Ahmedabad: માધુપુરામાં કરોડો રૂપિયાનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસમાં ચોંકાવનારા ખુલાસા
માધુપુર ક્રિકેટ સટ્ટા કેસમાં ઉતરખંડથી ઝડપાયેલા આરોપીના ઘરે તપાસ હાથ ધરતા મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપી નિલેશના ઘરે વસ્ત્રાલમાં સર્ચ કરતા ક્રિકેટ સટ્ટાના વ્યવહારના 6 ચોપડા મળી આવ્યા.

IPL શરૂ થતા પહેલા જ પીસીબીની મોટી કાર્યવાહી સામે આવી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો PCBની ટીમે પર્દાફાશ કર્યો હતો. દૂધેશ્વર ઓફિસમાં રેડ કરી સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે. 1800 કરોડથી વધારેના પૈસાના વ્યવહાર મળી આવ્યા હતા. જોકે આ સટ્ટાકાંડ વ્યાપક નેટવર્ક ધરાવતુ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
નિલેશ રામીની ધરપકડ બાદ ચોકવાનારા ખુલાસા
PCB એ ઝડપેલા આ કેસને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયા બાદ એક બાદ એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક આરોપી નિલેશ રામીની ધરપકડ બાદ ચોકવાનારા ખુલાસા સામે આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદના નિલેશ રામીની ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી. જે બાદ આરોપી નિલેશના ઘરે વસ્ત્રાલમાં સર્ચ કરતા ક્રિકેટ સટ્ટાના વ્યવહારના 6 ચોપડા મળી આવ્યા.
ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી
એક મહિના પહેલા માધુપુરામાં ઝડપાયેલું આ સટ્ટાકાંડ વ્યાપક નેટવર્ક ધરાવતુ ગુજરાતનું સૌથી મોટું સટ્ટાકાંડ હતુ. જેમાં 5 હજાર કરોડ સુધી સટ્ટાના વ્યવહારો થયા હતા. ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતુ. પોલીસ નિલેશને દુબઈથી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટેટ મોંનટરિંગ સેલે વસ્ત્રાલના રહેવાસીની પણ કરી ધરપકડ
આ કેસમાં સ્ટેટ મોંનટરિંગ સેલે વધુ 3 આરોપીની પણ ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલ આરોપી નિલેશ સાથે સટ્ટા બેટિંગમાં ચાર લોકો ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોંનટરિંગ સેલે વસ્ત્રાલના રહેવાસી રણવીરસિંહ રાજપૂત, ચેતન સોનારા અને પ્રવીણ ઉર્ફે ટીનો પ્રજાપતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : માધુપુરા ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઉત્તરાખંડમાંથી વધુ એક આરોપી ઝડપાયો, જુઓ Video
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ગુનામાં પકડી પડાયેલા તમામ આરોપીઓના ઘરે જઈ રેડ કરવામાં આવી રહી છે. જેને લઈ હાલમાં પકડાયેલા ત્રણેય આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રણવીરસિંહ રાજપૂતના ઘરેથી 22.20 લાખ રોકડા સાથે પૈસા ગણવાનું ઇલેક્ટ્રિકલ મશીન અને મોબાઇલ મળી આવ્યા હતા જે તમામ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે રિમાન્ડમાં હજાઈ પણ મોટા ખુલાસા થવાની શકિતઓ સેવાઇ રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો