AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે છવાયો અંધારપટ- જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બપોર બાદ ત્રણ વાગતા સુધીમાં મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી થઈ છે અને સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળ્યો છે.

Breaking News: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે છવાયો અંધારપટ- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2026 | 6:03 PM
Share

અસહ્ય ઉકળાટ, ગરમી અને બફારાથી ત્રાહિમામ અમદાવાદીઓ માટે રવિવારની બપોર જાણે રાહત લઈને આવી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ શહેરમાં મેઘરાજાએ જોરદાર રીતે પધરામણી કરી. છેલ્લા દોઢ મહિનાથી વિરામ લઈ ચુકેલા મેઘરાજા જાણે તમામ કસર પુરી કરવા માગતા હોય તેમ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. થોડી કલાકોની અંદર મેઘરાજાએ AMCના સુસ્ત તંત્રની પોલ ખોલી નાખી અને સમગ્ર વિસ્તારોમાં પાણી કાઢી નાખ્યા હતા. થોડા વરસાદની અંદર જ અનેક વિસ્તારોમાં પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

પશ્ચિમ અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ગોતા, વેજલપુર, જીવરાજ પાર્ક,શ્યામલ, શિવરંજની, જોધપુર, આનંદનગર, સરખેજ, શેલા, સોલા, શીલજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ પૂર્વ અમદાવાદના બાપુનગર, ગોમતીપુર, ખોખરા, સહિતના વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર બેટીંગ કરી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં અંધારપટ છવાયો હોય તેવા દૃ્શ્યો જોવા મળી રહ્યા છે.

કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અમદાવાદમાં છવાયો અંધારપટ

બપોર બાદ અમદાવાદ શહેરમાં એકાએક વરસાદી માહોલ જામ્યો હતો અને ગોરંભાયેલા કાળા ડિબાંગ વાદળો તેમની સાથે પાણી ખેંચી લાવ્યા હોય તેમ એકસામટો વરસાદ તૂટી પડ્યો હતો. બપોરના 4 વાગ્યા હતા પરંતુ રાત્રિના 8-10 વાગ્યા હોય એ પ્રકારે વાતાવરણમાં અંધારપટ છવાયો હતો અન વિજિબિલિટી એકદમ ખોરવાઈ હતા. અંધારપટને કારણે વાહનચાલકોને તેમની હેડલાઈટ ચાલુ રાખવી પડતી હતી. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે તો બીજી તરફ સૂતેલા તંત્રની પણ પોલ ખૂલતી જોવા મળી છે.

થોડા વરસાદમાં જ ખૂલી ગઈ સુસ્ત તંત્રની પોલ

છેલ્લા દોઢ મહિનાની કસર પુરી કરતા હોય તેમ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થતા શહેરજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે અમદાવાદના મ્યુનિસિપલ તંત્રની તાસીર રહી છે કે ગમે તેવો ધોધમાર કે ઝરમર વરસાદ કેમ ન હોય, અમદાવાદમાં પાણી ભરાવાની છાપ ભૂસાવી ન જોઈએ અને એજ દૃશ્યો પણ જોવા મળે છે. ઠેકઠેકાણેથી પાણી ભરાવાની દૃશ્યો પણ સામે આવી રહ્યા છે.

Breaking News: ટેરિફની ધમકી સામે એકજૂથ થયા બ્રિક્સ દેશો, કહ્યુ આવી દાદાગીરી હવે વધુ નહીં ચલાવી લેવાય

Follow Us
g clip-path="url(#clip0_868_265)">