો પૂરતું મર્યાદિત ન રહી શકે, પણ સમગ્ર ભારતમાં ડૉક્ટર્સ સાથે વહેંચવું જરૂરી છે. એટલે મને અપોલો CIEને ભારતમાં દરેક લાયક, પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરને ઓફર કરવાની ખુશી છે. મને ખાતરી છે કે, આપણે ભૌગોલિક, પ્રાદેશિક કે આવક જેવા માપદંડોથી પર થઈને સંયુક્તપણે આપણે સમયસર અને વધારે સચોટ નિદાનો કરીને ભારતીયોને વધારે સ્વસ્થ બનાવી શકીશું.”

અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “ગેમ-ચેન્જિંગ અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સની પ્રસ્તુતિ અપોલો હોસ્પિટલ્સ માટે એક મોટું સીમાચિહ્ન છે. જ્યારે અમે થોડા મહિના અગાઉ ઓપીડીમાં CIE સાથે અપોલોના ડૉક્ટર્સને સક્ષમ બનાવ્યાં હતાં, ત્યારે અમે નિદાનની સચોટતામાં વ્યવહારિક સુધારો, ડૉક્ટરની કામગીરી કે કાર્યદક્ષતામાં વધારો અને દર્દીના સંતોષમાં વધારો જોયો હતો.

અત્યારે અપોલોના 4000થી વધારે ડૉક્ટર એનો ઉપયોગ કરે છે અને તેમના નિદાનના પરિણામોમાં નોંધપાત્ર અસર અનુભવે છે. આ તેમના રુટિન ઓપીડી કાર્યક્રમનો ભાગ બની ગયું છે. અમે દર્દીઓ અને ફિઝિશિયનો માટે હેલ્થકેરનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા કટિબદ્ધ છીએ તથા અપોલો CIE એ કટિબદ્ધતાનો પુરાવો છે.”

અપોલો CIE સિમ્પ્ટોમ ચેકર મારફતે ચિહ્નોની ચકાસણી કરે છે. પરિણામે આ ટૂલ સલામત, નૈદાનિક માન્યતાપ્રાપ્ત હેલ્થ સંવાદની સુલભતા પ્રદાન કરીને વિવિધ માધ્યમોની માગ પૂરી કરીને આરોગ્ય સંસ્થાઓને મદદરૂપ પુરવાર થાય છે. આમ આ કુશળ નૈદાનિક જાણકારીની વ્યવસ્થા સાથે હેલ્થકેર પ્રોવાઇડર્સ અને ડૉક્ટર્સની કાર્યદક્ષતામાં વધારો થશે.

અપોલો CIE યુઝર્સના ચિહ્નોનું વિશ્લેષણ કરશે, ચિહ્નો માટે જવાબદાર કારણ કે પરિબળ નક્કી કરશે અને તેના આધારે શ્રેષ્ઠ સારવાર માટે ભલામણ કરશે. CIE એક સેલ્ફ-લર્નિંગ એન્જિન છે, જે ડૉક્ટર્સને મોટા પાયે જાણકારીની સુલભતા સાથે સજ્જ રહેવામાં મદદ કરે છે. ગયા વર્ષે જ CIE 6,00,000થી વધારે નવા ડેવલપમેન્ટ વિશે વિચાર કરવા સક્ષમ બન્યું છે, જેના પરિણામે નૈદાનિક પેપર્સ જાહેર થયા છે. અપોલો હોસ્પિટલમાં ઉપયોગ કરવા માટે CIE ઉપલબ્ધ છે અને 6 ફેબ્રુઆરી, 2023ના રોજ બહોળા વપરાશ માટે ઉપલબ્ધ થશે.

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">