Ahmedabad : કોંગ્રેસના ઓબીસી ગ્રૂપમાં પ્રભારી કક્ષાના નેતાએ અભદ્ર પોસ્ટ મૂકતા વિવાદ,અંતે ગ્રુપમાંથી દૂર કરાયા

આ ગ્રૂપમાં મહિલા નેતાઓ પણ  હોવાથી પોસ્ટ કરનાર નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો છે..વારંવાર કહેવા છતાં નેતાએ પોસ્ટ ડિલિટ ન કરતા તેમણે સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 2:27 PM

અમદાવાદ કોંગ્રેસ(Congress) ના  ઓબીસી ગ્રૂપમાં પ્રભારી કક્ષાના નેતાએ અભદ્ર પોસ્ટ મૂકતા વિવાદ છેડાયો છે. આ ગ્રૂપમાં મહિલા નેતાઓ પણ  હોવાથી પોસ્ટ કરનાર નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો છે.. વારંવાર કહેવા છતાં નેતાએ પોસ્ટ ડિલિટ ન કરતા તેમણે સોશિયલ મીડિયા(Social Media)  ગ્રૂપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના શિસ્ત સમિતિના અધ્યક્ષ નટવરસિંહ મહિડાને પણ રજૂઆત કરવામાં આવી છે.મહત્વનું છે કે આ અગાઉ પણ નેતાએ અભદ્ર પ્રકારની પોસ્ટ શેર કરી હતી.. જેને તાત્કાલિક ડિલિટ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો : પૂનમ અને સાગરિકા બાદ વધુ એક મોડલે Raj Kundra પર લગાવ્યા આરોપ, કહ્યું આટલી રકમની કરી હતી ઓફર

આ પણ વાંચો : ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">