Ahmedabad : માધુપુરા ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઉત્તરાખંડમાંથી વધુ એક આરોપી ઝડપાયો, જુઓ Video
એક મહિના પહેલા માધુપુરામાં ઝડપાયેલા સટ્ટાકાંડમાં વધુ એક આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડવામાં આવ્યો છે. IPL શરૂ થતા પહેલા જ પીસીબીની મોટી કાર્યવાહી સામે આવી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો PCBની ટીમે પર્દાફાશ કર્યો હતો.
અમદાવાદના માધુપુરામાં પકડાયેલા ઓનલાઇન બેટિંગ સટ્ટાના કેસમાં ઉત્તરાખંડથી એક આરોપીની ધરપકડ કરાઈ છે. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદના નિલેશ રામીની ઉત્તરાખંડથી ધરપકડ કરી છે. એક મહિના પહેલા માધુપુરામાં ઝડપાયેલું આ સટ્ટાકાંડ વ્યાપક નેટવર્ક ધરાવતુ ગુજરાતનું સૌથી મોટું સટ્ટાકાંડ હતુ..જેમાં 5 હજાર કરોડ સુધી સટ્ટાના વ્યવહારો થયા હતા. ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતુ. આ કેસમાં કુલ 18 આરોપીઓ હતા. જેમાં અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. પકડાયેલા આરોપીઓએ દુબઇમાં ટેકનીકલ ટ્રેનિંગ મેળવી હતી.
IPL શરૂ થતા પહેલા જ પીસીબીની મોટી કાર્યવાહી સામે આવી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો PCBની ટીમે પર્દાફાશ કર્યો હતો. દૂધેશ્વર ઓફિસમાં રેડ કરી સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે. 1800 કરોડથી વધારેના પૈસાના વ્યવહાર મળી આવ્યા હતા. જોકે આ સટ્ટાકાંડ વ્યાપક નેટવર્ક ધરાવતુ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ સટ્ટાના કેસમાં ઉત્તરાખંડથી વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
