Ahmedabad : અમદાવાદના નિકોલમાં ચોંકાવનારી છેતરપિંડીની ઘટના આવી સામે, બિલ્ડરે ખોટા દસ્તાવેજ બનાવી દુકાનોનું કર્યુ વેચાણ
અમદાવાદ શહેરના છેતરપિંડીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.બિલ્ડરોએ ગ્રાહક સાથે એવી તો કળા કરી કે ખુદ પોલીસ પણ ચોખ્ખી ઉઠી બિલ્ડરોએ જે દુકાનોનું અસ્તિત્વ જ નહોતું તેવી દુકાનોના દસ્તાવેજ બનાવી ગ્રાહકોને પધરાવી પણ દીધી અને પૈસા પણ પડાવી લીધા. જોકે ભોગ બનનારને ખ્યાલ આવતા તેણે પોલીસ પાસે મદદ માગી અને પોલીસે ફરિયાદને આધારે બિલ્ડરોની ધરપકડ કરી છે.
Ahmedabad : દેશ -દુનિયામાં અવારનવાર છેતરપિંડીની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક છેતરપિંડીની ઘટના અમદાવામાં સામે આવી છે. અમદાવાદ શહેરના છેતરપિંડીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
બિલ્ડરોએ ગ્રાહક સાથે એવી તો કળા કરી કે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી બિલ્ડરોએ જે દુકાનોનું અસ્તિત્વ જ નહોતું તેવી દુકાનોના દસ્તાવેજ બનાવી ગ્રાહકોને પધરાવી પણ દીધી અને પૈસા પણ પડાવી લીધા. જોકે ભોગ બનનારને ખ્યાલ આવતા તેણે પોલીસ પાસે મદદ માગી અને પોલીસે ફરિયાદને આધારે બિલ્ડરોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સારથી એનેક્સી નામની સ્કીમ નિર્માણ પામી રહી છે. જેમાં ગ્રાહક સાથે દુકાન ખરીદી મામલે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સ્કીમ પર જ્યાં દુકાન સેમ્પલ તરીકે બતાવવામાં આવી હતી અને દસ્તાવેજોની અંદર જે દુકાનનું નામ લખાઇને આવ્યુ હતુ. ત્યાં દુકાનની જગ્યાએ ફ્લેટ બની રહ્યાં હતા.
સારથી એનેક્સી સ્કીમના એફ અને જી બ્લોકના પહેલા માળ પર દુકાન બતાવવામાં આવી હતી. જોકે ફરિયાદીને ફ્લેટના એ અને ઈ બ્લોકના પહેલા માળે દુકાનો નહિ હોવા છતાં ખોટા વેચાણ દસ્તાવેજો ઊભા કરી છેતરપિંડી કરી હતી. ફરિયાદીને ખોટા દસ્તાવેજ આપી 45 લાખ 85 હજારની ઠગાઈ કરી હતી. જેની ફરિયાદીને જાણ થતાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
4 આરોપીની કરી ધરપકડ
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ફરિયાદ નોંધતા સારથી એનેક્સી સ્કીમના માલિક પિતા પુત્ર સહિત ઉમેશ રાઠોડ, બાબુ પટેલ, રાજેશ રાઠોડ અને નરસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આ ચારેય ભાગીદારોએ ભેગા મળીને ગ્રાહકોને વિશ્વાસમાં લઇને છેતરપિંડી આચરી હતી. પિડીતને જે દુકાન અને બ્રોસર બતાવવામાં આવ્યું હતુ.
દુકાનની જગ્યા પર અન્ય જગ્યા પર આવેલી દુકાનોના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. જેની ફરિયાદીને જાણ થતાં તાત્કાલિક તપાસ માટે ગયા હતો. ત્યારે ત્યાં દુકાનની જગ્યા પર ફ્લેટ હતા અને તે દુકાન અગાઉ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી.
Eow દ્વારા ધરપકડ કરવામાં આવેલા સારથી એનેક્ષિના માલિક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે. હજુ તપાસ દરમિયાન વધારે નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.