AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો

અમદાવાદ મેટ્રો સીટી છે અને તમામ પ્રાથમિક સુવિધાઓ શહેરજનોને યોગ્ય રીતે મળી રહી હોવાના સાશકો દાવા કરી રહ્યા છે. શાસકોના તમામ દાવાઓને પોકળ સાબિત કરતા આંકડાઓ અમદાવાદ મહાનગર પાલિકાને પ્રાપ્ત થયા છે. છેલ્લા 28 દિવસમાં અમદાવાદ મનપાને પ્રાથમિક સુવિધા માટે 44,635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:11 PM
Share

અમદાવાદ મેટ્રો સીટી છે અને તમામ પ્રાથમિક સુવિધાઓ શહેરજનોને યોગ્ય રીતે મળી રહી હોવાના સાશકો દાવા કરી રહ્યા છે. શાસકોના તમામ દાવાઓને પોકળ સાબિત કરતા આંકડાઓ અમદાવાદ મહાનગર પાલિકાને પ્રાપ્ત થયા છે. છેલ્લા 28 દિવસમાં અમદાવાદ મનપાને પ્રાથમિક સુવિધા માટે 44,635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. એટલકે રોજની 1594 ફરિયાદો અમદાવાદ મનપા ને પ્રાથમિક સુવિધાઓની મળી રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

મહાનગરપાલિકાના તમામ 48 બોર્ડમાં ફરિયાદોના નિવારણ માટે એક મહિના પહેલા ફરિયાદ નિવારણ સભા આયોજિત કરાઈ હતી. ત્યારબાદ શાસકો દ્વારા 80 ટકા ફરિયાદોનું નિવારણ થયું હોવાનો દાવો કરાયો હતો. જોકે છેલ્લા એક મહિના કરતા પણ ઓછા સમયમાં અમદાવાદ મનપાની પ્રાથમિક સુવિધાઓની 44 હજારથી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

સૌથી વધારે ફરિયાદ પશ્ચિમ ઝોનમાંથી

અમદાવાદ મનપાના વોર્ડ મુજબ અધિકૃત આંકડાઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 28 દિવસમાં મનપા ને તમામ વિભાગોને કુલ 44635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ 9161 પશ્ચિમ ઝોનની, 8563 મધ્યઝોનની, 8535 ઉત્તર ઝોનની, 7759 દક્ષિણ ઝોનની, 5010 પૂર્વ ઝોન, 3505 ઉત્તર પશ્ચિમ અને સૌથી ઓછી 2102 ફરિયાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાઇ છે. કુલ નોંધાયેલ ફરિયાદમાં સૌથી વધુ 20 હજાર 80 ફરિયાદ ડ્રેનેજની, 8915 ફરિયાદો લાઇટની, 6064 પાણી અને 3094 ફરિયાદો રસ્તાની મળી છે.

અમદાવાદ મનપાના નેતા વિપક્ષ શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું કે મનપા તંત્ર સબ સલામત અને સબ ચંગાનો દાવો કરે છે. ફરિયાદ નિવારણના કાર્યક્રમો છતાં પણ 28 દિવસમાં 44 હજારથી વધુ ફરિયાદો દર્શાવે છે કે મનપા તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરે છે. જમીનીસ્તર પર કોઈ કામ કરવામાં આવતું નથી. આ ફરિયાદો શહેરીજનોએ કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ નથી કરી. એક મહિના પહેલા આ જ શાસકોએ 80 ટકા ફરિયાદોનો નિકાલ કર્યો હોવા છતાં આટલી બધી ફરિયાદો મળી છે એનો મતલબ એ થાય છે તેઓ નિવારણ ના માત્ર દાવાઓ જ કરે છે.

જોકે હવે આ ફરિયાદોનુ પણ નિરાકરણ આવે એટલુ જ જરુરી છે. આ માટે હવે કોર્પોરેશન ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓની મરામત કરવી સૌથી પહેલી જરુરીયાત છે. આ અંગેની ફરિયાદોનુ પ્રમાણમાં પણ વધારે જોવા મળી રહ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">