બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાઢી ઝાટકણી, જુઓ Video

|

Jul 11, 2023 | 7:43 PM

અમદાવાદના તૂટેલા રસ્તા અને રખડતા ઢોર અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી. જમીન પર યોગ્ય કામગીરી ન થતી હોવાનું હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું. રખડતા ઢોરના ત્રાસથી થતા મોત અંગે પણ ચિંતા વ્યક્ત કરી. રખડતા ઢોર માટે નીતિ બનાવવા કર્યો હુકમ.

બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાઢી ઝાટકણી, જુઓ Video

Follow us on

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટના વારંવાર હુકમો બાદ પણ રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓની સમસ્યા યથાવત હોવાનું હાઇકોર્ટે નોંધ્યું છે. વારંવારના હુકમો હોવા છતાં સરકાર કે કોર્પોરેશનને કોઈ ગંભીરતા નહીં હોવાનું પણ કોર્ટે ટકોર કરી છે. કોર્ટના હુકમની અમલવારી બાબતે માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે, જમીન પર કોઈ ઠોસ કામગીરી થઈ નથી તેવું હાઇકોર્ટનું અવલોકન સામે આવ્યું છે.

ખાસ કરીને રસ્તાઓના ક્વોલિટી કંટ્રોલના ચેકિંગ અંગે ઉણપ રહેતી હોવાની અરજદારે રજૂઆત કરી હતી. રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોના થતા મોતની હાઇકોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી. હાઇકોર્ટે સરકારી વકીલને પૂછ્યુ. જ્યારે રખડતા ઢોરના ત્રાસના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના પરિવારજનો પર શું વીતે છે એનો અંદાજ છે ખરો?

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

નાગરિકોની સુરક્ષાએ રાજ્ય સરકારની પ્રથમ જવાબદારી હોવાનું હાઇકોર્ટ જણાવ્યુ છે. રાજ્ય સરકાર 156 નગરપાલિકાઓ અને આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે સરકાર નવી નીતિ બનાવે તેવો કોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યુ કે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે વર્ષ 2023માં બનાવેલી નીતિની ઠોસ અમલવારી મુદ્દે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે.

આ પણ વાંચો :  અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, સાબરમતી નદીમાં વધુ એક વખત છોડાયું કેમિકલ યુક્ત પાણી

સ્ટેન્ડિંગ કમિટીએ જે પ્રપોઝલ પાછી મોકલી તેની પર પુનઃ વિચારણા કરી અને યોગ્ય નીતિ બનાવવામાં આવે તેવો પણ કોર્ટનો આદેશ છે. રોંગ સાઈડ પર ચાલતા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. મહત્વનુ છે કે આગામી 18 જુલાઈના રોજ આ અંગે ફરી સુનાવણી થશે.

છેલ્લા કેટલાય સમયથી તૂટેલા રસ્તા અને રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. પોલીસ સ્ટેશન ખાતે પાલિકા વિરુદ્ધમાં ફરિયાદો પણ નોંધાઈ છે. છ્તા આજ દિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી જેને કારણે લોકો રોષે ભરાયા છે. એક નહીં બે નહીં રાજ્યના તમામ જીલ્લોમાં આ પરિસ્થિતી છે. જેનો વહેલી તકે નિકાલ લાવવામાં આવે તેની પ્રજાજનોની માગ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:41 pm, Tue, 11 July 23

Next Article