Ahmedabad : શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઈમ લાઈન પુસ્તકનું વિમોચન, 13 વર્ષના સંશોધન બાદ પ્રકાશન

Darshal Raval

|

Updated on: Feb 22, 2022 | 5:10 PM

શ્રી રામ કૉસ્મોલોજીકલ ટાઈમલાઈન" ને સાર્વજનિક કરી સામાન્ય જનતા સુધી પહોંચડવાનાં ઉદ્દેશથી તેને એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. જે પુસ્તકનું લોન્ચિંગ ગુજરાત યુનિવર્સીટીમાં મનોવિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું.

Ahmedabad :  શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઈમ લાઈન પુસ્તકનું વિમોચન, 13 વર્ષના સંશોધન બાદ પ્રકાશન
Shri Ram Cosmological Timeline Book Released

Follow us on

ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University)  મનોવિજ્ઞાન ભવન ખાતે મૌલિક ભટ્ટ(Maulik Bhatt)  લિખિત શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઈમ લાઈન (Shri Ram Cosmological Time Line )  પુસ્તકનું વિમોચન કરાયું. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તકમાં રામનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો.રામની જન્મ તારીખ વર્તમાન કેલેન્ડર પ્રમાણે કઈ છે ? શ્રી રામ અને રામાયણ થી જોડાયેલ અન્ય પ્રસંગોનો ચોક્કસ સમય અને તેની સચોટ તારીખ નિર્ધારણ , શાસ્ત્ર અને વિજ્ઞાન ના સમન્વયથી કરવામાં આવેલ 13 વર્ષના સંશોધનાત્મક કાર્યદ્વારા થયેલ નિષ્કર્ષ એટલે શ્રી રામ – કોસ્મોલોજીકલ ટાઈમલાઈન . વાલ્મીકિ કૃત રામાયણની 2000થી વધુ મેન્યુસ્ક્રીપ્ટનો સૂક્ષ્મ પરીક્ષણ દ્વારા સમીક્ષા બાદ તૈયાર થયેલ રામાયણની સંશોધાત્મક આવૃત્તિનાં આધારે તેમાં વર્ણિત ખગોળીય અને તેને સંબંધિત ઘટના નાં સંદર્ભ પરથી સંશોધન કાર્ય કરી ને શ્રી રામના જીવનનાં પ્રસંગો નો ચોક્કસ સમય અને તેની સચોટ તારીખનો નિર્ણય કરવામાં આવ્યો છે.

13 વર્ષના સંશોધનાત્મક કાર્ય બાદ પુસ્તક  પ્રકાશન

આ અગાઉ મૌલિક ભટ્ટ 13 વર્ષ મા આગાહી કરવાના વિષય પર ત્રણ પુસ્તક લખ્યા હતા.શ્રી રામ અને રામાયણ થી જોડાયેલ અન્ય પ્રસંગોનો ચોક્કસ સમય અને તેની સચોટ તારીખ નિર્ધારણ, શાસ્ત્ર અને વિજ્ઞાન ના સમન્વય થી કરવામાં આવેલ 13 વર્ષના સંશોધનાત્મક કાર્ય દ્વારા થયેલ નિષ્કર્ષ એટલે “શ્રી રામ કૉસ્મોલોજીકલ ટાઈમલાઈન. આ પુસ્તક લખ્યું છે લેખક મૌલિક ભટ્ટે. જેઓ શોધ વિશેષજ્ઞ અને કૉસ્મો રિસર્ચ ફોઉન્ડેશન મેનેજીગ ટ્રસ્ટી છે.

પુસ્તકમાં રામાયણની 2000 થી વધુ મેન્યુસ્ક્રીપ્ટનાં સૂક્ષ્મ પરીક્ષણ

પુસ્તકમાં વાલ્મીકિકૃત રામાયણની 2000 થી વધુ મેન્યુસ્ક્રીપ્ટનાં સૂક્ષ્મ પરીક્ષણ દ્વારા સમીક્ષા બાદ તૈયાર થયેલ રામાયણ ની સંશોધાત્મક આવૃત્તિનાં આધારે તેમાં વર્ણિત ખગોળીય અને તેને સંબંધિત ઘટના નાં સંદર્ભ પરથી સંશોધન કાર્ય કરી ને શ્રી રામ ના જીવનનાં પ્રસંગો નો ચોક્કસ સમય અને તેની સચોટ તારીખનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રામાયણમાં દરેક ખગોળીય ઘટનાઓ ભારતીય વૈદિક જ્યોતિષના સિદ્ધાંતો આધારે કરવામાં આવતી

સંશોધન કરતા મૌલિક ભટ્ટ – શોધ વિશેષજ્ઞ અને મેનેજીગ ટ્રસ્ટી કૉસ્મો રિસર્ચ ફોઉન્ડેશન દ્વારા અને મુખ્ય સલાહકાર ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવન ના ડાયરેક્ટર પ્રૉ ડૉ. કમલેશ ચોક્સી અને ગુજરાત યુનિવર્સિટીનાં મહર્ષિ પાણિની સંસ્કૃત સંવર્ધન કેન્દ્રનાં ડાયરેક્ટર પ્રો. ડૉ મયુરી ભાટિયાના માર્ગદર્શન દ્વારા વાલ્મીકિ કૃત રામાયણનાં રહસ્યો ને ઉકેલી રામાયણનાં પ્રસંગો ની સચોટ તારીખોનો નિર્ણય કરવામાં આવેલ છે. રામાયણ કાળ માં ભારતીય વૈદિક જ્યોતિષ નાં સિદ્ધાંતો દ્વારા ખગોળીય ઘટનાઓનું આકલન કરવામાં આવતું હતું આજના ભારતીય જ્યોતિષનાં સિદ્ધાંતો તેનાથી અલગ છે જેથી સર્વ પ્રથમ ભારતીય વૈદિક જ્યોતિષ ને અનુરૂપ સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાં આવ્યા કારણ કે રામાયણમાં વર્ણિત દરેક ખગોળીય ઘટનાઓ ભારતીય વૈદિક જ્યોતિષના સિદ્ધાંતો આધારે કરવામાં આવતી હતી.

શ્રી રામના જન્મ સમય અંગે તમામ સંશોધનોમાં આ બાબતો ઉપેક્ષિત રહી

આધુનિક યુગનો ખગોળીય વિજ્ઞાનનાં સિદ્ધાંતો ને આધારે તૈયાર એસ્ટ્રોનોમી સોફ્ટવેર ના ઉપયોગ થી જેતે સમયનાં ખગોળીય સ્થિતિનું આકલન કરવામાં મદદ મળે છે જેના માટે નાસા જેવી સંસ્થાના મદદ થી પ્રાપ્ત એકેમરિસ દ્વારા એસ્ટ્રોનોમી સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. ઘણાં સચોટ અને સારા પરિણામો મેળવી શકાય છે પરંતુ સંશોધન દરમિયાન તેમાં પણ ત્રુટીઓ ધ્યાનમાં આવી અને તેને પણ સુધારવી જરૂરી હોવાથી સર્વ પ્રથમ એ ત્રુટીઓ ને શુદ્ધ કરી ને સંશોધન કાર્યમાં મદદ લેવામાં આવી.શ્રી રામનાં જન્મ સમય બાબતે આ પહેલાં થયેલ અન્ય તમામ સંશોધનોમાં આ બાબતો ઉપેક્ષિત રહી છે જેથી તેમાં ક્ષતિ રહી ગયી જણાય છે.

13 વર્ષના રિસર્ચ અને મહેનત બાદ પુસ્તક લખી તેનું વિમોચન

તમામ ઉપસ્થિત પડકારો અને ક્ષતિઓ ના ઉકેલ બાદ 13 વર્ષના સંશોધન કાર્ય ના અંતે તૈયાર થયેલ સંશોધન શ્રી રામ કૉસ્મોલોજીકલ ટાઈમલાઈન” ને સાર્વજનિક કરી સામાન્ય જનતા સુધી પહોંચડવાનાં ઉદ્દેશથી તેને એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. જે પુસ્તકનું લોન્ચિંગ ગુજરાત યુનિવર્સીટીમાં મનોવિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું. લેખક મૌલિક ભટ્ટે આ અગાઉ ત્રણ પુસ્તક આગાહી પર લખ્યા છે. તેમજ શ્રી રામ વિશે લોકો એટલે કે આજની પેઢી જાણતી થાય અને તમામ બાબત થી અવગત થાય તે હેતુથી તેમને આ પ્રયાસ કર્યો અને 13 વર્ષના રિસર્ચ અને મહેનત બાદ પુસ્તક લખી તેનું વિમોચન કર્યું.

આ પણ વાંચો : Rajkot : પાકિસ્તાન મુરદાબાદ નારા સાથે વિધર્મી યુવકને પોલીસના રિક્રન્સ્ટ્રશન દરમિયાન લોકો મારવા દોડયા

આ પણ વાંચો : Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati