Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન
નરેશ પટેલનું રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલ મારા સારા મિત્ર છે કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે.
Surat: ગુજરાતમાં લાખો પાટીદારોના આસ્થા કેન્દ્ર ખોડલધામના(Khodaldham) અધ્યક્ષ નરેશ પટેલ (Naresh Patel)રાજકારણમાં જોડાવવા બાબતે અનેક ચર્ચા ચાલી રહી છે. તે વચ્ચે (BJP state president)ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું (CR Patil) મોટું નિવેદન સામે આવ્યું અને કહ્યું કે નરેશભાઈ ભાજપના શુભેચ્છક રહ્યા છે. તેઓ કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે. અને તેઓ ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે તે સાથ હંમેશા રહેશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાણને લઈ મામલો ગરમાયો ચાલી રહ્યો છે. ત્યારે નરેશ પટેલનું રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલ મારા સારા મિત્ર છે કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે. અને તેઓ ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે તે સાથ હંમેશા રહેશે. જેથી વિચારવું રહ્યું કે હવે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેના પર લોકોની નજર તો છે જે પણ પાર્ટીમાં જોડાશે. ત્યાર બાદ શું ઉથલ પાથલ થશે તે જોવા જેવું હશે.
આપના નેતા ગોપાલ ઇટાલીયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના દીકરાના સોંગને લઈને કરેલા ટ્વીટ અંગે આપ્યું નિવેદન કે ટ્વીટ કરવી એ પોતાનું અંગત મંતવ્ય છે. જે વ્યક્તિઓ લોકોને સમજવું કે શું કરવું. વધુમાં પાટીદારો સામેના કેસ પરત સરકાર ખેંચે તેવી પૂરી શક્યતાઓ છે. પરંતુ અલ્ટીમેટમ પર નહિ ખેંચે,મેરિટ પર સરકાર કેસ પરત ખેંચી શકે છે તેવી આશા છે. હાલમાં તો ઇલેક્શનને લઈ પાટીદાર નેતાઓના નિવેદનો સતત સામે આવી રહ્યા છે તે પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં 150 લોકોના ટોળાએ ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, પૈસા અને કિંમતી સામાનની કરી લૂંટ, ઘણા લોકો થયા ઘાયલ
આ પણ વાંચો : The Kashmir Files BO Collection Day 7 :’ધ કાશ્મીર ફાઇલ્સ’ રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી