Breaking News: દૂધના ભાવ વધતાં ચાની ચૂસકી પણ થશે મોંઘી, કિટલીધારકો પર વધ્યો આર્થિક બોજ, જુઓ Video
મધર ડેરી દૂધના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે ચાના વેપાર પર જોવા મળી રહી છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર વધારો થતાં ચાની કિટલી ચલાવતા વેપારીઓ પર આર્થિક બોજ વધી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે રોજિંદા ખર્ચમાં સતત વધારો થવાને કારણે હવે ચાના ભાવમાં વધારો કરવાની નોબત આવી છે.
મધર ડેરીના દૂધના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે ચાના વેપાર પર જોવા મળી રહી છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર વધારો થતાં ચાની કિટલી ચલાવતા વેપારીઓ પર આર્થિક બોજ વધી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે રોજિંદા ખર્ચમાં સતત વધારો થવાને કારણે હવે ચાના ભાવમાં વધારો કરવાની નોબત આવી છે.
વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે
ચાની કિટલીધારકોના જણાવ્યા અનુસાર દૂધ, ગેસ, ખાંડ અને ચાપત્તીના વધેલા ભાવને કારણે રોજના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને દૂધના નવા ભાવ લાગુ થયા બાદ એક કિટલીધારકને દરરોજ અંદાજે રૂ. 250થી વધુનો વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે.
જૂના ભાવે ચા આપવામાં આવી રહી હતી
વેપારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગ્રાહકોને જૂના ભાવે ચા આપવામાં આવી રહી હતી, પરંતુ હવે ખર્ચને પહોંચી વળવા માટે અડધી ચાના ભાવમાં પ્રતિ કપ રૂ. 2 સુધીનો વધારો કરવો પડી શકે છે.
સામાન્ય લોકો માટે ચા રોજિંદી જીવનનો મહત્વનો ભાગ છે. સવારથી લઈને સાંજ સુધી લોકો ચાની ચૂસકીનો આનંદ લેતા હોય છે, પરંતુ વધતી મોંઘવારી હવે ચાના શોખને પણ મોંઘો બનાવી રહી છે.
Breaking News: દૂધના ભાવ વધારાથી અમદાવાદ-સુરતમાં લોકોમાં રોષ, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ વીડિયો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
