The Kashmir Files BO Collection Day 7 :’ધ કાશ્મીર ફાઇલ્સ’ રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી

90 ના દાયકાની શરૂઆતમાં, કાશ્મીરી પંડિતોની હત્યાના મામલા વધતા ગયા, ત્યારબાદ હજારો કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઘર છોડીને કાશ્મીરથી અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડ્યું.

The Kashmir Files BO Collection Day 7 :'ધ કાશ્મીર ફાઇલ્સ' રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી
'ધ કાશ્મીર ફાઇલ્સ' રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 1:51 PM

The Kashmir Files BO Collection Day 7 : વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત અને અનુપમ ખેર (Anupam Kher) સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files)બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સિનેમાઘરોમાં એક અઠવાડિયું પૂરું કરે તે પહેલાં જ આ ફિલ્મ રૂ. 100 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ અનુસાર, ફિલ્મ (The Kashmir Files Box Office Collection) એ રિલીઝના સાતમા દિવસે 18.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે,

ત્યારબાદ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 97.30 કરોડ રૂપિયા થઈ ગયું છે. 11 માર્ચે રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરતની દર્દનાક વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા ઘણા કલાકારો સામેલ છે.

ફિલ્મે કલેક્શનના મામલામાં મોટા બજેટની ફિલ્મોને પાછળ છોડી

આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે લગભગ 650 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી, હવે આ ફિલ્મ 4 હજારથી વધુ સ્ક્રીનમાં ચાલી રહી છે. ફિલ્મનું કલેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે. ઓછા બજેટ અને ઓછા પ્રમોશન છતાં આ ફિલ્મે કલેક્શનના મામલામાં મોટા બજેટની ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

  ફિલ્મે 97.30 કરોડ રૂપિયાની કમાણી કરી

ફિલ્મના ડેઈલી કલેક્શનની વાત કરીએ તો કાશ્મીરી પંડિતો પર આધારિત આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી જોયા પછી કોઈએ વિચાર્યું ન હતું કે ફિલ્મ બીજા જ દિવસે બમણી કમાણી કરશે. ફિલ્મે બીજા દિવસે 8.50 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે ત્રીજા દિવસે 15.10 રૂપિયા, ચોથા દિવસે 15.05, પાંચમાં દિવસે 18, છઠ્ઠા દિવસે 19.05 અને હવે સાતમા દિવસે 18.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. છઠ્ઠા દિવસ સુધી ફિલ્મની કુલ કમાણી 79.25 કરોડ રૂપિયા હતી અને આજના કલેક્શન બાદ ફિલ્મે 97.30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ છે. વિદેશી લોકો પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 80 અને 90ના દાયકાનું વર્ણન કરે છે, જ્યારે 1986ની ચૂંટણી પછી કાશ્મીરી હિન્દુઓ સામે હિંસા ખીણમાં શરૂ થઈ હતી. 90 ના દાયકાની શરૂઆતમાં, કાશ્મીરી પંડિતોની હત્યાના મામલા વધતા ગયા, ત્યારબાદ હજારો કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઘર છોડીને કાશ્મીરથી અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડ્યું.

g clip-path="url(#clip0_868_265)">