અમદાવાદમાં એક એવું મંદિર જે વર્ષમાં બે દિવસ હોળી અને ધુળેટી પર્વ પર જ ખુલે છે, જ્યાં ભક્તોની ભીડ જામે છે

|

Mar 18, 2022 | 2:26 PM

રાજા વિક્રમનાં સમયમાં આ ભાભારાણા થઈ ગયા હોવાનાં પુરાવા મળે છે. જોકે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુરમાં જ રહેતા હતા. એ સમયે ગોમતીપુરનું નામ ‘વેંગણપુર’ હતું.

અમદાવાદમાં એક એવું મંદિર જે વર્ષમાં બે દિવસ હોળી અને ધુળેટી પર્વ પર જ ખુલે છે, જ્યાં ભક્તોની ભીડ જામે છે
A temple in Ahmedabad which is open only two days in a year on Holi and Dhuleti festivals

Follow us on

Ahmedabad: હોળી ધુળેટી (HOLI) પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે. ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભારાણા મંદિરમાં (Bhabharana temple)દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમનાં સંતાન જીવતા ન રહેતા હોય, તેવા દુ;ખીયારા ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે ખોટ પુરી થાય છે. જે પ્રથા સેંકડો વર્ષથી ચાલી આવે છે. જે મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન કરવા ભીડ જામી છે.

કેટલીક લોકવાયકાઓ પ્રમાણે આ ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ્ધિ સહજ હતી. જે સમયમાં મેડીકલ સાયન્સ આજનાં જેટલુ વિકસેલું ન હતું અને બાળક થવા માટેની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે આ પવિત્ર જીવની માત્ર આશિષથી શેર માટીની ખોટ પુરાઈ જતી હતી. એ સમયમાં દવાઓનાં અભાવે જન્મેલા બાળકોનું મરણનું પ્રમાણ વિશેષ હતું. ત્યારે ગામડા માં આ વચનસિદ્ધ પવિત્ર પુરૂષની માત્ર આશિષથી બાળ-બચ્ચા બચી જતા હતા.

આજે જ્યાં મંદિર સ્થિત છે. ત્યાં પહેલા એક ઓટલો હતો. ભાભારાણા દેવ તે ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળીનાં દિવસે ભાભારાણા દેવે આ ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મુર્તી બનાવીને પૂજવાની અને દીનદુખીયાંના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગામનાં લોકોના કહેવા પ્રમાણે ભાભારાણા દેવનો ઈતિહાસ વર્ષો જુનો છે. રાજા વિક્રમનાં સમયમાં આ ભાભારાણા થઈ ગયા હોવાનાં પુરાવા મળે છે. જોકે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુરમાં જ રહેતા હતા. એ સમયે ગોમતીપુરનું નામ ‘વેંગણપુર’ હતું. તો વેંગણપુરમાંથી ગોમતીપુર ક્યારે થયું? વડીલો પાસેથી કથા સંભાળવા મળે છે કે અમદાવાદનાં બાદશાહ ની ‘ધાવમાતા’ નું નામ ગોમતી હતું અને તે વેંગણપુરની હતી, બાદશાહે ધાવમાતાનાં નામને ગોમતીપુરનું નવું નામ આપ્યું.

હોળીનાં આગળનાં દિવસે ચીકણી માટીમાંથી ભાભારાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે.

સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુરનાં યુવાનો હોળીનાં આગલા દિવસે ચીકણી માટી લાવે છે. આખી રાત જાગીને ગામનાં લોકો ભેગા મળીને ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વહેલી સવાર સુધીમાં તો માનો કોઈ તેજસ્વી રાજા આપણી સમક્ષ સિંહસન પર જીવતા બિરાજમાન થઇ ગયો હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચની આંખો તથા મોટા હાર સાથે સજ્જ ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળીનાં દિવસે સવારે ૫ વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે.

ત્યારબાદ હોળી અને ધૂળેટીનાં દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ મંદિર ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓનાં લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.

ધૂળેટીનાં દિવસે સાંજે ૫ વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે.ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ પણ એકપણ વર્ષ ચુક્યા વિનાં આ ઉત્સવ ઉજવાય છે જેમાં કોઈ પુજારી નથી, કોઈ ચોકકસ કોમ-જાતીનો ઈજારો નથી. માત્ર અને માત્ર શ્રધ્ધા ઉપર જ આ તહેવાર આ જ સ્થળે ઉજવાય છે.

આ પણ વાંચો : Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન

આ પણ વાંચો : The Kashmir Files BO Collection Day 7 :’ધ કાશ્મીર ફાઇલ્સ’ રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી

Next Article