Breaking News : ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી ! જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં ચાલી રહેલા મધ્ય પૂર્વના સંકટ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને આગામી એક વર્ષ માટે બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને વિદેશમાં લગ્ન કરવાને બદલે ભારતના સુંદર સ્થળોની મુલાકાત લેવાની અપીલ કરી છે તેથી હવે તેમની આ વાતની અસર રાજ્યમાં જોવા મળી રહી છે.
હાલ સમગ્ર દેશમાં વેકેશનનો માહોલ છે. ગુજરાત સહિત દેશભરના લોકો પરિવાર સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે. દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંથી એક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ઉનાળાના વેકેશન દરમિયાન અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે તેઓ વિદેશ પ્રવાસ કરવાને બદલે ભારતના સુંદર સ્થળોની મુલાકાત લે તેથી તેમના આ વાતને સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
ઉનાળામાં SOUમાં ખાસ સુવિધાઓ
હાલ સમગ્ર દેશમાં વેકેશનનો માહોલ છે. ગુજરાત અને દેશનાં સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો હોય છે. તો PM મોદીએ દેશનાં લોકોને વિદેશ પ્રવાસ ટાળી દેશમાં જ પ્રવાસ કરવાની અપીલ કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટા પ્રમાણમાં આવતા પ્રવાસીઓ માટે ઉનાળાની આકરી ગરમીને લઇને અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
પ્રવાસીઓને ગરમીમાં રાહત રહે તે માટે વોટર સ્પ્રિંક્લર્સ મુકવામાં આવ્યા છે, છાયડાં માટે કેનોપી પણ લગાવવામાં આવી છે. મુલાકાતીઓ માટે ખાસ બસ, કાર અને એસ્કેલેટર્સની પણ સુવીધા કરવામાં આવી છે. સ્ટેચ્યુ પરિસરમાં ઠંડા પાણીની પરબ પણ મુકવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સારી વ્યવસ્થાને લઇને પ્રવાસીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો, મેક ઇન ઇન્ડિયાની કમાલ, વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર, જુઓ Video
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
