Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ

લોહી લુહાણ હાલતમાં યુવતીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, આજે તેમના પરિવારજનોએ આરોપી સામે ફરિયાદ નોંધાવવાની સાથે સખતમાં સખત કાર્યવાહીની માગ કરી છે

Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ
વેરાવળમાં યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 1:40 PM

સુરત (Surat) માં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આવી જ ઘટના વેરાવળ (Veraval) માં બની છે જેમાં યુવતીના ઘરમાં ઘુસી તેનું ગળું કાપવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સદનસીબે યુવતી બચી ગઈ છે, પણ ગંભીર ઇજાને કારણે તાત્કાલિક હોસ્પિટલ (hospital) માં દાખલ કરાી છે. પીડિત યુવતીના પરિવારે આરોપી સામે ફરિયાદ નોધાવી આકરી સજાની માંગ કરી છે.

ગીરસોમનાથના વડા મથક વેરાવળ શહેરમાં આવેલ ટાગોર 2 નામના પોષ વિસ્તારમાં ગઈકાલ સાંજે 7 કલાકે તેજસ્વી જોશી નામની 21 વર્ષીય યુવતી પોતાના ઘરમાં એકલી હતી તે સમયે એકાએક યસ કરિયા નામનો યુવાન ઘરમાં છરી અને એસિડની બોટલ સાથે ઘૂસ્યો હતો.

આરોપી યસ કારિયા તેજસ્વી જોશીનુ છરી વડે ગળું કાપવાની કોશિશ કરી હતી. જોકે યુવતીએ સામે પ્રતિકાર કરતા અને ચીસાચીસ કરી મૂકતાં યસ કારિયા તેના મનસૂબામાં સફળ ન થયો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે ફરિયાદને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લોહી લુહાણ હાલતમાં પીડિત તેજસ્વીને તાત્કાલિક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આજે તેમના પરિવારજનોએ આરોપી સામે ફરિયાદ નોંધાવવાની સાથે સખતમાં સખત કાર્યવાહીની માગ કરી છે જેથી ભવિષ્યમાં આવા હુમલાઓ બનતા અટકે અને તેજસ્વીને ન્યાય મળે. ઘટનાની જાણ થતાં વેરાવળની ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યાં હતાં.

પ્રદેશ ભાજપ મંત્રી અને વેરાવળ ભાજપ નેતા ઝવેરીભાઈ ઠકરાર પણ પીડિત યુવતી અને તેમના પરિવારની મૂલાકાતે પહોંચ્યા હતા. ઝવેરી ભાઈ ઠકરારે મીડિયા ને પ્રતિક્રિયા આપતા કહ્યું કે આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે અને હવે આ આખો કેસ ફાસ્ટક કોર્ટમાં ચલાવવા અને આરોપીને કડકમાં કડડક સજા મળે તે હેતુથી આજે ગાંધીનગર ગૃહમંત્રીને રજુઆત કરવા પહોંચશે.

સુરતમાં ગ્રીષ્માની હત્યા કેસમાં આરોપી ફેનિલ જે રીતે પુરતી તૈયારી સાથે આવ્યો હતો તેવી જ રીતે આ કેસમાં પણ આરોપી એસિડ તૈયારી કરીને હુમલાના ઈરાદે આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘરમાં જે સ્થળ પર યુવતી પર હિંસક હુમલો કરવામાં આવ્યો ત્યાંથી એક હથોડી અને એસિડની બોટલ મળી આવ્યાં છે.

આ પણ વાંચોઃ આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

આ પણ વાંચોઃ જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે

g clip-path="url(#clip0_868_265)">