પૂનમ અને સાગરિકા બાદ વધુ એક મોડલે Raj Kundra પર લગાવ્યા આરોપ, કહ્યું આટલી રકમની કરી હતી ઓફર

રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. ધરપકડ બાદ અનેક આરોપ તેના પર લાગી રહ્યા છે. હવે એક મોડેલે ટ્વીટ કરીને તેને મળેલી ઓફરને લઈને કુંદ્રા પર આરોપ લગાવ્યા છે.

પૂનમ અને સાગરિકા બાદ વધુ એક મોડલે Raj Kundra પર લગાવ્યા આરોપ, કહ્યું આટલી રકમની કરી હતી ઓફર
Model Nikita Flora Singh alleges that Raj Kundra offered her money for Hotshots shoot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:27 AM

ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને (Raj Kundra) લગતા પોર્નોગ્રાફી કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પૂનમ પાંડે (Poonam Pandey) અને સાગરિકા શોના (Sagarika Shona) જેવા મોડેલો પહેલાથી જ રાજ કુંદ્રા પર ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે. હવે આ એપિસોડમાં બીજા એક મોડેલનું નામ ઉમેરાઈ ગયું છે. આ મોડલે દાવો કર્યો છે કે રાજ કુંદ્રાની હોટશોટ્સ એપ માટે તેને પણ ન્યૂડ શૂટની ઓફર આવી હતી. આ માટે દરરોજ 25,000 રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. આ મોડેલનું નામ છે નિકિતા ફ્લોરા સિંહ (Nikita Flora Singh) છે. નિકિતાએ રાજ કુંદ્રાના અંગત મદદનીશ ઉમેશ કામત પર આ આરોપ લગાવ્યો છે.

નિકિતા ફ્લોરા સિંહે પોતાની એક ટ્વિટ દ્વારા આ આરોપો લગાવ્યા છે. નિકિતાએ તેના ટ્વિટમાં લખ્યું છે- “મને પણ ઉમેશ કામત દ્વારા નવેમ્બર 2020 માં રાજ કુંદ્રાની હોટશોટ્સ એપ માટે ન્યૂડ શૂટ વિશે પૂછવામાં આવ્યું હતું. પરંતુ મેં ના પાડી હતી. કામતે મને આ માટે દરરોજ 25,000 રૂપિયાની ઓફર કરી હતી. ભગવાનનો આભાર કે હું કુંદ્રા જેવા મોટા નામના ચક્કરમાં નથી પડી.”

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આની સાથે, નિકિતાએ એ પણ ખુલાસો કર્યો કે ઝારખંડની એક મહિલાના ફક્ત આ કારણે છૂટાછેડા થયા કેમ કે તેણે હોટશોટ્સ માટે શૂટ કર્યું હતું. નિકિતા લખે છે – ઝારખંડની એક મહિલાને તેના પતિએ છૂટાછેડા આપી દીધા કારણ કે તેણે આ એપમાં કામ કર્યું હતું.

કોણે કોણે લગાવ્યા છે આરોપ

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાની અશ્લીલતાનો કેસ ખુલ્યા બાદ એક પછી એક મોડેલ હોટશોટ્સ અંગે ગંભીર આક્ષેપો કરી રહી છે. નિકિતા પહેલા, સાગરિકા શોના સુમન અને પૂનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેની કંપની પર ન્યૂડ શૂટ માટે આરોપ લગાવ્યા છે. એક તરફ, જ્યાં પૂનમ પાંડેએ દાવો કર્યો હતો કે જ્યારે તેનો રાજ કુંદ્રાની કંપની સાથે કરાર પૂરો થયો હતો, ત્યારે તેની કંપનીના લોકોએ તેને મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી હતી. એટલું જ નહીં, પૂનમ પાંડેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેનો અંગત નંબર પણ રાજ કુંદ્રાની કંપનીએ લીક કર્યો હતો.

સાગરિકા શોનાનો આરોપ

બીજી તરફ, સાગરિકાએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજ કુંદ્રાની ધરપકડ પછી સાગરિકાએ તેની હોટશોટ્સ એપ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. સાગરિકાએ દાવો કર્યો હતો કે રાજ કુંદ્રા વિરુદ્ધ બોલ્યા પછી, તેને હત્યા અને બળાત્કારની ધમકીઓ મળવા લાગી છે. સાગરિકાએ આ અંગે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

હમણા રાજ કુંદ્રા 27 તારીખ સુધી રિમાન્ડમાં છે. પોલીસ કુંદ્રા વિરુદ્ધ સબુત એકઠા કરી રહી છે. તો બીજી તરફ આવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: Raj Kundra Case: ક્રાઇમ બ્રાંચે ગહના વશિષ્ઠને પૂછપરછ માટે બોલાવી, કુંદ્રાની એપમાં કરેલી છે ફિલ્મો!

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાંચને કુંદ્રાની ઓફિસમાં મળી ‘ગુપ્ત તિજોરી’, Raj Kundra Case માં થઈ શકે છે મોટા ખુલાસા

Latest News Updates

Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
g clip-path="url(#clip0_868_265)">