Ahmedabad : શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો બનતા હોય છે. જોકે તેમાંથી કેટલાક લોકો જ પોલીસ ફરિયાદ કરતા હોય છે. તો કેટલાક કિસ્સામાં કેસ ગ્રાહક સુરક્ષામાં (Consumer Protection Committee)પહોંચતો હોય છે. આવી જ રીતે 1986 થી હાલ સુધી ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં 3 લાખ જેટલી ફરિયાદ (Complaint)નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ફરિયાદ મેડીકલેઈમ અને બિલ્ડર (Mediclaim and Builder)અને બાદમાં ગ્રાહક સાથે છેતરપીંડીની (Fraud)ફરિયાદ થઈ રહી છે.
સમય સાથે જીવન બદલાઈ રહ્યુ અને સાથે સુવિધા અને તેને લગતા સાધનો, જેની સામે લોકોની સાથે છેતરપીંડીની પણ તેટલી જ ઘટનાઓ બની રહી છે, જે ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. જે ફરિયાદો હવે પોલીસ બાદ ગ્રાહક સુરક્ષામાં નોંધાઇ રહી છે. કેમ કે ગ્રાહકને ન્યાય મળે માટે 1986માં આવી જ પરિસ્થીતીને ધ્યાને રાખીને ગ્રાહક સુરક્ષા કાયદા બનાવાયો. તેમજ ગ્રાહક ફોરમની પણ રચના કરવામા આવી. જેનો અનેક લોકોએ લાભ લીધો અને ન્યાય પણ મેળવ્યો. જેમાં 1986થી લઈને હાલ સુધી 3 લાખ જેટલી ફરિયાદ નોંધાઈ છે, જેમાં હાલ સુધી અઢી લાખ ફરિયાદનો નિકાલ આવ્યો, જયાારે હજુ પણ 36 હજાર ઉપરની ફરિયાદો હજુ પણ પેન્ડીંગ છે.
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા પ્રમાણે આ 3 લાખ ફરિયાદોમાં સૌથી વધુ 60 ટકા ફરિયાદ મેડિક્લેઈમને લઈને આવે છે, જેમાં લોકો મેડિક્લઈમ કરાઈ લે છે. પણ જયારે કંપની દ્વારા મેડિક્લેઈમ આપવાનો આવે ત્યારે ગલ્લા ટલ્લા કરાય છે. અને બાદમાં 15 થી 20 ટકા ફરિયાદ બિલ્ડરો દ્વારા મકાનનું પઝેશન નહીં આપી નાણા મેળવી લઈ અથવા સુવિધા બતાવી તે પુરી નહી પાડી તેના પેટે નાણા લઈને આચરાતી છેતરપીંડી. જે બાદ બજારમાં મળતી વસ્તુમાં ભેળસેળ, વજન કરતા ઓછી વસ્તુ મેળવી, એક્સપાયરી તારીખવાળી દવા આપવી, ખરાબ વસ્તુ આપવી જેવી અનેક ફરિયાદોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે રાજયમાં 38 જીલ્લામાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતી કાર્યરત છે, જયાં ગ્રાહકોને ન્યાય અપાવવા ગ્રાહક ફોરમ પણ કાર્યરત છે. જયાં હાલ સુધીના આંકડામાં ફરિયાદો ત્રણ લાખ સુધી પહોંચી છે,
જો વર્ષ પ્રમાણેના આંકડાઓની વાત કરીએ તો,
વર્ષ મળેલી ફરિયાદ નિકાલ ફરિયાદ બાકી રહેલી ફરિયાદ
1990 થી 2015 સુધી 201500 188142 13358
1990 થી 2016 સુધી 209792
1990 થી 2017 સુધી 220154 202401 17753
1990 થી 2018 સુધી 235984 215750 20154
1990 થી 2019 સુધી 248692 223977 24715
1990 થી 2020 સુધી 275000 240000 30000
1990 થી 2021 સુધી 300000 265000 35000
આ આંકડા જ બતાવે છે કે દર વર્ષે કેટલી ફરિયાદનો ઉમેરો થઈ રહ્યો છે, જે ફરિયાદમાં 2021 માર્ચથી 2022 માર્ચ સુધી સૌથી વધુ ફરિયાદ અમદાવાદ 36239. અમદાવાદ ગ્રામ્ય 11027. અમદાવાદ એડિશનલ 11818. રાજકોટ 11055 રાજકોટ એડિશનલ 5148. આણંદ 11111, સુરત 16561. સુરત એડિશનલ 17707 અને વડોદરામાં 18639 જ્યારે વડોદરા એડિશનલમાં 14760 ફરિયાદ નોંધાયાનું સામે આવ્યું છે, જે ફરિયાદોમાં માર્ચ 2021 થી 2022 માર્ચ સુધી 35 હજાર જેટલી ફરિયાદો પેઇન્ડિંગ છે. જે નિકાલ માટે રાહ જોઈ રહી છે.
એટલું જ નહી પણ હવે 35 વર્ષે ગ્રાહક સુરક્ષા કાયદામાં ફેરફાર આવતા વધુ લોકો ગ્રાહક સુરક્ષામા ફરિયાદ કરતા થશે અને ઝડપી કેસનો નિકાલ આવશે તેવુ પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના પ્રમુખનું માનવું છે.
દરરોજ 10 જેટલી ફરિયાદ નોંધાતા લોકોમાં નહિવત જાગૃતિ.
કેસના વધતા પ્રમાણ સામે હજુ પણ જે પ્રકારે રાજ્યની વસ્તી છે. જેની સામે જે ફરિયાદ નોંધાઈ રહી છે. તે ફરિયાદોમાં આંકડાને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ઓછો ગણાવ્યો છે. જેમાં દરરોજ 100 જેટલી ફરિયાદ થાય એવો પણ ટાર્ગેટ નક્કી કરાયો છે. જેથી ગ્રાહકોને લાભ થાય. જોકે ઘટનાઓ સામે હજુ માત્ર દરરોજ 10 જ ફરિયાદ નોંધાઈ રહી છે. જે લોકોની નહિવત જાગૃતિ સામે ઈશારો કરે છે. સાથે પેન્ડીંગ કેસ પાછળ ગ્રાહક ફોરમમા ઓછા જજ અને સભ્યો હોવાના કારણે પણ પેન્ડીંગ કેસની સંખ્યા વધી રહી હોવાનુ જણાવી તેમાં ભરતી પ્રક્રિયા કરાય તેવી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીએ માંગ કરી છે,
ખાલી પડેલી જગ્યાઓ જોઈએ તો.
જિલ્લા કમિશનના પ્રમુખ અને જ્યૂડીશયલ સભ્યની 15 જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે નોન જ્યૂડીશયલ સભ્યોની 25 જગ્યાઓ ખાલી પડે છે. જે ખાલી જગ્યાના કારણે કેસ વિલંબમાં ચાલતા હોવાનું ગ્રહક સુરક્ષાના પ્રમુખે સ્વીકાર્યું. સાથે જ આ જ મામલે કોર્ટ દ્વારા રાજ્ય સરકારને 1 લાખ દંડ કરી જગ્યા ભરવા માટે સૂચન કર્યાનું પણ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું. જે જગ્યા ભરાય તો કેસના ઝડપી નિકાલ આવવાની પણ મુકેશ પરીખે શક્યતાઓ વ્યક્ત કરી.
આમ, દર વર્ષે લોકો યેનકેન પ્રકારે છેતરાય છે અને નાણા ગુમાવે છે, અને તેમા પણ હવે આધુનિક યુગમાં લોકો ઓનલાઈન છેતરપીંડીનો ભોગ પણ બની રહ્યા છે, જે ફરિયાદમાં પણ વધારો થઈ રહ્યો છે. જે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના આંકડા કહી રહ્યા છે, તે સિવાય પોલીસ ચોપડે અને સરકારી વિભાગોમાં પણ આવા પ્રકારની ફરિયાદો નોંધાતી હોય છે, જેના આંકડાનો અંદાજ આ જ આંકડા પરથી લગાવી શકાય છે. ત્યારે જરૂરી છે કે વધુને વધુ લોકો જાગૃત બને, જેથી લોકો સાથે બનતી ઘટનાઓ અટકાવી છેતરપીંડીનો આંક ઘટાડી શકાય.
આ પણ વાંચો : Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી
આ પણ વાંચો : તું મને છોડીને જઈશ તો હું તને જીવવા નહીં દઉં- યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું