અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિરે પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ

અમદાવાદશહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરે(Bhadrakali)પણ ભક્તોની ભીડ જામી છે. નોરતાન પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 11:56 AM

આજથી આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનો પર્વ શરૂ થયો છે..સવારથી જ અમદાવાદ(Ahmedabad)શહેરના માતાજીના મંદિરો ઘંટનાદ, શંખનાદ અને ઝાલરોના નાદથી ગાજી ઊઠ્યા છે..શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરે(Bhadrakali)પણ ભક્તોની ભીડ જામી.

નોરતાના(Navratri)પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા.શ્રદ્ધાળુઓએ માતાજીને પ્રાર્થના કરી છે કે રાજ્ય સહિત દેશના લોકોને કોરોનામાંથી મુક્તિ મળે અને તમામ સંકટો દૂર થાય..

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નવરાત્રીને લઇને શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે..કોરોનાની સ્થિતિ જોતાં જાહેર સ્થળોએ ગરબાની પરવાનગી નથી..પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

શહેરમાં 13 ડીસીપી, 24 એસીપી અને 70થી વધુ પીઆઇ હાજર રહેશે. 220 પીએસઆઇ, 8 હજારથી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તેમજ એસ.આર.પીની 2 કંપની તૈનાત રહેશે. તો બીજી બાજુ 90 પીસીઆર, 5 ક્યુઆરટી ટીમ અને 90 શી-ટિમ અને 78 હોકબાઈક તૈયાર રાખવામાં આવશે. જો કે, આ સાથે નિયમોનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધાશે.

તેમજ સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ પોલીસની બાજનજર રહેશે. શહેર પોલીસ હોટલ તેમજ બજારોમાં પણ ખાનગી વોચ રાખશે. શી ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સોસાયટીના રહીશોને નવરાત્રીની અને કોવિડની ગાઈડ લાઇન સમજવાઈ રહી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે તેવું સમજવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ભાજપે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી

આ પણ વાંચો : પીએમ મોદીએ 20 વર્ષમાં દેશ અને લોકોની પ્રગતિ માટે રાત-દિવસ પરિશ્રમ કર્યો : અમિત શાહ

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">