Breaking News: ટેરિફની ધમકી સામે એકજૂથ થયા બ્રિક્સ દેશો, કહ્યુ આવી દાદાગીરી હવે વધુ નહીં ચલાવી લેવાય
Bricks Summit 2026 : બિક્સ ઈન્ડિયા સમિટ 2026માં ટેરિફને લઈને ચિંતા વ્યક્ત કરી અને વૈશ્વિક વ્યાપાર માં તેને મોટા અવરોધરૂપ ગણાવ્યો. બ્રિક્સ દેશોના સમૂહે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે કોઈપણ દેશ પર એકતરફી ટેરિફ લગાવવો યોગ્ય નથી.

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે ભારત સહિત વિશ્વના અનેક દેશો પર મસમોટો ટેરિફ ઝીંક્યો તો રશિયા જેવા દેશો પર મસમોટા રિસ્ટ્રૂીક્શન લાદ્યા હતા. જેની સામે હવે બ્રિક્સ દેશોનો સમૂહ એકજૂથ થતો દેખાઈ રહ્યો છે. નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી 18મી બ્રિક્સ સમિટ માં બ્રિકસ દેશોએ મનમાની રીતે બદલાની ભાવનાથી લદાયેલ આ ટેરિફને ગ્લોબલ ટ્રેડિંગમાં અવરોધરુપ ગણાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS ના ભવિષ્ય અંગે એક રોડમેપ શેર કર્યો. જેના પર અન્ય દેશોએ સહમતી દર્શાવી છે. બ્રિક્સ દેશોએ વૈશ્વિક સ્તરે તમામ દેશોને સમાન પ્રતિબદ્ધતા અને ડિસીઝન મેકિંગમાં ભાગીદારી પર ભાર મુક્યો.
બ્રિક્સ દેશોનો રોડમેપ રજૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હવે સમય આવી ગયો છે કે ગ્લોબલ સાઉથને પણ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. અત્યારે ગ્લોબલ પાવર એક પિરામિડ ની જેમ છે. જેમા ઉપરના ભાગે રહેલા વિશ્વના દેશો નિર્ણયો લઈ રહ્યા છે જેના પરિણામો બાકીના દેશ ભોગવી રહ્યા છે.
બ્રિક્સ દેશો એ યુદ્ધ અને તણાવની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. સાથે જ BRICS એ વૈશ્વિક મુદ્દા પર એવા રસ્તા અપનાવવા કહ્યુ કે જેમા તમામ દેશોને સમાન અધિકાર મળે અને એ પણ ગ્લોબલ ડિસીઝન મેકિંગની ભૂમિકા નિભાવી શકે. સાથે જ તેમના હિતોનું પણ સન્માન કરવામાં આવે.
બ્રિક્સ દેશોએ અમેરિકાને આપ્યો સીધો સંદેશ
નવી દિલ્હીના ભારત મંડપમથી બ્રિક્સ દેશોએ અમેરિકાને સીધો સંદેશ આપતા મનમાની રીતે ટેરિફ વસુલવાની દાદાગીરીની ટીકા કરી. નોન-ટેરિફ બાધાઓ અંગે પણ ટીકા કરી. બ્રિક્સના અનુસાર ટેરિફને કારણે વૈશ્વિક વ્યાપાર અને સપ્લાઈ ચેનમાં અડચણ આવે છે. એવામાં કોઈપણ દેશ અન્ય કોઈ દેશ પર એકતરફી ટેરિફ ન લગાવી શકે.
આ દેશોએ એકતરફી આર્થિક અને સેકેન્ડરી પ્રતિબંધોોની નિંદા કરી અને કહ્યુ કે આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને વિકાસ, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય અને માનવ અધિકારો માટે પણ નુકસાનકારક છે. ઘોષણાપત્રમાં WTO ના વિવાદ નિવારણ તંત્રને સંપૂર્ણ રીતે અને બહુ આયામી રીતે બહાલ કરવાની માગ કરવામાં આવી. જેમાં તેની દ્વિ-સ્તરીય સંરચના અને ‘એપેલેટ બોડી’ (અપીલ સંસ્થા) ના નવા સભ્યોની નિમણૂકનો સમાવેશ થાય છે.
બ્રિક્સે WTO માં સામેલ થવા માટે ઈથિયોપિયા અને ઈરાનની કોશિશો નું સમર્થન કર્યુ અને આ 53 આફ્રિકી દેશ માટે ચીનની ઝીરો- ટોલરન્સની સુવિધાનો ઉલ્લેખ કર્યો, જેમની સાથે ચીનના રાજદ્વારી સંબંધો છે.
ટ્રમ્પે લગાવ્યો હતો તગડો ટેરિફ
બ્રિક્સ દેશોની ઘોષણામાં ટેરિફને લઈને આ વાતો એવા સમયે કહેવાઈ છે જ્યારે અમેરિકા એ ચીન-ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. કથોડા સમય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર સૌથી વધુ અને ભારત પર નોંધપાત્ર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવાને લઈને પણ કેટલાક દેશોને ચેતવણી આપી હતી. રશિયન તેલની ખરીદી કરવા પર 100% ટેરિફ અને ઈરાન પાસેથી તેલ ખરીદવા પર વેપાર બંધ કરવાની ધમકી આપી હતી. બ્રિકસ દેશોએ આ તમામ ધમકીઓના મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને આ પ્રકારનું વલણ વધુ નહીં ચલાવી લેવાય તે અંગે સહમત થયા છે.
