Gujarati Video: વડોદરાના માંઝલપુરમાંથી PCBએ ઝડપેલા ક્રિકેટ સટ્ટાકાંડમાં 10 દિવસ બાદ નોંધાયો ગુનો
Vadodara: માંજલપુરમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાકાંડમાં 10 દિવસ બા ગુનો નોંધાયો છે. જે.પી. રોડ પોલીસ સ્ટેશને 32 ઈસમો સામે ગુનો નોંધ્યો છે. PCBએ બોબડી લાઈનથી રમાડાતા સટ્ટાનું નેટવર્ક મળ્યુ હતુ.
વડોદરાના માંજલુપરમાંથી PCBએ ક્રિકેટ સટ્ટાકાંડ ઝડપ્યું હતું. આ કેસમાં 10 દિવસ બાદ ગુનો દાખલ થયો છે. વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશને 32 ઈસમો સામે ગુનો નોંધાયો છે. અહીં દારૂની બાતમીના આધારે રેડ પાડવા ગયેલી PCBને બોબડી લાઈનથી રમાડાતા સટ્ટાનું નેટવર્ક મળ્યું હતું. અહીંથી 13 મોબાઈલ, મિની મોબાઈલ એક્સચેન્જના વોઈસ રેકોર્ડિંગ, સીમકાર્ડ, કોમ્પ્યુટર સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ તરફ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ અમદાવાદ PCB પાસેથી આંચકી લઈને તાત્કાલિક સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. અમદાવાદ સટ્ટાકાંડને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં PCB પાસે આ ગુનાની તપાસ હતી જે સમગ્ર તપાસ હવે સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી છે. હાલના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. જે આદેશને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ આ સટ્ટાકાંડની તપાસ કરશે.
તપાસની કમાન SMCને સોંપાઈ
સટ્ટાકાંડ પકડી પાડવા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે સ્થળ ઉપરથી સબુત એકત્ર કરવામાં આવ્યા હતા. જોકે તપાસની સમગ્ર કમાન SMCને સોંપાતા આ દરોડા કાર્યવાહીમાં મળી આવેલ તમામ દસ્તાવેજો, કાગળો અને તપાસની તમામ વિગતો તાત્કાલિક SMCને સોંપવા DGP દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 3 અઠવાડીયા પહેલા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
